વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આગિયા


*

આગિયા સમો

ઉજાસ ફેલાવું ક્યાં?

જગત અંધ.



*

આગિયા તણા 

ઉજાસે ઝળહળ

અંધ જગત.



*

આગિયો આવ્યો

ઝળહળ જગત

તેજો વિસ્તાર.



*

અંધ જગમાં 

આગિયો રેલાવતો

સૂરનું તેજ.



*

અંધ જગમાં 

આગિયો ફેલાવતો

તેજ રોશની.



*

આગિયા તણા

ઉજાસે ઝળહળ

રોશન જગ.



*

જોયું:આંગળી

ઝાલીને,આગિયાની

તેજ સૂર્યનું.



#ગુરુદેવ પ્રજાપતિ#



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ