વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચહેરો

ખુશીમાં તેને આંગણે સ્મિત રેલાય છે,

તો દુઃખમાં ક્યારેક અશ્રુ સરી જાય છે.


રોષે ભરાઈ તો લાલ પણ એ થાય છે,

તો શાંત રહી ખળભળાટ કરી જાય છે.


પ્રેમમાં ક્યાંક એ શરમે બંધાય છે,

તો નફરતમાં બેધ્યાની ઢોંગ રચાય છે.


લાગણીઓનો અનોખો મેળો ત્યાં ભરાઈ છે,

એવું મનનું પ્રતિબિંબ ચહેરા પર દેખાય છે.






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ