વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક મુલાકાત

મદિરાનો સાથ અને વરસાદી છે રાત,
કોઈને કહેવાય નહીં એવી આ વાત,

નશો પ્રેમનો કે મદિરાનો એ ખબર નથી,
આજે હકીકતમાં તણાયા બધા અખાત,

હાથમાં હાથ જાણે મોજીલો સંગાથ,
જાણશે જગ તો ગાથા થશે વિખ્યાત,

હોઠ ગુલાબી ને નયન તારા નશીલા,
મને કોતરી રહી તારા નામની જીવાત,

શરમાયો પંખો ને ચાદરમાં પડી કરચલી,
"મિલન" જો આવી હોય એક મુલાકાત,


- મિલન અંટાળા
@milan_poetry_lover


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ