વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝરમર વરસે!!

ઝરમર વરસે!!


ઝરમર ઝરમર વરસે!!

ઝરમર ઝરમર વરસે!!

ઘનન,ઘનન વાદળ ગરજે,

ચમ,ચમ વીજળી ચમકે.

નેવલીયે થી પાણી ખબકે,

ઉમંગ નો સાગર છલકે.

ભીનું ભીનું જોબન મહેકે,

આજ અષાઢી સાંજે.

નયન માંથી કાજળ પ્રસરે,

સર,સર બિંદીયા સરકે.

રંગયા છે શમણાંને મેં,

ઇન્દ્રધનુષના રંગે.

મન મોર નાચી ઉઠેને,

પિયુ મિલનને તરસે.

ધરા ને આકાશ તો મળશે,

મને કોણ રિજવશે?

કને નહિ વાલમજી,

હું કોરી ભર ચોમાસે.

છોને બારે મેઘ વરસે, 

કે ઝરમર ઝરમર વરસે!!


                      -વર્ષા ભાનુશાલી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ