વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દોસ્તી

દોસ્તી   

હસગુલ્લા 2020

“જુઓ  કાકા, આનું જરા ચસકેલું છે. જો વચ્ચે ક્યાય નીચે ઉતરવાનું કહે તો ઉતારવા ના દેતા,  ગમે ત્યારે ગમે ત્યાં જતો રહે છે.તેને સુદ- વદનો મેન્ટલ પ્રોબ્લેમ છે.”  જગાએ કંડક્ટર નાગજીકાકાને  સમીપની મીઠી પણ  સોસારી ઉતરે તેવી ભલામણ કરી.

            “અરે હોય કાય આવા તો રોજ આવે છે. આ મારે પંદરમુ વરહ છે. તું તારે ચિંતા ના કરતો. એને ત્યાં પહોચાડી દઈશ.” નાગજીકાકાએ બિન્દાસ જગાને કહ્યું.

            જગો એટ્લે જગદીશ. ભણવામાં ખુબજ તેજસ્વી અને હોશિયાર. મગજમાં એક વખત ઉતર્યું એટ્લે પૂરું, ક્યારેય કોઈએ ભૂસી કે બદલી ના શકે.  અળવીતરો પણ એટલો જ. ભાવનગરથી એન્જીનિયરીંગ કરવા વિદ્યાનગર બધા મિત્રોની ટોળી જોડે ગયેલો. રીડિંગ વેકેશનમાં ઘરે આવેલા. સમીપને ઘરે વંચાતું ના હતું. તેથી તે વિદ્યાનગર જવા તૈયાર થયેલો પણ જગા ને આ ગમ્યું ન હતું. દોસ્તને મૂકવા ટોળી સાથે જગો  બસ સ્ટેન્ડ પર આવ્યો હતો. નાગજીકાકાને જોઈ તોફાની મગજમાં નવો વિચાર સ્ફુરયો. જગાનો વિચાર એટ્લે ફાઇનલ. જેવા નાગજીકાકા બસમાથી ઉતાર્યા કે જગો પહોચી ગયો.

            “કાકા પંદર વરહમાં આવો નમૂનો તમને મળ્યો નહીં હોય. તમને તો ક્યાય રમાડી દેશે.”  જગાએ કાકાને પોરો ચડાવતા કહ્યું.

            “તું ચિંતા ના કર.. હું છુ ને ..” કાકાએ કહ્યું.

            “કઈ વાંધો નહીં કાકા તમારો નંબર મને આપી દો. હું તમને ફોન કરતો રહીશ.”

            કાકા એ નંબર આપ્યો એટ્લે   જગો સમીપ અને બીજા મિત્રો પાસે  બસમાં પહોચી ગયો. સમીપને કહે “યાર હજી રોકાય જા. આપણે આવતા સોમવારે જઈશું. સમીપે ના કહી” ત્યાં તો નાગજીકાકાએ બેલ મારી બધા બસ માથી ઉતરી ગયા.  જતાં જતાં જગાએ નાગજીકાકાને ઈશારાથી ફરી સમીપની વાત યાદ કરવી દીધી.  આનંદને કઈ અજુગતું લાગ્યું તેણે જગાને પૂછ્યું પણ જગાએ વાત ટાળી નાખી.

            બસ જેવી ચાલી એવી નાગજીકાકાની નજર સમીપ પર રહી. તે શું કરી રહ્યો છે તે જોઈ રહ્યા. ટિકિટ કાપતિ વખતે પણ નજર કરી લેતા. તેમને આમતો હરકત બધી બરાબર લાગી છતાં નજર કરી લેતા. નાગજીકાકા ટિકિટ કાપી જેવા હિસાબ કરવા બેઠા ત્યાં ફોન રણક્યો.

            “કાકા બધુ બરાબર છે ને?”

            “હા... બરાબર છે. આતો શાંત માણસ છે. કોઈ ચિંતા જેવું નથી. તારી કોઈ ભૂલ થતી હોયે તેવી લાગે છે.”

            “મને હતું જ તમે એનાથી અંજાઈ જ જશો. કાકા મને લાગે છે કે આજે ઈ તમને મામા બનાવી ને જ રહેશે. કઈ નહીં કાકા પંદર વરહનું આજે સાટું વળશે.  પછી મને કેતા નહીં કે કીધું નોતું.  બાકી આજે તમે મામા બનવાના જ, ક્યો તો શરત મારૂ”.કહી જગાએ ફોન મૂકી દીધો.

            કાકાને પંદર વરહ પાણીમાં નો જાય તે માટે ફરી નજર સમીપ પર કેન્દ્રિત કરી.

            સમીપ માટે મિત્રો વિનાની મુસાફરી જામતી ન હતી. તેણે બસમાં કોઈ જાણીતું છે તે જોવા નજર ફેરવવા ઊભો થયો. નાગજીકાકાનો શંકાનો કીડો જાગ્રત થયો. એ છોકરા બેસ ચાલતી બસ માં શું કરે છે? બસમાં બેઠેલા બધાની નજર તેના પર પડતાં સમીપ બેસી ગયો. મનમાં ને મનમાં કાકાને બે ચાર સારા ખોટા શબ્દો કહી બેસી ગયો.

            ફરી મિત્રોની  યાદ આવતા સમીપે જગાને ફોન જોડ્યો અને આખી વાત કહી. જગો કહે મે તને કહ્યું હતું ને કે આપણે આવતા સોમવારે જાશું પણ તું ના માન્યો. કઈ નહીં તું સામેની સીટ  બારી પર બેસી જા અને કુદરતી દ્રશ્યો જો. વાત પૂરી કરી જગાએ નાગજીકાકાને ફોન જોડ્યો. 

            કાકા શરત હારી ગયાને?  હજી તમને આવો કોઈ મળ્યો જ નહીં હોય. જો જો હવે તે સામેની સીટ પર બેસશે પછી જુઓ શું થાય... ચાલો ત્યારે આતો મને એમ કે તમને ચેતવી દવ પણ કઈ નહીં એમ કરી ફોન મૂક્યો.

            આ બાજુ સમીપ જગ્યા બદલવા ઊભો થયો. કાકા કહે છોકરા બેઠો રહે ત્યાં જ.........

            પણ અહી જગ્યા ખાલી છે...

            તો શું?બસ માં તો ઘણી જગ્યા ખાલી હોય... હવે મને આ ઉમરે તું કઈશ કે જગ્યા ખાલી છે.  જ્યાં બેઠો છે ત્યાં જ બેઠો રહે.

            આખી બસની નજર સમીપ પર હતી એ જોઈ સમીપ પાછો બેસી ગયો.

            કાકાએ આજુ બાજુ ની સીટ વાળા બધાને ઇશારાથી સમજાવ્યું કે મેન્ટલ પ્રોબ્લેમ છે. હવે બધા સમીપને એ રીતે જોવા લાગ્યા. સમીપની બાજુ વાળો ત્યાંથી બીજી સીટ પર જતો રહ્યો.

ધોલેરા આવતા નાગજીકાકા બસ નોધાવવા જતાં હતા. સમીપને બાથરૂમ જવું હતું તે પણ ઊભો થયો. કાકા આ જોઈ ને બોલ્યા ક્યાં જાય છે.

            નીચે...

            ક્યાય જવાનું નથી બેસી જા ... કાકાએ જબરજસ્તીથી સમીપ ને પાછો બેસાડી દીધો. બીજા મુસાફર જોડે બસની ચિઠ્ઠી મોકલી કાકાએ સમીપ ની બરાબરની તરફદારી કરી.    

            સમીપને આવો અનુભવ ક્યારેય થયો ન હતો. તેને મિત્રો ની યાદ આવી. શિયાળો હોવાથી બાથરૂમ પણ ખુબજ લાગેલી. પણ આજે આ કાકો........ ફરી નાનપણમાં બાળોતિયામાં કરેલ ......  જેમ તેમ કરી સમીપ બેસી રહ્યો..

             ત્યાં તો કાકાની દસ મિનિટનો હોલ્ટ સાંભળી સમીપમાં જીવ આવ્યો. જેવી બસ ઊભી રહી તે દોડ્યો. તેની પાછળ કાકા... કાકાને પોતાનો પંદર વર્ષનો વિજય ધૂધળો દેખાવા લાગ્યો. પાછું  કાકા ઉમર ના લીધે દોડમાં સમીપ ને પહોચી ના શકતા જોઈ બે ત્રણ મુસાફર કાકાની વહારે આવ્યા. આગળ સમીપને  પાછળ લંગર. સમીપ બાથરૂમ માં પહોચી ગયો પાછળ બધા. બધા બાથરૂમ માં ગયા પણ નજર તો સમીપ પર જ. બહાર નીકળતા કાકા એ એનો હાથ  પકડી લીધો અને કહે ક્યાય છટકવા નહીં દવ.

            હવે સમીપથી ના રહેવાયું તેણે કાકાના હાથ ને જટકો મારીહોટેલ માં ચાલતી પકડી.  કાકાની આ હાલત જોઈ બે પહેલવાન જેવા મુસાફરો એ  સમીપ ને પકડી બસ માં બેસાડી દીધો. સમીપ ને આ બધુ શું થઈ રહ્યું છે કોઈ ખબરજ ના રહી. થોડી વારે બસ આગળ ચાલી. હવે બધાની નજર સમીપ પર જ હતી.

            સમીપ ને ઉલ્ટી થાય તેવું થતું હતું તે ફરી ઊભો થયો. એક સાથે બધા બોલી ઉઠ્યા એ બેસ.....

            સમીપ બારી ખોલવા ગયો તો કોઈ બોલ્યુ અરે હાથ અંદર રાખ, મોઢું અંદર રાખ. સમીપ તો કંટાળી ગયો.    સમીપ પોતાનો થેલો ખોલવા ગયો તો બધા આઘા પાછા થવા લાગ્યા કે છરી કાઢસે તો!!  અંતે સમીપ ને પહેલવાનોની વચ્ચે બેસાડી, નજરકેદમાં રાખી વિધ્યાનગર પહોચાડિયો.

જગા એ કીધેલું કે જો કોઈ લેવા ના આવે તો ઉતારતા નહીં. એજ રીતે બસ દસ મિનિટ ઊભી રહી તેના મિત્ર નિલેશને સોપી આગળ વધી. ત્યારે સમીપ, નાગજીકાકા અને બધા મુસાફરે રાહતનો દમ લીધો.

           

 

 

 

 

  

   

 

           

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ