વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું શું કહીશ?

હિસાબ લીધેલા શ્વાસનો માંગશે તો તું શું આપીશ?
સુખ માંગવાનું કારણ મંદિર પૂછશે તો તું શું આપીશ?

માંગણી વધારે છે પ્રેમ કરતાં આ ભાડૂતી જીવનમાં,
ભાર્યા સાત જન્મનો સાથ માંગશે તો તું શું આપીશ?

ભગવાન મળે ભક્તિ કરવાથી એવી આસ્થા આપણી,
અનીતિ ભર્યા કર્મો પૂછશે તો જવાબ તું શું આપીશ?

સૌથી ઉત્તમ સત્કાર્ય છે માતા પિતાની સેવા કરવાનું,
તું નહીં કરે તો બાળકોને સંસ્કારમાં તું શું આપીશ?

"મિલન" અજાણ્યા માણસોથી જરા ચેતીને રહેજે,
વગર વાંકે બદનામી મળશે તો કારણ તું શું આપીશ?


- મિલન અંટાળા

@milan_poetry_lover


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ