વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જલપરીની પ્રેમકહાની - 4

  ( આગળ ના ભાગ માં આપણે જોયું કે રાજકુમાર ફિલિપ હેલેના ને ડેવિડ ની કેદ માંથી છોડાવી લે છે પરંતુ  હેલેના ની હાલત બહુ ખરાબ હોવાથી તે બેહોશ થઈ ગઈ હોય છે. તેથી બેહોશી ની હાલત માં જ ફિલિપ તેને પોતાના મહેલ લઈ જાય છે.)


હવે આગળ..



        પોતાના પિતાની હત્યાં ના ગુનાહ માં અને હેલેના ની આવી હાલત કરવા માટે ફિલિપ તેના સૈનિકો ને ડેવિડ અને તેની પત્ની ને કેદ કરવાનો આદેશ આપે છે.

હેલેના ના હજી હોશ માં નથી આવી હોતી તેથી ફિલિપ રાજવૈદ્ય ને બોલાવે છે રાજવૈદ્ય હેલેના ની નાડી તપાસી ફિલિપ ને કહે છે કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. ગામ લોકો જે કહે છે એ સાચું જ કહે છે કે આ એક જલપરી છે.તેની હાલત જોઈ ને એવું લાગે છે કે જો આ વધુ સમય માટે ધરતી પર રહી તો એ જીવશે નહિ મૃત્યુ પામશે.માટે તેને પછી સમુદ્ર માં મોકલી દેવી જોઈએ.


       ત્યાર બાદ ફિલિપ એક સપનું જોવે છે જેમાં પૂનમ ની રાતે તે અને હેલેના સમુદ્ર ની અંદર જ મૃત્યુ પામે છે.આ સપના ની વાત તે રાજવૈદ્ય ને કરે છે.આ સાંભળી રાજવૈદ્ય કહે છે કે પૂનમ ની રાત ને હવે માત્ર 20 દિવસો જ બાકી રહ્યા છે.આ સાંભળી ફિલિપ ને હેલેના ની ચિંતા થવા લાગે છે.ફિલિપ પોતાના હાથ માં પહેરેલ કંગન હેલેના ને પહેરાવી દે છે.


       થોડી વાર પછી હેલેના ને હોશ આવે છે.હોશ આવતા જ હેલેના સમુદ્ર માં પરત ફરવાની વાત કરે છે.તે કહે છે કે જો આપણે પોતપોતાની દુનિયા માં રેહશી  તો જ આપણે જીવતા રહેશુ ને આપણો પ્રેમ પણ જીવતો રહેશે.આ સાંભળી ફિલિપ કહે છે કે તે ભલે સમુદ્ર માં રહેવા જતી રહે પણ આ વખતે તે ફિલિપ ની યાદશક્તિ નહિ મિટાવે.હેલેના તેની વાત માની સમુદ્ર માં જતી રહે છે.


      થોડા દિવસો પછી પૂનમ ની રાત આવી જાય છે.ફિલિપ તેના ખાસ માણસ ને જણાવે છે કે પોતે જોયેલા સપના માં તે પણ હોય છે આ સાંભળી તેનો માણસ તેને કહે છે કે તો આવતા જન્મ માં પણ હું તમારી સાથે તમારો ખાસ બની ને જ રહીશ ત્યારે ફિલિપ તેને કહે છે કે આવતા જન્મ માં તે એનો મિત્ર બનીને જન્મે.ત્યાં જ ફિલિપ ને સમાચાર મળે છે કે ડેવિડ તેની કેદ માંથી ભાગી ગયો છે.આ સાંભળી ફિલિપ સમજી જાય છે કે હવે ડેવિડ હેલેના ને પકડવા માટે સમુદ્ર માં જશે. તેથી તે પોતાના ખાસ સૈનિક યુરિક અને બીજા સૈનિકો ને લઈ ને સમુદ્ર તરફ નીકળી પડે છે


       બીજી બાજુ ડેવિડ અને તેના માણસો હેલેના ને પકડવા એક કાવતરું ઘડે છે તે આકાશ માં ફાનસ ઉડાવે છે જેથી હેલેના તેને ફિલિપ નો ઈશારો સમજી મળવા ઉપર આવી જાય.દૂર થી આવતા ફિલિપ ને આકાશ માં ફાનસ દેખાતા તે સમજી જાય છે કે આ કામ ડેવિડ નું જ છે તે જલ્દી થી ત્યાં પહોંચે છે.ત્યાં સુધી માં તો ડેવિડ ના માણસો એ સમુદ્ર માં જાળ ફેંકી દીધી હોઈ છે જેથી હેલેના તેમાં ફસાઈ જાય.પણ તે આટલી આસાની થી એમાં ફસાતી નથી તેથી ડેવિડ તેના માણસો ને હેલેના પર તિર મારવા કહે છે કેમ કે હેલેના નું મૃત શરીર પણ એટલું જ કિંમતી હોય  છે.આટલી વાર માં ફિલિપ ત્યાં પહોંચી જાય છે અને ફિલિપ તથા ડેવિડ વચ્ચે યુદ્ધ થાય છે.સમુદ્ર માં ફેંકેલા તિર માંથી એક તિર હેલેના ને લાગી જાય છે ત્યાં તરત જ  ડેવિડ એક મોટો ભાલો ઉઠાવી હેલેના તરફ ફેંકે છે.  આ જોય ફિલિપ સમુદ્ર માં કૂદી જાય છે અને હેલેના તરફ આવતો ભાલો તેને લાગી જાય છે.આ જોઈ હેલેના તેને ભેટી પડે છે અને ફિલિપ ના પેટ માં લાગેલો ભાલો પોતાના પેટ ની આરપાર કરી દે છે.છેલ્લે પોતાના અંતિમ શ્વાસ લેતા લેતા તેમને પોતાના બાળપણ ની વાત યાદ આવે છે હેલેના ફિલિપ ની કહે છે કે,


      "આપણે આવતા જન્મ માં પણ આ જ રૂપ માં જન્મીશું ! હું એક જલપરી અને તૂ એક મનુષ્ય. જેથી આપને આપણો પ્રેમ યાદ રહે."


       ત્યાર બાદ ફિલિપ અને હેલેના ના આ જન્મ ની પ્રેમ કહાની અહીં જ સમાપ્ત થાય છે.છેલ્લે હેલેના ના હાથ નું કંગન જે ફિલિપે તેને આપેલું એ સમુદ્ર માં ઊંડે ગરકાવ થઈ જાય છે.


      તો મિત્રો, રાજકુમાર ફિલિપ અને જલપરી હેલેના ની આ પ્રેમ કહાની અહીં જ પૂરી નથી થતી.હવે આગળ ના ભાગ માં આપણે ફિલિપ અને હેલેના ના બીજા જન્મ ની એક અલગ જ પ્રેમકહાની જોઇશુ.જે ખૂબ જ મજેદાર છે.  જેમાં આપને ફિલિપ ની smartness અને હેલેના ની medness with cuteness જોવા મળશે.તો મળીશુ હવે આગળ ના ભાગ માં.


ક્રમશ...




     












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ