વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદ ની ભીંજાયેલી સડક - 6

   ( આગળ ના ભાગ માં આપણે જોયું કે મહેલ માં કેટલીક ડરાવની ઘટનાઓ બને છે. જેમાં રીના ની મૃત્યુ થઈ જાય છે. તેથી ભૂમિ અને રુહી કૃતિકા ને  મહેલ માંથી નીકળી જવા કહે છે પણ કૃતિકા તેને મહેલ છોડીને ને જવાની ના પાડે છે.)


હવે આગળ.....


      જયારે ભૂમિ કૃતિકા ને મહેલ માં રોકાવા માટે નું કારણ પૂછે છે ત્યારે કૃતિકા, તેને અને રુહી ને પોતાની સાથે મહેલ માં ઉપર ના ઓરડામાં આવવાનું કહે છે.પણ ભૂમિ તેની સાથે જવાની ના પાડે છે તે કહે છે કે તે પોતાનો જીવ આ રીતે ગુમાવા માંગતી નથી.પણ કૃતિકા તેને વિશ્વાસ અપાવે છે કે તેને કઈ જ નહિ થાય. આ સાંભળ્યા બાદ ભૂમિ ઉપર જવા માટે તૈયાર થઈ જાય છે. ​

​​      ત્યાર બાદ ત્રણેય મહેલ ના ઉપર ના ઓરડામાં જાય છે.એ ઓરડામાં, જ્યાંથી તેઓએ રીના ની લાશ જોઈ હતી.ત્યાં જઈ ને તે  ભૂમિ અને રુહી ને પેલી અલમારી ખોલી ને દેખાડે છે.અલમારી જોયા પછી ત્રણેય વચ્ચે બહેસ થાય છે જે લાંબો ટાઈમ ચાલે છે ત્યાર બાદ ભૂમિ અને રુહી મહેલ માંથી જવાનો  નિર્ણય કરે છે પણ કૃતિકા મહેલ માં જ રોકાવાનું કહે છે જેથી ભૂમિ અને રુહી તેને છોડીને મહેલ માંથી ચાલ્યા જાય છે. હવે આ ડરાવના મહેલ માં ફક્ત કૃતિકા એકલી જ હોય છે.રાત ના 12.30 જેવું થઈ ગયું હશે અચાનક મહેલ ના દરવાજા પાછા બંધ થઈ જાય છે.પાછી લાઈટો આપોઆપ ચાલુ બંધ થવા લાગે છે.અચાનક જ બધું શાંત થઈ જાય છે.થોડી વાર બાદ મહેલ માં ફરી કાલ વાળી સ્ત્રી નો અવાજ સંભળાય છે.પણ કૃતિકા તેનાથી ડરતી નથી ને તે કહે છે કે જે કોઈ હોય એ સામે આવી જાય.આ સાંભળી તે ચુડેલ  વધારે અટ્ટાહાસ્ય કરે છે.પણ કૃતિકા બીતી નથી.હવે તે ચુડેલ હવા માં ઊડતી કૃતિકા ની સામે આવીને ઉભી રહી જાય છે.તેના લાંબા ખુલ્લા વાળ તેના મોં પર આવી રહ્યા હતા જેમાંથી ફક્ત તેની 2 આંખો જ દેખાતી હતી જે તેના ચહેરા ને વધુ ભયાનક બનાવતી હતી.કોઈ પણ તેને જોઈ ને ડરી જ જાય તે આવી ભયાનક હતી.

​         ચુડેલ હવે કૃતિકા તરફ આગળ વધી રહી હતી.કૃતિકા જાણતી હતી કે આ કોઈ ચુડેલ નથી તેથી તેણે પોતાના હાથ માં પાછળ એક દંડો છુપાવીને રાખેલો હતો જેવી તે ચુડેલ કૃતિકા ની નજીક આવી ત્યાં જ કૃતિકા એ પોતાના હાથ માં રાખેલો દંડો જોર થી તે ચુડેલ ના માથા પર માર્યો જેથી ચુડેલ ચકરી ખાઈ ને નીચે પડી ગઈ.ત્યાં જ ઉપર થી એક કદાવર શરીર વાળો માણસ નીચે આવે છે.તે પણ કોઈ રાક્ષશ થી કમ નહોતો લાગતો. હવે એ માણસ અને પેલી સ્ત્રી બંને કૃતિકા તરફ આગળ વધે છે.કૃતિકા જાણીગઈ હોઈ છે કે આ લોકો ભૂત પ્રેત ના નામે અહીં કોઈ મોટો ખેલ રમી રહ્યા છે. કૃતિકા એ લોકો ની હકીકત જાણી ગઈ હોવાથી તેનું જીવતું રહેવું પેલા બે માટે મુશ્કેલી ઉભી કરી શકે એમ હતું .તેથી પેલો માણસ પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢી કૃતિકા ને મારવા જાય છે ત્યાં જ, મહેલ નો દરવાજો ખુલે છે.સામે પોલીસ ઉભી હોઈ છે આ જોઈ પેલા બે ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે પણ તેઓ પકડાઈ  જાય છે.

​         હવે કૃતિકા સઘળી હકીકત પોલીસ ને જણાવે છે.જયારે કૃતિકા, રીના ને શોધવા ઉપર ના રૂમમાં ગઈ  હતી ત્યારે તેણે અલમારી માં પોતાનો મોબાઈલ જોયો

​એનો મોબાઈલ તો નીચેના ઓરડા માં પડી ગયો હતો તો પછી એ ઉપર અલમારી માં ક્યાંથી આવ્યો?  એટલે તેણે અહીં કંઈક ગરબડ હોવાનો શક થયો.તેણે પોતાનો મોબાઈલ જોયો તો તેમાં લોહી ના ડાઘા હતા.ત્યાર બાદ જયારે પેલા ડરાવનાં અવાજો ને લીધે તેઓ નીચે થી ઉપર આવતા હતા ત્યારે ઓરડા પાછળ તેણે એક પડછાયો જોયો હતો અને રીના ની લાશ પાસે થી પણ તેને એક વીંટી મળી હતી.આ બધું જોઈ તે સમજી ગઈ હતી કે નક્કી અહીં કંઈક તો ખોટું થાય જ છે.તેથી તે રુહી અને ભૂમિ ને બધી હકીકત જણાવે છે અને અહીં થી ચાલ્યા જવાનુ નાટક કરવાનું કહે છે.જેથી કૃતિકા ને એકલી જોય પેલા લોકો તેના પર હુમલો કરે.ભૂમિ અને રુહી અહીં થી નીકળી પોલીસ ને કોલ કરે છે.અને વહેલી તકે તેઓ અહીં પોલીસ ને લઈ ને આવી પોહચે છે.

​      હવે પોલીસ પેલા બંને ને અહીં શુ ચાલી રહ્યું છે એ પૂછે છે તેઓ કહે છે કે આ મહેલ માં ઘણા વર્ષો થી અહીંના રાજા નો ખજાનો છુપાયેલો છે.તેઓ રોજ અહીં ખજાનો શોધવા માટે આવતા.કોઈ ને આ વાત ની ખબર ના પડે ને કોઈ અહીં આવે નહિ એ માટે તેઓએ  અહીં ભૂત પ્રેત ની અફવા ફેલાવેલી હતી.પણ આ ચારેય સહેલી ઓ અહીં આવી ગઈ તેથી આ લોકો એ તેમને ડરાવીને અહીં થી ભગાડવાનું નક્કી કર્યું પણ રીનાએ  આ લોકો ને ઉપર ના ઓરડા માં ખઝાનો શોધતા જોઈ લીધા હતા.પોતાની હકીકત બહાર ના આવી જાય એ માટે પેલા માણસ એ તેને ઝરુખા ઉપર થી નીચે ધક્કો મારી દીધો.એટલું સાંભળતા ત્રણેય સહેલી ઓ રીના ને યાદ કરીને રડવા લાગી.ત્યાર બાદ પોલીસે પેલા બન્ને વિરુદ્ધ ગુનો નોંધી તેઓ ને લઈ જાય છે.આ બાજુ પેલી ત્રણેય સહેલી પણ આંખ માં આંસુ સાથે રીના ને લઈને પોતાના ગામ તરફ રવાના થાય છે.

      ​આ સાથે આ સ્ટોરી અહીં જ પુરી થાય છે.પણ પેલા હાઈવે પર બરફ ની દીવાલ ક્યાંથી આવી અને કૃતિકા ની ગાડી અહીં જ કેમ બંધ પડી ગઈ એ રાઝ આજ સુધી અકબંધ જ છે.

​    સમાપ્ત.

​        

​         











ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ