વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નહિ જોઈએ


નહિ જોઈએ દરિયા જેટલું વ્હાલ ,

ઝાકળબિંદુ કે પ્રેમની હળવી છાલક

હશે તો ચાલશે...


નહિ જોઈએ મોહરા પહેરેલા 

ચહેરાનો આડંબરી  આવકાર,

બસ નિખાલસ સ્મિત

હશે તો ચાલશે.. 


નહિ જોઈએ પ્રેમનો દેખાવ કરતી ભીડ ,

બસ કોઈ એક દિલથી હૂંફ આપનારું 

હશે તો ચાલશે...


હવે બધું જ ચાલે છે, 

મતલબ, સમય અને સંજોગ પ્રમાણે,

ઈશ્વર ભક્તિ પણ ,

હવે તો ઈશ્વર પણ કહે છે...


નહિ જોઈએ કલાકોના પૂજા પાઠ ,

બસ એક ક્ષણ હૃદયથી સ્મરણની

હશે તો ચાલશે ....વિપુુુશુ....


છાયા ચૌહાણ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ