વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જલપરી ની પ્રેમકહાની - 2

    ( આગળ ના ભાગ માં આપણે જોયું કે રાજમુકર ફિલિપ જલપરીને મુખ્યા ડેવિડ ની કેદ માંથી મુક્ત કરાવે છે. થોડા દિવસો પછી ફિલિપ અને જલપરી ની પાછી મુલાકાત થાય છે પણ તે અધૂરી રહી જાય છે જેથી ફિલિપ જલપરીને ને બીજી વાર મળવા માટે પૂછે છે ત્યારે જલપરી કહે છે કે જયારે આકાશ ફાનસ ની રોશની થી ઝગમગી ઉઠશે ત્યારે આપણે ફરી મળીશુ)


હવે આગળ...


       બીજે દિવસે રાત ના સમયે આખું આકાશ ફાનસ થી ઝળહળી ઉઠ્યું..

     

       જલપરી ને સમુદ્ર ની અંદર થી બહાર ની બાજુ થી રોશની આવતી દેખાઈ તેથી તે તરત જ સમુદ્ર ની ઉપર આવે છે.

        બહાર આવીને તે જુએ છે તો આખું આકાશ ફાનસ થી ઢંકાઈ ગયું હોઈ છે ચારે બાજુ રોશની ફેલાઈ ગઈ હોઈ છે.અને આ રોશની ની વચ્ચે સામેથી તેને રાજકુમાર ફિલિપ આવતા દેખાઈ છે.

         

         રાજકુમાર ફિલિપ જલપરી પાસે જાય છે.અને પોતાનો પરિચય આપતા નામ જણાવે છે.ત્યાર બાદ તે જલપરી નું નામ પૂછે છે.જલપરી પોતાનું નામ હેલેના છે એમ જણાવે છે.આ સાંભળી ફિલિપ જલપરીને કહે છે કે એની બહેન નું નામ પણ હેલેના હતું અને તે હેલેના ના નો મતલબ જલપરીને કહેવા જતો જ હોઈ છે કે જલપરી તેને અટકાવતા બોલે છે કે હેલેના નો મતલબ રોશની થાય છે.તે કહે છે કે ઘણા વર્ષો પહેલા કોઈ એ તેને આ નામ આપેલું હતું ત્યારે ફિલિપ તેને પૂછે છે કે એ કોણ છે જેણે તેને આ નામ આપ્યું છે.ત્યારે જલપરી આખી વાત જણાવતા કહે છે કે...


*   *   *   *   *   *   *   *   *   *   *   *   *   *   *   *

        

         આ આશરે વીસ વર્ષો પહેલા ની વાત છે.એક 12 વર્ષ નો છોકરો તેના સ્કૂલ ની રજા ઓ માં તેના મામાં ને ત્યાં આવેલો. તે જ સમયે હેલેના પણ પોતાના સગા સંબંધીઓ ને મળવા અહીં ના સમુદ્ર માં આવેલી.


          એક દિવસે પેલો છોકરો પોતાના મિત્રો સાથે સમુદ્ર કિનારે બોલ થી રમી રહ્યો હતો.ત્યારે અચાનક જ તેનો બોલ અંદર સમુદ્ર માં જતો રહ્યો તેના મિત્રો ના કહેવા પર તે બોલ લેવા માટે સમુદ્ર માં ચાલ્યો જાય છે ને ડૂબવા લાગે છે.એ જોઈ હેલેના તેને બચાવે છે અને સુરક્ષિત સમુદ્ર કિનારે લઈ આવે છે.તે દિવસ થી હેલેના અને તે છોકરા વચ્ચે મિત્રતા થઈ જાય છે.થોડા દિવસો પછી સ્કૂલ ની રજા ઓ પુરી થતા તે છોકરા ના માતા પિતા તેના ગામ પરત ફરવાની તૈયારીઓ કરે છે આ જોઈ પેલો છોકરો જીદ પકડી લે છે કે તે અહીંયા થી બીજે ક્યાય જવા નથી માગતો, પોતાના ઘરે પણ નહિ  અંતે તેની જીદ ની સામે તેના માતા પિતા હારી જાય છે અને તેઓ પેલા છોકરા ને અહીં જ રહી ભણવા માટે ની પરવાનગી આપી દે છે.

         

         પછી તો રોજ એ છોકરો હેલેના ને મળવા માટે સમુદ્ર કિનારે પહોંચી જતો. રોજ અલગ અલગ જાત ના ફળો ને બીજી ઘણી બધી વસ્તુઓ તે હેલેના માટે લઈ જતો આમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા ને તેઓ 16 વર્ષ ના થઈ ગયા.એક દિવસ પેલા છોકરાના લગ્ન નક્કી થઈ ગયા ત્યારે આ વાત તે હેલેના ને જણાવે છે.હેલેના તેને પૂછે છે કે લગ્ન એટલે શું?ત્યારે તે છોકરો કહે છે કે લગ્ન એટલે હવે તેને પોતાનું આખું જીવન કોઈ બીજી છોકરીને સમર્પિત થઈ ને રહેવું પડશે, તે છોકરી ની જ ચિંતા કરવાની તેની માટે જ બધું કરવાનું બીજી કોઈ છોકરી માટે નહી, લગ્ન પછી તે અહીં હેલેના ને મળવા પણ નહિ આવી શકે.આ સાંભળી હેલેના ઉદાસ થઈ જાય છે આ જોઈ પેલો છોકરો હેલેના ને કહે છે કે શું તે ધરતી પર ના રહી શકે?  જવાબ માં હેલેના કહે છે કે જ્યાં સુધી તે ઉંમરલાયક ના થઈ જાય ત્યાં સુધી તે ધરતી પર ના રહી શકે. તે રડતા રડતા પેલા છોકરા ને કહે છે કે તે સમુદ્ર માં ના રહી શકે અને પોતે ધરતી પર ના રહી શકે જેથી એમનું સાથે રહેવું મુશ્કેલ છે એટલું કહી તે સમુદ્ર માં જતી રહે છે.તે પછી તે પેલા છોકરાને મળવા કિનારે નથી આવતી.

​         થોડા દિવસો પછી પેલા છોકરા ના લગ્ન થઈ જાય છે સમુદ્ર કિનારે પહોંચી જાય છે.હેલેનાને  બોલાવા છતાં તે બહાર આવતી નથી જેથી છોકરો સમુદ્ર માં કૂદી જાય છે કેમ કે તેને ખબર જ છે કે તે સમુદ્ર માં કૂદશે એટલે હેલેના તેને બચવાં જરૂર આવશે. પણ, તેને એ વાત ની ખબર ન હતી કે જલપરી ઓ મનુષ્ય ના હાથ પકડી તેની યાદશક્તિ મિટાવી શકે છે. અને બન્યું પણ એવું જ હેલેના એ તે છોકરા ના હાથ પકડી તેની યાદશક્તિ મિટાવી દીધી હતી જેથી તેને હેલેના યાદ ના રહે.જયારે છોકરા ને હોશ આવ્યો ત્યારે એ સમુદ્ર કિનારે હતો અને તે અહીં કેમ આવ્યો એ કઈ જ તેને યાદ ના હતું.

​*   *   *   *   *   *   *   *   *   *   *   *   *   *   *   *

  

          આ આખી વાત સાંભળી રાજકુમાર ફિલિપ કહે છે કે એ પણ એના લગ્ન ની રાતે તેની પત્ની ને છોડીને જતો રહ્યો હતો.પણ એણે એવું શુ કામ કર્યું હતું એ આજ સુધી તેને ખબર નથી ને તેના થોડા દિવસો બાદ જ તેની પત્ની નું બીમારી ને કારણે મૃત્યુ થયું હતું. પછી તે હેલેના ને પૂછે છે કે જે છોકરા વિશે તેને વાત કરી એ ક્યાંક પોતે જ તો નથી ને ત્યારે હેલેના તેને જણાવે છે કે પેલો છોકરો એ રાજકુમાર ફિલિપ જ છે ને હેલેના પોતાના હાથ ફિલિપ આગળ લંબાવે છે ફિલિપ પણ પોતાનો હાથ આગળ કરે છે જેવો તે હેલેના ના હાથ ને સ્પર્શ કરે છે એવું તેને બધું જ યાદ આવી જાય છે.

ક્રમશ........







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ