વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પપ્પાની દીકરી નહીં દીકરો છું

દરેક મુશ્કેલીઓ થી લડતા શીખ

       તારા કિંમતી આંસુઓને લુછતા શીખ

રાખ ઉત્સાહ તારા લક્ષને પામવાની

          આ દુનિયા તકલીફનો દરિયો છે

અરે યાર તેમાં ડુબકી લગાવતા શીખ.‌....

     અઢાર વર્ષની નાની ઉંમરે વિવાહ બાદ વ્યવહાર સંભાળે એવી ઉમર થ‌ઈ એ પહેલાં જ કેન્સરથી પીડિત પિતાની છત્રછાયા ગુમાવી દીધી .માગીને થીંગડા દ‌ઈ પેરતા કપડાને ખેતી તો હજુયે આવડતી પણ નહોતી.તયા ભુકંપ માં મકાન ખળભળી ગયા .એક પછી એક મુશ્કેલી જાણે પવૅત બનીને ઊભી હોય એવું લાગતું હતું.પણ ડુબકી લગાવી તો પડશે જ . ચાર ચાર ધનવાન ભા‌ઈઓ હોવા છતાં કાળી મજૂરી કરી સૂકા રોટલા ખાવા પડતા . સંપત્તિમાં એક દીકરી આખું ગામ વાંઝિયાના મેણા મારે . બાપને ગુમાવ્યા બાદ જ્યારે પોતે એ જગ્યા પર આવ્યો ત્યારે ખબર પડી કે પપ્પા શબ્દ સાંભળતા ખુબ મજા આવે છે પણ એ નિભાવવા એ પપ્પા બનતા અને સંતાનોને સમજતા ખુબ સમય નીકળી જાય છે

       બાપ રાત દિવસ કાળી મજૂરી કરે ને મા આસપાસના વિસ્તારોમાં વાસણ-કપડા ધોવે રાત્રે જે સુકો રોટલો મળે એમાથી પહેલા દીકરીને તૃપ્ત કરે

ને પછી એકબીજા ને કહે મને ભુખ નથી  આ તમે ખાઈ લો.અને રાતે એકબીજાને આશ્ર્વાસન આપે ' ભગવાન રોજનો રોટલો આપી દેશે ' મન મનાવી જાતે જ પોતાના  આંસુ લુછી એ ભોંયતળિયા ને જ પલંગ માની સૂઈ જાય. 

    પાંચ વરહ ની એની દીકરી પગપાળા   ગામની એ સરકારી શાળા તરફ જ‌ઈ રહ્યા બાપ- દીકરી પોતાના સુખ દુઃખની વાતો કરતા જ‌ઈ રહ્યા હતા શાળાનો એ પહેલો દિવસ એની ફુલ જેવી દીકરી માટે એની વાસણ સાફ કરતી માતાએ ફેકી દીધેલ પાટી ને સાફ કરી પોતાની દીકરી ને આપી રસ્તામાં જતાં બાપ દીકરી ની સામે એ સાંકળી ગલીમાં એક સફેદ ગાડી સામે આવે છે

કાચ ખોલીને કારનો ડ્રાઈવર બુમ પાડે છે " એલા વાજિંયા આંધળો છો આવડી મોટી કાર નથી દેખાતી ખબર છે ને ગાડીમાં બેઠેલ માણસ કોન છે ને શું કરી શકે છે "


"અરે માફી સાહેબ ધ્યાન નોતુ હવે થી આવુ નહીં થાય "


"ઠીક છે ઠીક છે હવે ધ્યાન રાખજે આજે સાહેબ ના દીકરા નો શાળા માં પહેલો દીવસ‌ છે એટલે તને માફ કર્યો પણ હવે આવી ભુલ ન કરતો ચાલ ભાગ "


    પોતાના બાપને આમ હાથ જોડતા જોઈ એની દીકરી થી રહેવાયું નહિ અને પોતાના જીણા-કોમળ સ્વર માં એ બોલી ઊઠી

"પપ્પા આ કોન હતું..? ‌‌ને તમને કેમ ગુસ્સે થતા હતા ?

બાપ પાસે ક‌ઈ જવાબ ‌ન હોવાથી ક‌ઈ ન બોલ્યો .....


દીકરી એ ફરી બીજો પ્રશ્ર્ન પુછયો

પપ્પા  ... પપ્પા...

સામેથી હોંકારો આવયો હમમમ દીકરા  શું...

 

આ વાજિંયા એટલે શું ?


પોતાના આંસુ લુછતા લુછતા બાપે  જવાબ આપ્યો

​ "જેને દીકરા ન હોય એ..."

​પોતાના બાપના આવા વેણ સાંભળીને દીકરી બાપને ભેટી ને બોલી......

​"હું તો છું મારા પપ્પા નો દીકરો"

​અંતે બાપ-દીકરી અઢળક વાતો કરી શાળાએ પહોંચ્યા .

​શાળાના ગેટ પાસે પહોંચી બાપે કીધું

​"દીકરા ખુબ ભણજે પોતાના હાથ બતાવી કહ્યું આ દદૅ તને ન મળવું જોઈ "

​​

"​દીકરી એ હાથ પકડી ને કહ્યું આ હાથ સંભાળી ને રાખજો ક્યારેય જોડતા નહીં ને જોડાવા પણ   નહીં દ‌ઉ

​પપ્પા"

 

પોતાની અમાસની રાત જેવી ઝુંપડી માં કોઈએ મીણબત્તી સળગાવી હોય એવુ થાય છે‌.અને એનો બાપ મનોમન વિચારોમા ડુબવા લાગે અને પોતાની જ‌ સાથે વાતો કરવા લાગે છે.

     " જન્મ તો તે લ‌ઈ લીધો પણ તારા કમનસીબ કે દીકરી તે ....તે ... એક ગરીબ બાપની ધરે જન્મ લીધો મારાથી બનશે એ તમામ સુખ આ બાપ તને આપશે દીકરી આમ કહેતા કહેતા આંખ માંથી દળદળ આંસુ વહેવા લાગે છે પોતાના ખભા પરના ફાટેલ ટુવાલથી આંસુ લુછી સીમ તરફ રવાના થાય છે.

થોડા વર્ષો બાદ ...........


કહેવાય છે સમય પસાર થતા તો જરાક વાર પણ નથી લાગતી  પણ ગામના એ મેણા હજુયે એમ હતા.ખબર નહીં એ રસ્તા પરની દેવી સમાન શક્તિ સાથે એવું વતૅન કર્યા બાદ પણ શું ગર્વ હશે કે ના મારો દીકરો એમ તો એના કરતાં દીકરી સારી કે જે બે કુળને તારે .


         સમય બદલાયો હતો પણ આજે એ બાપની પરિસ્થિતિમાં શુન્યતહ તફાવત હતો . દીકરી એ પપ્પા સામે પોતાની વાત મુકી


​"પપ્પા , હુ હજુયે સારું ભણતર ભણવા માગું છું  ​​

પપ્પા તમે ના ન પાડતા "

 

ખીચામાં ભલે રૂપિયો ન હોય પણ એક બાપ પોતાની દીકરી માટે જો જીવ વ્યાજે મુકવો પડે તો પણ ન ખચકાય.


અરે બેટા અમે અત્યાર સુધી તને કયારેય રોકી છે તને જે ઠીક લાગે એ કર દીકરા પણ ખાલી એક વાતનું ધ્યાન રાખજે..

બાપની વાતને વચ્ચે જ કાપી એ બોલી


"યાદ છે આ હાથ ક્યારેય કોઈ સામે નહીં જોડવા દ‌ઉ "

મને બરોબર યાદ છે.


બાપની આ વેદના ન દીકરીને રોકી શકે ન કોઈ ગામમાંથી પૈસા આપે ....

અતયાર સુધી શાંત બેઠેલ માં બોલી

" તમે...તમે પૈસાનો મેળ કરી શકશો નહીં તો મારી પાસે નાકની ચુક છે એ આપણે સોનીને આપી દ‌ઈએ‌.


ત્યારે એ બોલે છે


ધરની લક્ષ્મીને દુઃખ સીવાય ક‌ઈ આપી તો નથી શકયો તારા પીયર તરફથી મળેલ ચુક પણ જો આજે તારે વેચવી પડે તો હું પતિ કેમ કહેવાવ, અને જો ઘરની સરસ્વતીને ભણવાની ના પાડુ તો બાપ કેમ કહેવાવ.


       એક માતાના કંઠ માથી અવાજ આવે છે અને જો હું એક ચુક માટે મારી દીકરીના સ્વપ્ન પર પાણી ફેરવુ એ કરતા તમે આ ચુક વેચી આવો.

       બાપ રસ્તામાંથી પસાર થાય છે સોનીની દુકાને પહોચે છે હજુ તો ચંપલ ઉતારે છે કે અવાજ આવે છે વાજિંયાને અંદર આવવાની મનાય છે જે જોતું હોય એ બારથી ને તું શું સોનું લેતો હતો તારી ઔકાત પણ નથી સોનું જોવાની.

         અરે શેઠ હું તો આ ચુક વહેંચવા આવ્યો છું જરા કિંમત કેટલી થાશે એ કહોને

    

  ઠીક છે ઠીક છે પણ અંદર ન આવતો બહાર જ ઊભો રહેજે.

    

  "  આલે આ તારા રૂપીયા ."


"શેઠ એક વિનંતી છે આ ચુક બને ત્યાં સુધી કોઈને દેતા નહીં ઘરની લક્ષ્મીની અમાનત છે હાથ જોડુ છું "


"ઠીક છે પણ એનું અલગથી વ્યાજ  આપવું પડશે ને જો કોઈ આ ચુક ખરીદવા ડબલ રૂપિયા આપશે તો તને નહીં મળે ."


"હા આપનો આભાર શેઠ ."


"હા હા હવે નીકળ ગરાઘીનો સમય છે હાલ."


ફરી આંખના એજ આંસુને જાતે લુછી આગળ વધે છે રસ્તા માં જતાં જતાં વિચાર કરે છે દીકરીને જમવા નું .......

      રસ્તામાં આવતી ફરસાણની દુકાન પાસે ઊભો રહી વિચાર કરે છે  જલેબી લઇ લવ પણ એનો એ હાથ ખીસામાં નાખીને જોવે અને મનોમન બળબળે છે ખીસામાં દીકરીને આપવા માત્ર દુઃખ છે ફરસાણ વાળા પાસે જ‌ઈ  કરગરવા લાગે છે કે જે દિવસે પોતાની પાસે પૈસા આવશે તે દીવસે પોતે આપી દેશે માંડ માંડ મથામણ બાદ પોતે અઢી સો જલેબી ખરીદે છે અને જતા જતા ફરસાણ વાળો પાછળથી બુમ પાડે છે

એય વાંઝિયા જો પૈસા ન આપી શકે તો આવતો રેજે મારા રસોડાના વાસણો સાફ કરવા પોતે હાથ જોડી આગળ વધે છે .

        શહેરમાં અભ્યાસ માટે જતી દીકરીને બાપ કહે છે દીકરા મહિના ના અંતે ફોન કરતી રહેજે ને તારૂ ધ્યાન રાખજે અને મારા શબ્દો...

અધવચ્ચે જ પિતાને થંભાવી પોતે ફરી બોલી હા "બરોબર યાદ છે નહીં ભુલુ."


થોડા વરસો પછી .....

​   ધણા વરસો વીત્યાં બાદ આજે ગામમાં દીવાળીનો પવૅ હતો પોતાની આર્થિક પરિસ્થિતિમાં વધવાથી આજે એ પતિ બાપ બનીને વેચી આવેલ ચુક ખરીદવા શેઠ પાસે જાય છે. પરિસ્થિતિ બદલાઈ હતી પણ એનો સમય એ જ હતો શેઠ દરવાજે રોકતા કહે છે

બહાર જ .....

"તારી ચુક વહેચાય ગ‌ઈ છે કાલે જ શહેરથી કોઈનો ફોન હતો મને બે ગણું ભાવ દેવા તૈયાર છે. ચાલ જા હવે રસ્તામાં ફરી એ ફરસાણની દુકાન આવે છે .પણ કોઈ કારણસર દુકાન બંધ હતી .

      ફરી એ આંસુ જાતે જ લુછી આગળ વધે છે .

     થોડે દુર પહોંચતાં પાછળથી અવાજ આવે છે

અરે ....ઓ તારી દીકરીનો ફોન છે શહેરથી 

તરત જ દોટ મૂકીને કરયાણાની દુકાન તરફ ફરે છે ખીચામાં રહેલ પાંચનો સિક્કો કાઢી દુકાનવાળાને આપે છે

"હાલો પપ્પા"

"દીકરા કેમ છે તારી તબિયત અને કેદી આવવાની છો"

"પપ્પા હું કાલે જ આવુ છું"

"સારુ દીકરા ધ્યાન રાખજે"


અડધી વાત સાથે જ ફોન કપાય જાય છે


દુકાનદાર કહે છે

પૈસા પુરા અને વાત પણ પુરી ચાલ ભાગ......


ફરી એનો એ લટકતો ચહેરો લ‌ઈ ઘર તરફ જાય છે


​    રસ્તામાં સરપંચ ક‌ઈક સુચના આપતા હોય ત્યાં જઈને પોતે ઊભો રહે છે   વીસ વર્ષ પહેલાંનું પોતાનુ દીકરી સામેનું અપમાન યાદ આવતા તે ઊભા રહેવાની બદલે ઘર તરફ ફરે રસ્તામાં લોકોને વાતો કરતા સાભળે છે કે ગામમાં મોટા અફસર આવવાના પણ પોતે વિચારે છે મને શું ફેર પડે​​ઘરે પહોંચતાં ચુલામાં ફુક મારતી માતાને પોતાની દીકરી ઘણા વર્ષો બાદ આવે છે એવા સમાચાર આપે માતા હસવા લાગે છે પણ થોડી વાર બાદ જાણે એના હાસ્ય પર ચંદ્ર ગ્રહણ થ‌ઈ ગયુ અને એ બોલી ઘરની પરિસ્થિતિ સારી થ‌ઈ ત્યાં લાગે છે ઉપરવાળો એ જોવા જ નથી માગતો જુવાન દીકરી ને ભણાવવા મે ...મે મારી સોનાની ચુક વેચી કાઢી અને આટલા વર્ષો બાદ આજે એને જણાવ્યું કે એ આવે છે   પૈસા પત્યા હશે





"​અરે તુ આવા વેણ કેમ બોલે છે આખરે એ આપણું સંતાન છે "

"​ આપણે એના સુખ માટે આટલું કર્યું તો આટલા વરસો  એને શહેરમાં શું કર્યું "

​"તારા આ પ્રશ્ર્નનો જવાબ પણ મળશે પણ તું ભુલેશ કે એ ખુબ સમજદાર છે "

​તમે સાંભળ્યું કાલે કોઈક અફસર મેડમ આવવાના છે ગામની વ્યવસ્થા અંગે નોંધ લેવા સાંભળ્યું છે હજુ હમણાં જ નિમણૂક થયા છે ને આપણા વિસ્તારના જિલ્લા વિકાસ અધિકારી છે . હું શું કહું આપણે પણ કાલે જ‌ઈશુ ને સભામાં .

​પણ......ઠીક છે જેવી તારી ઈરછા.

બીજા દિવસે

    ગામના સૌ લોકો  ઉત્સાહિત હતા કારણ કે અધિકારીના લીધે ગામમાં અટકેલ વિકાસ હવે વેગ પકડશે  પણ એક પીતા તો એની દીકરીને મળવા જ ઉત્સાહિત હતો  .

​       તમામ ગામવાસીઓ , નિવૃત્ત સરપંચ અને હાલ સરપંચ પદે રહેલ એમનો દીકરો બધા આતુરતાથી દુર રસ્તેથી આવતી સફેદ ગાડીની રાહ જોઈ રહ્યા હતા .

​અંતે ગાડી સભા મંડપની બાજુમાં ઊભી રહેતી જોઈ . સરપંચ તેમનું સ્વાગત કરવા આગળ જાય છે ગામવાસીઓ સૌ ઊભા થ‌ઈને જોવે છે . ફુલોથી સ્વાગત કરવા જતાં સરપંચ ના પગ થોભી જાય અને ગામ લોકોની નજર પણ સ્થિર થઈ જાય છે જ્યારે એ લોકો પોતાના વિસ્તારના અધિકારી મેડમને જુએ છે.

​    સૌ એકમેક ચરફ જોવા લાગે છે જાણે મેડમને પોતે ઓળખતા હોય પણ પેલા બાપની નજરુ તો હજુયે દીકરીને જોવા તળફળીયા મારતી હતી . બધા એક નજરે પોતાને જોતા હોય એવો ભાસ થતા વળી લોકોના કડવા વેણ સાંભળવા પડશે એવું વિચારી ઘરે જવાનું નક્કી કરે છે  પોતે ઉતાવળા પગે ઘરે જવા પગ ઉપાડે છે ........

​     ત્યાં અચાનક મધુર અવાજ  શાંત વાતાવરણમાંથી એ બાપના કાને પડે છે

​"પપ્પા" ............

​"દીકરા....?"

​​ગાડીમાથી ઉતરી દોડ મુકી દીકરી ફુલોના સ્વાગતને બદલે  બાપના આશીર્વાદ લેવા ગ‌ઈ બંનેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી પણ ....પણ... આ વખતે ખુશીના આંસુ હતા

​       ગામવાસીઓ પણ ખુશ થવા લાગ્યા કે આપણા ગામની દીકરીએ ગામનું ને બાપનું નામ ઉંચુ કર્યું .

​  અંતે એ બાપની દીકરી ગામવાસીઓને ઉદબોધન કરવા મંચ પર આવી  .

​         સરપંચ સાહેબ અરે નિવૃત્ત સરપંચ સાહેબ અભિનંદન આજે આપનો દીકરો સરપંચની પદવી પર છે પછી લાગવાગથી હોય કે .......તમે ભુલ્યા હશો પણ એ મારા શાળાનું પહેલા દીવસનુ  મારા પિતાનું અપમાન આજે  પણ મને બરોબર યાદ છે . અને અહિયાં બેઠેલા જે દીકરો તમારો કેવામા જ માત્ર દીકરો છે એ તમને ગમશે ને જેને દીકરી હોય એ શુ કહો છો તમે ......હા વાંઝિયા વાહ વાહ ભગવાન દીકરી એ લોકોને જ આપે છે જેનામાં દીકરીના ઉછેરની આવડત હોય .બસ આટલુ જ કહેવું છે બાકી ગામના અટવાયેલ  તમામ કામ થઈ જશે .

​    કાર્યક્રમ બાદ આજ ગામવાસીઓ સામે હાથ જોડીને નહીં પણ નમસ્કાર કરી ઘરે જતા ફરસાણની દુકાનમાં પૈસા આપવાનું યાદ આવે છે પિતાએ ગાડી રોકાવી કહ્યું મારે કરજ છે હુ પૈસા આપી આવુ પણ દીકરી બોલી પૈસા સેના ?

​ "તારા માટે મેં અઢીસો જલેબી લીધી હતી ત્યારના"

​"તમે બેસો હું આપી આવું  એમ પણ આ રસ્તાના રીપેરીંગનુ મારે કામ પણ છે "

​"હવે મને મારી ભુલ સમજાઈ આપણી દીકરી દીકરો છે"

"​પણ.....મને માફ કરી દે બાપ બની મેં તારી ચુક વહેચી તો દીધી પણ પતિ બની ફરી એ ચુક તને આપી ન શકયો"

"​જો એ ચુક વહેચી ન હોત તો .....તો કદાચ આજે પણ આપણે ...................."

​ "  આપણે .... શું  આપણે પપ્પા"

"​ના ક‌ઈ નહી ઘરે ચાલ મોડું થાય છે "

"​હા"

​ઘરે પહોંચતા પોતે કપરા સમયમાં વીતાવેલ એ ક્ષણ એને યાદ આવે છે પણ અંતેપોતાના પિતા ના સપોટથી અને મમ્મીની એ ચુકથી આજે આ જગ્યા પર છે એનો આનંદ છે જો પપ્પાની સંસ્કાર ન મળ્યા હોત તો આજે એનુ ભવિષ્ય પણ ક્યાંક ચીથરાની માફક હોત .

​મમ્મી આ લે ....તારી ચુક

​"મારી ચુક તારી પાસે ક‌ઈ રીતે આ તો.........

​"હા આ એ જ કિંમતી કાળજુ છે જે તે મારા માટે વેચી નાખ્યું "

​"પણ બેટ આ તારી પાસે આ તો હું ..."

​"સોનીની દુકાને વેચી આવયા હતા જયારે આ ચુક તમે વેચવા ગયા હું તમારી બધી વાતો સાંભળી રહી હતી આપમાન પણ તયારથી નક્કી કરી લીધું ક‌ઈક તો કરવું છે કે આ ચુક હેમખેમ એના માલીકને આપી શકું ‌.

​"આભાર તો અમારે તારો માગવો જોઈએ "

​"હા બેટા " આટલુ કહેતાની સાથે જ એ મમતાના મહીસાગરોના આંખ માથી ફરી મમતારૂપી નીર વહેવા ‌લાગયા .

​"દીકરી તે આ ઘરમા અંજવાળુ આપયુ છે "

"​પપ્પા દીકરી નહીં દીકરો જ છું તમારો"


































ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ