વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદ ની ભીંજાયેલી સડક - 5

     ( આગળ ના ભાગ માં આપણે જોયું કે ભૂમિ મહેલ ના તાયખાના માંથી બેહોશી ની હાલત માં મળી આવે છે તેને કઈ યાદ હોતું નથી કે તે અહીં કેવી રીતે પોહચી

ત્યાર બાદ મહેલ ના ઉપર ના ઓરડામાં થી ડરાવના અવાજો આવા લાગે છે જે સાંભળી ચારેય સહેલી ઓ સખત ડરી જાય છે.)


       હવે આગળ...


       ઉપર ઓરડા માંથી આવતો અવાજ કોઈ સ્ત્રી નો હોઈ છે.  તે કહી રહી હોઈ છે કે હવે તમારા ચાર માંથી કોઈ નહિ બચે.  તે કોઈ ને પણ અહીં થી જીવતા નહિ જવા દે. આ સાંભળી ચારેય સહેલી ઓ વધુ ડરી જાય છે.  હવે તે ડરાવણો અવાજ નીચે થી આવે છે તેથી ચારેય સહેલી ઓ ઉપર ની તરફ ભાગે છે.


      કૃતિકા ભૂમિ અને રુહી એક ઓરડામાં સંતાઈ જાય છે જેવી રીના એ ઓરડામાં અંદર જવા માટે   જાય છે ત્યાં દરવાજો આપોઆપ બંધ થઈ જાય છે અંદર થી ત્રણેય સહેલી ઓ દરવાજો ખોલવાની કોશિશ કરે છે પણ એ ખૂલતો નથી ને રીના ઓરડા ની બહાર જ રહી જાય છે. રીના છુપાવા માટે બીજા ઓરડા માં જાય છે પણ બધા ઓરડા બંધ જ હોઈ છે એક પણ દરવાજો ખૂલતો નથી. અંતે બીજો કોઈ રસ્તો ના મળતા તે મહેલ ના સાવ ઉપર ના માળે પહોંચી જાય છે. બીજી બાજુ પેલી ત્રણેય સહેલી ઓ હજી દરવાજો ખોલવાની જ કોશિશ કરી રહી હોઈ છે પણ તે ખૂલતો નથી. ત્રણેય ખૂબ જ થાકી ગઈ હોવાથી ત્યાં જ સુઈ જાય છે.


        આમ કરતા સવાર પડી જાય છે. સવાર પડતા ની સાથે જ ઓરડા નો દરવાજો તથા મહેલ નો દરવાજો  પોતાની જાતે જ ખુલી જાય છે.ઓરડાનો દરવાજો ખુલી જતા ભૂમિ,  કૃતિકા અને રુહી ને જગાડે છે. તેઓ ઓરડા માંથી નીકળી રીના ને શોધવા નીકળી પડે છે.નીચે રુહી ક્યાય દેખાઈ નથી તેથી તેઓ પાછા ઉપર આવે છે. ઉપર ના બધા ઓરડા જોઈ લીધા પછી પણ રીના ક્યાય મળતી નથી જેથી તેઓ સાવ ઉપર ના માળે જોવાનું વિચારે છે.ઉપર એક મોટો ઓરડો હોય  છે જ્યાં ઘણી બધી જુના રાજા ઓ ની તસવીરો લગાવેલી હોય  છે અને એક મોટો ઝૂલો હોઈ છે એ ઓરડા ની અંદર જ એક મોટો દરવાજો હોઈ છે જેના ઉપર એક મોટુ તાળું લગાવેલું હોઈ છે. કૃતિકા તે દરવાજો ખોલવા માટે એક મોટો પથ્થર લઈ આવે છે.પથ્થર તાળા ઉપર જોર થી મારવાથી તાળું તૂટી  જાય છે. પછી તેઓ દરવાજો ખોલી અંદર જાય છે.

 

        જેવો બહાર નો ઓરડો હતો અંદર પણ આવો જ બીજો ઓરડો હતો ત્યાં રાની ની તસવીરો લગાવેલી  હતી.અને એક મોટી અલમારી હતી. કૃતિકા તે અલમારી ખોલી જોવે છે. અલમારી માં એ એવું કંઈક જોવે છે જે જોઈ ને તેને નવાઈ લાગે છે પણ અત્યારે તે આ વાત કોઈ ને કહેતી નથી. ઓરડા માં એક મોટો ઝરૂખો હોઈ છે. ત્રણેય તે ઝરૂખા પાસે જઈ ને જોવે છે.ઝરુખા  ની બહાર નું દ્રશ્ય જોતા જ ત્રણેય ની આખો જ ફાટી જાય છે.


         ઝરુખા ની નીચે રીના મૃત હાલત માં પડી હોઈ છે તેનો આખો દેહ લોહી થી ખરડાયેલો હોઈ છે. ત્રણેય સહેલી ઓ દોડીને નીચે રીના પાસે જાય છે. રીના ની આવી હાલત જોઈ તેઓ રડવા લાગે છે ને આ મહેલ માં શુ કામ આવ્યા એ વાત પર અફસોસ કરવા લાગે છે. ભૂમિ આ બધું જોઈ ને ડરી જાય છે ને તે કૃતિકા અને રુહી ને ફટાફટ અહીં થી નીકળી જવા કહે   છે. રુહી ને પણ ભૂમિ ની આ વાત યોગ્ય લાગે છે. પરંતુ કૃતિકા અહીં થી જવા ની ના પડે છે


        આ સાંભળી ભૂમિ કહે છે કે એટલું બધું થઈ ગયા પછી પણ તેને અહીં શુ કામ રોકાવું છે? જો એ લોકો અહીં રોકાશે તો એમની હાલત પણ રીના જેવી જ થશે કેમ કે અહીં કોઈ પ્રેત આત્મા છે જે આ બધું કરી રહી છે.તેથી તે કૃતિકા ને અહીં થી જવા માટે સમજાવે છે. પણ કૃતિકા તેની વાત માનતી નથી. 



ક્રમશ....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ