વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અધકચરી આ ભીનાશ

ગોરંભાતી વાદલડી વચ્ચે

દામીનીનો ઉજાસ ફેલાય

બંજર હૈયાને અડકે શ્રાવણી ફોરાં

નીતરે જોબન ને રોમરોમ ભીંજાય..




ઉદ્દભવ્યો ઉકળાટ તન બદનમાં

આવ્યો ભલે તું યાદોનો અંબોધી લઈને

નહિ પરવડે મુજને ભીનાશ આ અધકચરી

પધારજે ખળખળ વહેતુ ચોમાસુ થઈને..




આંખ્ય અંજાઈ એકલતાની ઝાળમાં

ને આવ્યો તું જાણે થઈ કોઈ પહોરવાણી

કામણગારો કાન વરસ્યો સાંબેલાધાર

થઈ પ્રેમે ટાઢીબોળ મલકાતી રાધા રાણી..




ગ્રહી લે કરમાં ભીંજાતું આ મુખડું

તરસ્યા અધરને જામ નશીલો ધરી દે

હેલી થઈ વરસી જા હળવે હળવે

ઓલવાતી એષણામાં પ્રાણ તું પુરી દે..




ઊગીને આથમતા'તા રોજ શમણાં આ

કે તારી સંગ સંગ હું વર્ષાને ચાહું

મંદ મંદ વાયરાની ઓથે હિંચે આ હૈયું

ક્ષણેક્ષણ પિયુ પ્રેમનો પ્રસાદ માણું..




માનસી પટેલ"માહી"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ