વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લગાતાર કંપનીના OTP મેસેજ આવે છે?

લગાતાર કંપનીના OTP મેસેજ આવે છે?

નમસ્કાર મિત્રો ,

આપણે જાણીએ છીએ કે ફ્લિપકાર્ટ, એમેજોન જેવી મોટી કંપનીઓ પોતાના યુઝરના ડેટા સિક્યોરિટી  માટે લોગીન વખતે ઓટીપી (OTP ) ઉપયોગ કરે છે.

તો હમણાં ઘણા લોકોને પોતાના મોબાઈલ પર લગાતાર  ફ્લિપકાર્ટ, લેન્સકાર્ટ જેવી કંપનીના OTP મેસેજ આવે છે. તો આ મેસેજ કંપની તરફથી આવે છે કે કોઈ આપણા મોબાઈલને હેક કરવા માંગે છે.

તો આજે આના વિષે માહિતી આપીશ.

જે લોકોને લગાતાર OTP કે SMS  આવે છે એ એક પ્રકારની  એપ્લિકેશન  છે જેનો ઉપયોગ કરીને તમારો મિત્ર અને બીજા લોકો તમારી સાથે મજાક કરે છે અથવા તમારા મોબાઈલ પર આવા મેસેજ મૂકીને મોબાઈલ હેન્ગ કરી નાખે છે.

આ એપ્લિકેશનમાં તમારો મિત્ર તમારો નંબર  એ એપ્લીકેસન માં એન્ટર કરે છે અને કેટલા OTP મુકવા છે એની સંખ્યા નાખે છે એટલે તમને તમારા મોબાઈલ માં OTP આવવાના શરુ થઈ જાય છે.

 

આ પ્રકારની પ્રવૃત્તિને SMS Bombing  કહેવામાં આવે છે.

 

બચાવના ઉપાય

1.        પ્રથમ તો તમારા મોબાઈલમાં  Call Setting-> Blocklist->SMS Blocklist->Message from strangers ->Select Block કરી નાખો તો આવા મેસેજ આવતા બંધ થઈ જશે.

2.       SMS  Bombing એપ્લિકેશન છે તેમાં Protection List માં જઈને તમારો નંબર નાખીને SMS કે OTP આવતા બંધ કરી શકશો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ