વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પારેવડાં

**શોપિ વર્ષોત્સવ કાવ્ય સ્પર્ધા ***

*** પારેવડાં ***

ઘૂઘૂઘૂ....ઘૂઘૂઘૂ... કરતાં ને,ગોળ ચક્કરડી ફરતાં
ઝરમરિયા વરસાદે, જોને કેવા ભીંજાય પારેવડાં ?

પાંખો ફફડાવીને ઝીલતા, પીઠ પર વાછટના ફોરલા,
ઝરમરિયા વરસાદે, જોને કેવાં ભીંજાય પારેવડાં ?

પેલો મોરલો આગેવાન થઈ,ગોઠવતો વર્તુંળે લાડકા,
ઝરમરિયા વરસાદે જોને કેવાં ભીંજાય પારેવડાં ?

ચાંચલડી રાતી રાતા પગલાં થકી છબછબિયાં કરતા
ઝરમરિયા વરસાદે જોને કેવાં ભીંજાય પારેવડાં ?

મકાઈ પડી છે ને ઘઉં પડ્યા રાતડા તોય નવ ચણતાં
ઝરમરિયા વરસાદે જોને કેવાં ભીંજાય પારેવડાં ?

બિલ્લી ને કુતરો કરડવાનો નાખ્યો છે ભય ખાડામાં
ઝરમરિયા વરસાદે જોને કેવાં ભીંજાય પારેવડાં ?

સુખેથી રમજો ડર ના રાખતા નથી કળિયુગી અમો મનેખડા
ઝરમરિયા વરસાદે જોને કેવાં ભીંજાય પારેવડાં ?

:- જય ભોલે -:

: વિજય વડનાથાણી...

ટિપ્પણીઓ

તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ