વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદ

આંગણે ધોધમાર, ભીતર કોરો વરસાદ,

ધરાને ચૂમવાને સતત ઝળુંબતો વરસાદ


ક્યાંક પ્રથમ પ્રેમનો અણસાર વરસાદ,

તો ક્યાંક છે નિતરતી છતનો અવસાદ


મહેલોમાં ઉજવણીનું બહાનું છે વરસાદ,

તો ગરીબો માટે ભોજન જ જાણે પ્રસાદ


હિલોળે ચઢેલા યૌવનનો કેફ છે વરસાદ

તો ફાટેલી છત્રીમાંથી ભીંજાયેલી ફરિયાદ


વિરહીઓની વેદનાનો સાદ છે વરસાદ

તો ધરતીનો ગગન સાથે મીઠો છે સંવાદ

        -  નેહા ઠાકર

27-8-2020

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ