વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવ રે મેહુલિયા

આવ રે, આવ રે, આ..વ રે.

ઓ મેહુલિયા મારા ગામ રે.(2)


જગતનો તાત હું, ધરતીનો લાલ રે,(2)

છું તુજબીન હું, અના...થ રે.

             આવ રે,આવ રે…

 

મોરલા ટહુકીને વન રે...ગજવતા,

મીઠા તે ટહુકે તુને બોલવતાં,(2)

અમને ન કરજે, તું  નિરા...શ રે.

           આવ રે, આવ રે...

આવું રે, આવું રે, આ...વું રે.

ઓ જગતના તાત, કેમ કરી આવું રે?

જંગલો નાશ થયા, શહેર ખુબ વધ્યાં(2)

નથી કોઇ વૃક્ષ, ઉછેરતું રે!

                 આવું રે, આવું રે...

 

વ્હાલા તને પુત્રો, વૃક્ષો મને વ્હાલા.(2)

વૃક્ષો છે, મારા બા...ળ રે…                      

                આવું રે, આવું રે...

 

વાવો રે, વાવો રે, વા..વો રે.

પહેલા વાવો બે વૃક્ષો, જતન કરો હેતથી (2)

પછી તું મને બોલાવ રે...

 

આવું રે, આવુંં રે, આ...વુ રે,

ઓ જગતના તાત, હું આવુંં રે.(2)

 

                   

 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ