વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચોમાસું વહી જાય મારું કોરું કોરું


(કવિતા)


- હરિ પટેલ


હું તો છબીલા શ્યામને તે ખોળું,

ચોમાસું વહી જાય મારું કોરું કોરું !


વેરણ થઇ છે વીજળી, ડરાવે દિલને; 

એકલતાનું ચીરાય હૈયું ભોળું ભોળું !

ચોમાસું વહી જાય મારું કોરું કોરું !


કાટકે શું ફાટશે  પડદા તે કાનના ? 

ખોસવાને પૂમડાં કાને હું ખોળું !

ચોમાસું વહી જાય મારું કોરું કોરું !


ચડી  તોફાને  ઓતરાતી આંધીઓ;  

ધસમસતું આવે વાદળાંનું ટોળું !

ચોમાસું વહી જાય મારું કોરું કોરું !


અરે ! કોઇ સંદેશો પુગાડો શ્યામને-

વિરહના દર્દ શું આ એકેક ફોરું !

ચોમાસું વહી જાય મારું કોરું કોરું !


નિર્લજ્જ ગલીઓ ભીંજાતી મસ્તીએ ! 

હુંયે ભીંજાવાને સાથ તારો  ખોળું,

ચોમાસું વહી જાય મારું કોરું કોરું !


શ્યામ, આવો ઉતાવળા, થાય ના મોડું !

ચોમાસું વહી જાય મારું કોરું કોરું !

***

© Hari Patel 

58, Balaji Green Garden City,

Talod, Sabarkantha -383215

Mo. 9998237934    


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ