વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ કે પ્રાણ

તડપતા હતા જેમની યાદમાં,

એકલા એકલા રોતા હતા.

નહોતો કરવો પ્રેમ,

તો સામું શામાટે જોતા હતા?


અમારી સામે જોઈ જે

પ્રેમથી હસતા હતા.

તે જ આજે અમને જોઈને

બાજુએ ખસતા હતા.


અમે જોયા હતા જે સપના,

તે સપના બહુ મોટા હતા.

પણ આંખ ખોલીને જોયું,

તો બધા સપના ખોટા હતા.


આરંભ જોઈને પ્રેમનો,

દોસ્તો બધા હસતા હતા.

પણ અંત જોઈને પ્રેમનો,

દુષમનો બધા રોતા હતા.


જીવન એમને સમજીને,

એમના પર મરતા હતા.

અમે એમના પ્રાણ નહિ,

ફક્ત પ્રેમ જ ઝંખતા હતા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ