વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દેવી

દેવી 


"ક્યાં હાલી?" લખમી જલ્દી જલ્દી બહાર નીકળતાં જ થોભી ગઈ. મનમાં જ બોલી'આજે વળી નિશાળે નાઈ જવાઈ'

લખાકાકાનો અવાજ વળી જોરથી સાંભળાયો, "તને કઊં સુ છોરી"

"બાપા ઓ નિશાળે...." લખમી આટલું જ બોલી શકી.

"ક્યાંય નાઈ જાવું, જાય અંદર અને તારી માડીને કામમાં હાથ દેરાય."

લખમી વધુ કઈ બોલે એ પહેલાં ગામના સરપંચનો અવાજ સંભળાયો, "માંહે છો કે?"

"એ હા હા। ...રામ રામ... આવો આવો..." લખાકાકા લગભગ દોડ્યા.

બધા ખાટલે ગોઠવાયા. 

પાણી ધરતાં લખાકાકા બોલ્યા,"બોલોને માઈબાપ અમારાં જેવાને આજે સાદ પાડ્યો,......"

"એ તો દિવાળી નજીક છે અને અને આ પંચાયતના કામ ઉભા પડ્યાં છે, તમારી ભીંત પર લખમી દોરાવ્યાં છે જોવો કામ પણ ચાલુ થઈ ગયો. તમને કઇ વાંધો... લખાકાકા એ જોયું કે બે જણ એમના ઘરની બહારની ભીંત પર  'લક્ષ્મીજી' નો ચિત્ર દોરી રહ્યાં હતાં.

"હા હા બાપુ તો એમાં શું વાંધો?" આ તો અમારા નસીબ કે અમારે ત્યાં લખમીજી પધાર્યા" 


બહાર એક દીવાલ પર લખમીજી ઉપસી રહ્યાં હતાં અને અંદર એક લખમી કરમાયી રહી હતી........  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ