વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભળી ગઈ

આંખોથી આંખ મળી ને અરમાનોની પાંખ ફૂટી ગઈ, 

તરત બંને દિલોમાં એક નવી વાર્તા વહેતી થઈ ગઈ, 


સ્વપ્ના રચાયા પ્રિયતમનાં ને ઉડી છે ખુશીની લહેર, 

ખોવાયા પ્રેમ ગીતમાં ને જોત જોતામાં રાત વિતી ગઈ, 


કોમળ કળી હતી એ સાંજે જે ફુલ બની છે સવારે, 

સુગંધ હતી જે કેદ એ જીવતી થઈ ચોમેર પ્રસરી ગઈ, 


સવાર ઉગી સોનેરી ને  સાંજ ઢળી છે મીઠડી વાતોથી, 

સમય જાય સરતો ને પ્રત્યક્ષ મિલનની ઈચ્છા ઉગી ગઈ, 


તોડ્યા સ્વપ્ના હવે ને જામી છે વ્યક્તિગત મુલાકાત, 

અંતરથી માણ્યો મધુર સ્પર્શ ને દૂધમાં સાકર ભળી ગઈ,


- મિલન અંટાળા

@milan_poetry_lover 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ