વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વારો આવે છે

વારો આવે છે

 

જીવનમાં વખત ક્યારેક ખરાબ તો ક્યારેક સારો આવે છે,

રાજા હોય કે રંક, આજે નહીં તો કાલે, સૌનો વારો આવે છે.

 

કામ કરવું તો સારું કરવું, જીવનને શુધ્ધ-પરિશુધ્ધ રાખવું,

જેવા બનશો, જેવો વારસો મૂકી જશો એવો ધારો આવે છે.

 

શું બનાવવું હતું અને શું બની ગયું એનો પછી અફસોસ શું,  

યાદ રાખવું કે, સર્જાય છે એવું જેવો માટીનો ગારો આવે છે.

 

નિર્મળ અને શીતળ વહેતા ઝરણાં નાના હોય તો નાનમ શું,

મોટા બનો સમુદ્ર જેવા, પણ પાણીનો સ્વાદ ખારો આવે છે.

 

-રાકેશ ઠક્કર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ