વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આંખલડી ભીંજાય..



સુની સુની સીમમાં તાત જુએ તારી વાટ

વાટુ જોતા કોરીકોરી આંખલડી ભીંજાય

રહીસહી આશ ઉંબર ઓળંગી છલકાય..


કણના મણ કરવા માંડી'તી ચતી બાજી

મંદિરે થાય શંખનાદ, તોય સામે ઉભો ન સાંભળે સાદ

દોરડા સંગ આલિંગે સૂકી શાખ, એ પહેલાં રાખી લે લાજ..


જલદ પધાર્યા લઈને કંકોત્રી સાવનની

મુકાયા હરખભેર આંધણ લાપસીના ઘેરઘેર

આભલો વરસ્યો આજ મન મૂકી ઠેરઠેર..


વનરાવનની વનરાઈ ઝૂમે લાગી નવતર શાખ

મોરલીયા ટહુક્યા ને મનડું ગોરંભાયું

થયો સ્પર્શ પર્જન્યનો ને દલડું હરખાયું..


પિયુ પ્રીતના છાંટા, ફોરાં, ફરફરની ઝંખનામાં

એકાંતે ઢોલિયામાં ડૂમો ઘૂંઘવાય મૂશળધાર

ઉપર વરસે અવળસવળ વાદળ સાંબેલાધાર..



હિલોળે ચઢ્યા ચાતક, થયું વેરીલું સ્મરણ

સાજન વિરહમાં રાહ દેખું આઠેય પ્રહર

કોરુંકોરું રુદીયું વલખા મારે ભીતર..


ઉઘડ્યા દ્વારને આયખાને ઉરે ઉજાસ પ્રગટ્યો

ઓચિંતા આવી વ્હાલા વાલમે મુજને થીજવી

લઈ આગોશે સ્નેહ અમરતે ભીંજવી..


વરસી પડ્યા પ્રેમ નિરદ અનરાધાર

હાશ અંતર ઓગાળતી આ મોસમ આવી

કોરાકટ્ટ અંતરે લીલુડી ભીનાશ વ્યાપી


માનસી પટેલ"માહી"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ