વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નહિવત

ઉભરાવ છું તારામાં ને તારામાં જ છલકાવ છું,
છતાં કેમ પ્રેમમાં તારા હું તળિયે રહીં જાવ છું?

સંઘરાવ છું તારામાં ને તારામાં જ  સચવાવ છું,
છતાં કેમ શોધમાં તારી હું જાતને ભૂલી જાવ છું?

ગુણાવું છું તારાથી ને તારામાં જ ઉમેરાવ છું,
છતાં કેમ બાદ કરતા તને, હું શૂન્ય બની જાવ છું?

પરોવાવું છું તારામાં ને તારામાં જ જળવાવ છું,
છતાં કેમ અંતમાં હું વેરણછેરણ રહી જાવ છું?

હરખાવું છું તારા લીધે ને તારા લીધે જ  મલકાવ છું,
છતાં કેમ તારા ઉના આંસુઓમાં વહી જાવ છું?

દેખાવ છું તારામાં ને તારાથી જ ઓળખાવ છું,
છતાં કેમ અસ્તિત્વમાં તારા હું નહિવત જણાવ છું?


આતેકા વલીઉલ્લા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ