વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ન હન્યતે

લેખક: મૈત્રીયદેવી


અનુવાદક: નગીનદાસ પારેખ


મૂળ ભાષા: બંગાળી


પેજ: 356


પ્રકાર: ઓટો બાયોગ્રાફીકલ ફિક્શન



1976ની શાલમાં સાહિત્ય એકેડેમી એવોર્ડ પ્રાપ્ત નવલકથામાં મૈત્રીયદેવી પોતાની બેતાલીસ વર્ષ પહેલા સોળ વર્ષની મુગ્ધાવસ્થામાં મિર્ચા યુકલીડ સાથે થયેલા પ્રેમની રોમાંચક વાર્તા છે. મિર્ચા યુકલીડ રોમનથી પંડિત સુરન્દ્રનાથ દાસગુપ્તાની પાસે ભણવા આવેલાં, એ દરિમયાન તેમના ઘરે જ રોકાયા હતાં.



મિર્ચા યુકલીડ લિખિત ‘બેગાલ નાઈટ્સમાં’ તેમના અને મૈત્રીય દેવીના શારીરિક સંબધોનો ઉલ્લેખ છે. આ વાત નકારતાં મૈત્રીય દેવીએ, વળતો જવાબ આપવા ‘ન હન્યતે’ લખી.



ગીતાનો શ્લોક- ‘ન હન્યતે હન્યમાને શરીરે’ એટલે શરીર હણાય છે પણ આત્મા હણાતો નથી. તેવી રીતે પ્રેમ પણ કદી હણાતો નથી.



1972માં સેરેગઈ, જે મિર્ચાના દેશનો છે અને મિર્ચાને જાણે છે, તે બંગાળ આવ્યો હોય છે અને મૈત્રીય દેવીને મળે છે. અને મિર્ચાના પુસ્તક વિશે વાત કરે છે. બસ ત્યાર પછી તેમના અંતરમાં કશુંક વલોવાતું હોય તેવું તેમને લાગ્યા કરે છે તેવી મનોદશાનું વર્ણન તેમણે આ પુસ્તકમાં ખૂબ સુંદર રીતે કર્યું છે.



નવલકથમાં ઘટનાઓનું ખૂબ સરસ આલેખન કર્યું છે તે ઉપરાંત નગીનદાસ પારેખએ આહલાદક અનુવાદ કર્યું છે. 



તત્વચિંતન અને દાર્શનિક શાસ્ત્રનાં જાણકાર મૈત્રીયદેવીએ ફિલોસોફી પણ મજેદાર લખી છે. એ ઉપરાંત ઘટનાને અનુસંધાનમાં ગીતાંજલીની કાવ્યપંક્તિઓ ટપકાવી છે.



પહેલા પર્વમાં તેમના મુગ્ધવસ્થાનો પ્રણય પ્રસંગ, જે અત્યંત રોમાંચક છે. બીજા પર્વમાં તેમના લગ્ન જીવન વિશે, ત્રીજા પર્વમાં બેતાલીસ વર્ષ પછી મિર્ચાને લગતી બનતી ઘટનાઓ, અને ચોથા પર્વમાં મિર્ચાને મળવાની ઉત્કંઠા વિશે.



ચોથું પર્વ થોડું કંટાળાજનક ક્યાંક લાગે! ઘણી બધી વાતોનું પુનરાવર્તન થતું હોય એવું લાગ્યા કરે. ત્યારે રસભંગ થાય બાકી સતત વાંચ્યા કરવાનું મન થાય તેવું પુસ્તક।



મને આ નવલકથા ખૂબ જ ગમી. અને સમય કાઢી, અવશ્ય વાંચવા જેવું પુસ્તક.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ