વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદ ની ભીંજાયેલી સડક

       હેલો મિત્રો મારી આ વાર્તા વરસાદ ની ભીંજાયેલી સડક નો પેલો ભાગ કોઈ કારણોસર નીકળી ગયો હોવાથી હું આવનારા વાંચકો માટે ફરી વાર રજૂ કરું છું. માટે જે વાંચક મિત્રો એ આ ભાગ વાંચી લીધેલો છે તેને થતી અસુવિધા બદલ હું માફી માંગુ છું.

    

    

       અત્યારે વરસાદ ની ઋતુ ચાલી રહી છે. બધી બાજુ હરિયાળી છવાયેલી હોય છે જેથી આખું વાતાવરણ નયનરમ્ય થઈ ગયું હોઈ છે. આવા વરસાદી વાતાવરણ માં મુસાફરી કરવાની કંઈક અલગ જ મજા આવે છે એમાં પણ જ્યાં હરિયાળી હોઈ તેવા સ્થળો માં ફરવા જવાનુ વધુ ગમે છે.



    આ વાર્તા ચાર સહેલી ઓ ની છે. કૃતિકા, ભૂમિ, રુહી અને રીના. આ ચારેય સહેલીઓ આમ તો શહેર માં રહે છે પરંતુ અત્યારે કોલેજ ની રજા હોવાથી તેઓ  કૃતિકા ના ગામડે આવેલી હોય છે.કૃતિકા ને પેલે થી જ ગામડા માં રહેવાનો બહુ શોખ હતો પણ ભણતર માટે તે શહેર માં રહેતી હતી તેથી જયારે પણ તેના કોલેજ ની રાજાઓ આવતી ત્યારે એ રાજાઓ માનવા માટે ગામડે આવી જતી.

   

     

     આ વખતે પણ કોલેજ ની રાજાઓ પડતા તેણે ગામડે આવાનો પ્લાન બનાવી લીધો. પણ આ વખતે તેની સહેલીઓ પણ ગામડા માં વરસાદી વાતાવરણ ની મજા લેવા માટે તેની સાથે આવી હતી.

  

     

      ગામડે પહોંચતા ની સાથે જ તેઓ ગામડાનું વાતાવરણ જોય ને ખુશખુશાલ થઈ ગયા. ગામડા માં આવી કોઈ નું પણ મન પ્રફુલ્લિત થઈ જાય. એટલે જ તો લોકો રાજાઓ માં ગામડે આવાનું  વધુ પસંદ કરે છે.  ગામડે આવી તેઓ એ બપોર જમ્યા બાદ થોડોક આરામ કર્યો અને પછી સાંજે આમ તેમ ફરી પાછા ઘરે આવી ગયા ત્યાં રાત ના જમવાનો સમય થઈ ગયો. રાતે જમવાનું પતાવી કૃતિકા ને લોન્ગ ડ્રાઈવ પર જવાનો વિચાર આવ્યો.રાત ના લગભગ 12 વાગે બધા ના સુઈ ગયા પછી કૃતિકા અને તેની ત્રણેય સહેલીઓ કાર લઈ  ને લોન્ગ ડ્રાઈવ પર નીકળી ગયા.પણ તેઓ ને ક્યાં ખબર હતી કે આ લોન્ગ ડ્રાઈવ તેમના જીવન ની યાદગાર લોન્ગ ડ્રાઈવ બની જવાની છે



     પ્રકૃતિ ને નિહારતાં નિહારતાં તેઓ ક્યારે ગામડા ની બહાર નીકળી ગયા અને હાઈવે પર આવી ગયા એ ખબર જ ના પડી. રાત નો સમય એમાં પણ વરસાદ ચાલુ હતો એટલે હાઈવે પર કૃતિકા ની કાર સિવાય બીજુ કોઈ વાહન હતું નહિ આખો રસ્તો સુમસામ હતો. ચારેય સહેલીઓ માં ભૂમિ સૌથી વધુ ડરપોક હતી. તેથી તેને ડર લાગી રહ્યો હતો. આ હાઈવે અંધકાર માં એક દમ ડરાવનો લાગતો હતો એમાં પણ હાઈવે ની બંને બાજુ નો જંગલ વિસ્તાર હાઈવે ને વધુ ડરાવનો બનાવતો હતો. કાર હાઈવે પર આગળ વધી રહી હતી એવામાં ભૂમિ એ હાઈવે પર એવું કંઈક જોયું કે તેની ચીસ નીકળી ગઈ...



ક્રમશ...




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ