વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદી સાંજ


  આજે આ વરસાદી સાંજે મેં સતત તને ઝંખ્યો છે.

આમ તો, ઘણી વરસાદી સાંજે મેં;

સુંદર ક્ષણોને માણી છે, ભીંજાઈ પણ છું.  

ધોધમાર મુશળધાર પ્રેમમાં, તેં મને તરબોળ કરી છે પણ; 

તું મારી પાસે નથી ત્યારે, તારા હિલોળા લેતી પ્રેમની ઝંખના;

મનની ઊંડાઈએથી   પિયુ પિયુ  પોકારી, રસ્તો તાકી રહી છે. 

ધીમે-ધીમે વરસતા વરસાદના ફોરાં મારી અંદર આવી જાય છે;

છતાં હું તો  કોરીકટ! તારો એક સ્પર્શ તરસ બની રહી જાય છે.  

ક્યારે આવશે તું ? મને પ્રતિક્ષા  છે તારી;  

જોજે હો, વરસાદ બધું જળબંબાકાળકરી ને એમજ ન વહી જાય. 

આજે મેઘધનુષમાં  મે તારો ચહેરો જોયો ;

અરે! તારો પગરવ પણ સંભળાયો, પાણી ના છમ છમ કરતાં સંગીતમાં.

હવે, તું આવે એટલે ભીંજાઈએ, હું તું અને આ વરસાદી સાંજ.

********  ******* ******* ******* 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ