વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વર્ષાની હેલી

     * વર્ષાની હેલી *
(અછાંદસ)
- વિક્રમ સોલંકી'જનાબ'

" જામી છે આજ આ વર્ષાની હેલી,
  બની જાણે પ્રિયતમા કોઈ ઘેલી..

  ઓળઘોળ થઈ આજ ધરા પર,
  જાણે આવી સર્વ લજ્જાને ઠેલી..

  મનડું ભીંજાય ને અંતર હરખાય,
પલળવુ છે હવે ઝટ ઉઘાડો ડેલી..

  મઘમઘી રહી છે આજ ધરા મહીં,
  સોડમ પ્રસરાવી રહી  માટી પેલી..

  મદમસ્ત બનીને મોગરો બાગ મહીં,
  શરમાઈ રહી છે કેવી જુઓ ચમેલી..

  દોટ મૂકી છે આ તો કેવી સવિતાએ!
  જાણે કહી રહ્યો સીંધુ આવજે વેલી..."

- વિક્રમ સોલંકી'જનાબ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ