વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું કોણ?

ઑરિજિનલ આવૃત્તિ:


હું કોણ?

નાનકડા   બાળક    જેવી     સરળ હું?

કે અધૂરા કોયડા જેવી ગૂંચવાયેલી હું?

છાયડાંમાં    સંતાયેલી    લપાયેલી હું?

કે તડકાના ટુકડાઓથી શણગારેલી હું?

શુષ્ક પાંદડાંઓ જેવી સાવ વિખરાયેલી હું?

કે મોતીની  સુંદર  માળામાં  પરોવાયેલી હું?



હું કોણ?

આકાશની ઊંચાઈથી અંજાયેલી  હું?

કે દરિયામાં મોતી સમ ધરબાયેલી  હું?

ઉઘડેલી    પુસ્તકના   પાના     જેવી    હું?

કે વર્ષોથી બંધ દરવાજાના તાળા જેવી હું?

અરીસામાં દેખાતી વાસ્તવિકતા જેવી હું?

કે રણમાં અનુભવાતા ઝાંઝવા  જેવી  હું?


હું કોણ?

અધૂરા કાવ્યનો અણકહ્યો સાર્થ હું?

કે પુર્ણ વાર્તાનો અંતિમ બોધપાઠ હું?

વહી ગયેલા અશ્રુઓનો ભૂતકાળ હું?

કે હાસ્યથી ભરપૂર આવતી કાલ  હું?

ઉતરતી ચઢતી જીંદગીનો આભાસ  હું?

કે  મૃત્યુ   પેહલાનો  અંતિમ   શ્વાસ હું?


આતેકા વલીઉલ્લા


   જાદૂઈ સ્પર્શ પછી તૈયાર થયેલી આવૃત્તિ


હું કોણ?


નાના બાળક જેવી ચંચળ અને સરળ?

કે ગાણિતિક સજ્ઞા જેવી અનર્ગળ?


છાયામાં બેરંગ સંતાયેલી માયા?

કે તડકાનો શણગાર સજેલી કાયા?


શુષ્ક પાંદડાંઓ જેવી વિખરાયેલી?

કે મોતી જેમ એકસૂત્ર પરોવાયેલી?


આકાશની ઊંચાઈથી અંજાયેલી?

કે દરિયાની ગહેરાઈમાં સમાયેલી?


ખુલ્લી ડાયરીના લખેલા શબ્દ?

કે કોઈ બંધ ઘરમાં કેદ નિ:શબ્દ?


અરીસામાં દેખાતી કોઈ વાસ્તવિકતા?

કે તરસ્યા મૃગને ભરમાવતી ભ્રમણા?


અધૂરા કાવ્યનો અણદિઠો અંત?

કે કોઈ પુર્ણ વાર્તાનો સાર્થ અંત?


વહી ગયેલા અશ્રુઓનો ભૂતકાળ?

કે હાસ્યથી ભરપૂર આવતી કાલ?


ચડતી ઉતરતી જીંદગીનો પ્રાસ?

કે મૃત્યુ પેહલાનો અંતિમ શ્વાસ?


કોઈ કહેશો મને...

હું કોણ?


(તા. ક આ કાવ્યને પ્રકાશ ભાઈએ પોતાનો જાદૂઈ સ્પર્શ આપી નવેસરથી રચી આપી)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ