વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જલપરીની પ્રેમકહાની - 3

  ( આગળ ના ભાગ માં આપણે જોયું કે રાજકુમાર ફિલિપ અને હેલેના બંને સમુદ્ર ની વચ્ચે મળે છે જ્યાં હેલેના રાજકુમાર  ફિલિપ ને પોતાના બાળપણ ની કહાની સંભળાવે છે જે સાંભળ્યા પછી ફિલિપ ને પોતાની અને હેલેના ની બાળપણ ની બધી જ વાતો યાદ આવી જાય છે. )


હવે આગળ..


     ફિલિપ,  હેલેના ને પોતાની સાથે આવવા માટે કહે છે. પરંતુ હેલેના તેને અત્યારે સાથે આવવાની ના પડે છે. તે કહે છે કે જયારે મૌસમ નો પહેલો બરફ નો વરસાદ પડશે ત્યારે તે ફિલિપ ને મળવા ધરતી પર આવશે. દૂર થી આ બધું જોતો ડેવિડ સમજી જાય છે કે જો જલપરી ને પાછી પકડવી હોઈ તો તેણે આ બંને ઉપર નજર રાખવી પડશે.


      બીજે દિવસે ફિલિપ ના પિતા એટલે કે મિલાન ના રાજા મુખ્યા ડેવિડ ને મળવા માટે તેને ત્યાં જાય છે.ત્યાં જઈ ને તેમને ડેવિડ ની અસલિયત ખબર પડી જાય છે જેથી ડેવિડ તેમના જમવામાં આપેલા ફળો માં ઝેર નાખી તેમને મારી નાંખે છે અને તેમની લાશ ને સમુદ્ર કિનારે ફેંકી દે છે.સવાર પડતા ની સાથે જ ગામના લોકો ને સમુદ્ર કિનારે પોતાના રાજા ની લાશ મળતા તેઓ આ વાત ની જાણ રાજકુમાર ફિલિપ ને કરે છે.પોતાના પિતાની મૃત્યુ ના સમાચાર મળતા તે તુરંત જ ત્યાં પહોંચી જાય છે.પોતાના પિતાની આ હાલત જોય તે તેના સૈનિકો ને આદેશ આપે છે કે જેને પણ તેના પિતાની હત્યાં કરી છે તેને જલ્દી થી જલ્દી પકડી તેની સામે હાજર કરે.જ્યાં સુધી, એ પકડાય નહિ જાય ત્યાં સુધી તે પોતાના પિતાના અંતિમ સંસ્કાર નહિ કરે.


     થોડા સમય પછી ગામ માં અજીબ ઘટના બને છે. ગામ ના લોકો ની રોજિંદી જરૂરિયાત ની વસ્તુ ઓ જેવી કે કપડાં, પગરખાં  વગેરે અચાનક થયા ગાયબ થઈ ગયા હોઈ છે ને તેની બદલે સમુદ્ર ના સાચા મોતી  ત્યાં પડેલા હોય છે. આ વાત ની જાણ મુખ્યા ડેવિડ ને થાય છે. તે સમજી જાય છે કે જલપરી રાજકુમાર ફિલિપ ને મળવા અહીં આવી ગઈ છે. જલપરી પોતાના આખા જીવનકાળ દરમિયાન એક જ વ્યક્તિને પ્રેમ કરે છે અને પોતાનું આખું જીવન તેને સમર્પિત કરી દે છે. જયારે જલપરી કોઈ ની કઈ વસ્તુ લે છે ત્યારે તે તેના બદલા માં તેની કિંમત અચૂક ચૂકવે છે આ વાત ડેવિડ જાણતો હતો.

   

       ડેવિડ જેટલો શૈતાન અને કૂટનીતિ નો હતો તેની પત્ની મેલિશા પણ તેવી જ હતી. ડેવિડ પોતાની પત્ની ને ગામ માં આવી અફવા ફેલાવાનું કહે છે કે સમુદ્ર માંથી એક જલપરી આવી છે જે ગામ ના બધા લોકો ને મારી નાખશે અને આખા ગામ નો વિનાશ કરી નાખશે. આ માટે તેણે સમુદ્ર માં જતી મછવારા ઓ ની હોડીઓ ગાયબ કરી દેવાનું કાવતરું ઘડ્યું. જેથી તે ગામ ના લોકો ને વિશ્વાસ દેવડાવી શકે કે આ બધું જલપરી જ કરી રહી છે.ડેવિડ ની પત્ની આ અફવા આખા ગામ માં ફેલાવી દે છે જેના લીધે ગામ ના લોકો ડરી જાય છે ને સમુદ્ર ની આસપાસ એક કંટાળી વાડ બનાવી દે છે. ડેવિડ પોતાના ખાસ માણસો ને જલપરી ને પકડીને અહીં લાવવાનો આદેશ આપે છે અને કહે છે કે જલપરી ના પગ સૌથી નબળા હોય છે તેથી તેના પગ પર વાર કરવાનું કહે છે.



     આ બાજુ જલપરી રાજકુમાર ફિલિપ ને શોધવા ગામ માં આવી જાય છે.ધરતી પર ની દુનિયા તે પેલી વાર જ જોતી હોય છે.તેથી તેની માટે આ બધું નવું જ હોય છે.રસ્તા પર ના વૃક્ષો અને લોકો ને જોતી તે આગળ વધે છે ત્યાં બરફ નો વરસાદ ચાલુ થાય જાય છે.આખું વાતાવરણ નયનરમ્ય થઈ ગયું હોય છે ત્યાં જ ડેવિડ ના માણસો આવી જલપરી પર હુમલો કરવા જઈ જ રહ્યા હોઈ છે કે અચાનક રાજકુમાર ફિલિપ ત્યાં આવી જાય છે અને જલપરીને બચાવી લે છે.



    ત્યાર બાદ ફિલિપ, જલપરી ને એક સુરક્ષિત જગ્યા પર લઈ જાય છે. જ્યાં એક ફલાવરપોટ હોઈ છે જેના પર  એક મનુષ્ય અને જલપરી ની તસ્વીર,  ફિલિપ એ બનાવેલી હોઈ છે.જલપરી એ ફલાવરપોટ નિહારતી હોય છે ત્યારે ફિલિપ તેને કહે છે કે આ તસ્વીર  આપણા ભવિષ્ય ની છે.ઘણા વર્ષો પછી આપણા પુનર્જન્મ થશે. તેનું પૂર્વજ્ઞાન થતા તેણે આ તસ્વીર બનાવી છે.ફિલિપ ને કંઈક કામ આવી જતા તે હેલેના ને ત્યાં જ રાખી બહાર ચાલ્યો જાય છે.ડેવિડ ના ગુપ્તચરો દ્વારા જલપરી ક્યાં છે એ ડેવિડ ને ખબર પડી જાય છે.ડેવિડ પોતાની પત્ની મેલિશા ને ગમે તેમ કરી ગામ ના લોકો ને ત્યાં લઈ જઈ જલપરી ની ખિલાફ ઉશ્કેરવા કહે છે. તેથી ડેવિડ ની પત્ની એક યુક્તિ કરે છે.તે એક સ્ત્રી ને ભવિષ્ય જાણકાર છે અને જલપરી ક્યાં છે એ તેને ખબર છે એમ કહી ગામ લોકો સામે રજુ કરે છે અને ગામ લોકો ને લઈ ને જ્યાં જલપરી છે ત્યાં પહોંચી જાય છે.આ વાત ની ખબર રાજકુમાર ફિલિપ ને પડતા તે તુરંત જ જલપરી પાસે જવા નીકળી પડે છે.



    બીજી બાજુ ડેવિડ ની પત્ની આવવાની છે એ વાત  ફિલિપ ના ખાસ માણસ એડવિન ને ખબર પડે છે તેથી તે હેલેના ને એક ગુફા માં લઈ જાય છે અને જ્યાં સુધી ફિલિપ ના આવે ત્યાં સુધી તેને ત્યાં છુપાઈ રહેવા કહે છે.હેલેના ને પેલા જ્યાં રાખી હોય છે ત્યાં ફિલિપ જઈ ને જુએ છે  તો  ત્યાંની બધી વસ્તુ ઓ અસ્તવ્યસ્ત પડી હોય છે આ જોય ને ફિલિપ ને હેલેના ની વધારે ચિંતા થાય છે.


      

      ડેવિડ ના લોકો હેલેના નો પીછો કરતા કરતા ગુફા સુધી પહોંચી જાય છે.ત્યાં જ ફિલિપ નો ખાસ માણસ એડવિન ત્યાં પહોંચી જાય છે.તે હેલેના ને બચાવવાનો બનતો પ્રયત્ન કરે છે પણ તે નિષ્ફળ જાય છે.આખરે ડેવિડ ના લોકો એડવિન ને ઘાયલ કરી દે છે અને હેલેના ને  ડેવિડ ની પત્ની મેલિશા પાસે લઈ જાય છે.મેલિશા તેને પોતાના ઘર ની પાછળ ગોડાઉન માં છુપાવી દે છે.



      ફિલિપ બધી જગ્યા એ હેલેના ને શોધે છે પણ તે ક્યાય મળતી નથી અંતે તે ગુફા પાસે આવે છે ત્યાં તેને એડવિન ઘાયલ હાલત માં મળે છે. ફિલિપ તેને પૂછે છે કે તેની આવી હાલત કોણે કરી ત્યારે તે કહે છે કે ડેવિડ ના લોકો તેને ઘાયલ કરી હેલેના ને અહીં થી લઈ ગયા છે .આ સાંભળતા જ ફિલિપ ડેવિડ ને મળવા તેને ત્યાં પહોંચી જાય છે.ફિલિપ ને આવતા જોય ડેવિડ જાણે કઈ જ ના બન્યું હોય એમ તેને આવકારે છે અને ભોજન માટે કહે છે.ભોજન માં આપેલા ફળો જોઈ  ફિલિપ ડેવિડ ને પૂછે છે કે આ ફાળો તો આપણા રાજ્ય ના નથી લગતા ત્યારે ડેવિડ કહે છે કે તે આ ફળો બીજા રાજ્ય માંથી અહીં મગાવે છે.આ ફળો ની વિશેષતા એ છે કે ફળ ની છાલ માં ઝેર હોઈ છે જેને ખાવાથી માણસ મૃત્યુ પામે છે.ફિલિપ સમજી જાય છે કે આ એજ ફળ છે જેના દ્વારા તેના પિતાની હત્યાં થઈ છે અને એ હત્યાં ડેવિડે જ કરી છે. તે પોતાના સેનિકો ને ડેવિડ ને અને તેની પત્ની ને બંદી બનવાનો આદેશ આપે છે.હેલેના ક્યાં છે એ ડેવિડ ની પત્ની જ જાણતી હોઈ છે તેથી ફિલિપ તેની પાસે જઈ ને હેલેના વિશે પૂછે છે પણ મેલિશા એ અજાણ બને છે તેથી ફિલિપ ને ગુસ્સો આવે છે અને એ પોતાની તલવાર મેલિશા ની ગરદન પર રાખી કહે છે કે જો તે હેલેના ક્યાં છે એ નહિ કહે તો અત્યારે જ તલવાર તેની ગરદન ની આરપાર કરી દેશે.આ સાંભળી મેલિશા ડરી જાય છે અને હેલેના ક્યાં છે એ કહી દે છે.



     ફિલિપ જલ્દી થી હેલેના પાસે પહોંચે છે ત્યાં જઈ ને જુએ છે તો હેલેના બેહોશી ની હાલત માં પડી હોય છે તેના શરીર પર માર ના નિશાનો હોય છે.તેની બાજુમાં એક ટોપલા માં સમુદ્ર ના મોતી પડ્યા હોઈ છે.કહેવાય છે એક જલપરી જયારે રડે છે ત્યારે તેના આંસુ ઓ કિંમતી મોતી બની જાય છે.ફિલિપ હેલેનાને  બેહોશી ની હાલત માં લઈ ને પોતાના મહેલ તરફ નીકળી પડે છે.




ક્રમશ....




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ