વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આગમન

(કવિતા)

- હરિ પટેલ

આજ કોનું આગમન થયું છે એવું ખાસ ?

વરસે મુશળધાર મેહુલિયો ઠેરઠેર ચોપાસ !

કોણ ધબકી રહ્યું આવીને  મારી પાસ ?

મેઘગર્જન કરે મારી છાતીમાંના શ્વાસ !

કાળાંડિબાંગ આભલામાં દમકે છે વીજ,

ઉરને અંબરે  ઘેરાય અષાઢી રે બીજ !

શ્રાવણિયો  છલકાયો  શિવમંદિરને દ્વાર !

નેણોમાં છલકે  હેલી  નેહની  અપાર  !

ભાદ્રપદની ઝરમર ધારે ગુંજન કોનું થાતું ? 

ગુલાબની કોમળ કળીએ ભ્રમર કરતો વાતું !

આસોની મંડળી ઊમટી,મેઘ ચડ્યો તોફાને !

ઘરને મોભે મોરલો ટહુક્યો તાતાથૈયા તાલે !

વન-ઉપવન નર્તન કરે, ઝરણાં ગીતો ગાતાં,

સપ્તરંગી મેઘધનુષો  હૈયા  ભીતર  રચાતાં !

ખેતર વચ્ચે ચાડિયો ઊભો તાકે કેમ આજે ? 

વગડો લીલાં વસન પ્હેરી સજ્જ કોની કાજે ? 

સરિતા-સરવર ને નાળાં જળે જાયે છલકાતાં !

કોણ ચીતરાય ભીતર મારે ઝીણેરું મલકાતાં ? 

અધરે કોણ ધરી રહ્યું રસીલા મદહોશ જામ ?

ખોવાતી ગઇ હું ને ખોવાતું જાય  ગામ !

એકાંત તૂટ્યું ઓરડાનું: કોણે ભીડ્યાં  દ્વાર ?

અંગે અંગ ભીંજાતું મારું, રૂદિયું કરે સવાલ !

***

© Hari Patel 

58, Balaji Green Garden City,

Talod, Sabarkantha -383215

Mo. 9998237934    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ