વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંવેદના છલકે..

ઘનન ઘનન  નીરદ ગરજે ને

            ટપક ટપક બુંદ ટપકે રે ટપકે..



ટેહુક ટેહુક મોર ટહુકે ને

           ટગર ટગર ચાતક ટગરે રે ટગરે..



કરવા ધન્ય ધરીત્રી ને આજ

           વરુણદેવ છાંટે છાંટે વરસે રે વરસે..



વનરાવનમાં ભટકે વિજોગણ

          જોઈને વાદળ વાતે વળગે રે વળગે..



વહે ઈક્ષણ અનરાધાર ત્યાં,

             વાંસેલા દ્વાર ખખડ ખખડ ખખડે રે ખખડે..



નક્કી પાવન પગલાં પાડ્યા કોઈએ

         ભીતર બેઠા મુજનું ડાબું અંગ ફરકે રે ફરકે..



એકસામટા શમણાં અઢળક ફૂટે ને

              પ્રેમપ્યાસી કોરીકોરી પલળે રે પલળે..



પ્રિયે, ન ભાળી તુજને ક્યાંય

               સંઘરેલા આંસુ દડદડ દદડે રે દદડે..



અંધકાર ભર્યા અંતરમનમાં

               જાણે કોઈ માયાવી માયા મલકે રે મલકે..



થઈ પડછંદ આભાસી પડછાઈ

              ભીતર ભર્યા ડુમા વરસે રે વરસે..



યાદો વરસે અષાઢી હેલી થઈ

              નેવાધારે ફોગટ સંવેદના છલકે રે છલકે..



વીજ ચમકે જલદની ગોદમાં

જોઈ ઈચ્છાઓ એકાંતે સળગે રે સળગે..



માનસી પટેલ"માહી"





         


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ