વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જૂની ડાયરી

કેટલીક યાદો, કેટલીક વાતો, હજુ પણ રાખી સાચવી છે,

ભરી ભરી ને ઠાલવી લાગણી, સાચવતી જૂની ડાયરી છે...

આપણે ત્યારે હસ્યા'તા અને ઝઘડો કરીને રડ્યા'તા, 

ઘણું હતું રહી ગયેલું કહેવાનું, એ શબ્દો પણ કંડાર્યા'તા;

આજે ફરી એ જ હાસ્ય અને રડવાની ઈચ્છા આવી છે, 

ભરી ભરી ને ઠાલવી લાગણી, સાચવતી જૂની ડાયરી છે...

થોડી સસ્તી રાખી છે જરાં, કોઈની નજરે આવે નહીં, 

ચિતરામણ પણ ઘણું કર્યું છે, એટલી સાદગી પણ ભાવે નહીં;  

ફૂલોની પાંદડીઓ કાંટા ને સંગ, ભેગી અમાનત રાખી છે, 

ભરી ભરી ને ઠાલવી લાગણી, સાચવતી જૂની ડાયરી છે...

પટારો છે હૃદયનો મારો, એની ચાવી સંભાળી રાખી છે, 

આમ તો બસ શબ્દોથી ભરેલી, એમાં રાખી દુનિયા મારી છે; 

બોલે કયારેય કશુંય નહીં, પણ સહેલી મારી પાક્કી છે, 

ભરી ભરી ને ઠાલવી લાગણી, સાચવતી જૂની ડાયરી છે...

મેઘ - આદિથી સ્વપ્નિલ

ગાંધીનગર 03092020

ટિપ્પણીઓ

તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ