વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પપ્પા કેટલા વાગ્યા ?

વાર્તાની શરૂઆત અને મધ્યસ્થ ભાગ  કંઈક નાવિન્ય સભર લખવામાં હું સફળ રહ્યો એમ મને લાગતું હતું. પરંતુ આજે કોણ જાણે કેમ, આ વાર્તાનો અંત લખવામાં  હું નિષ્ફળ રહ્યો હોય તેમ મને લાગી રહ્યું હતું. વાર્તા વિશે વિચાર કરતો બેઠો હતો. ત્યાં મારો પુત્ર આદર્શ મારી પાસે આવ્યો અને બોલ્યો :"પપ્પા કેટલા વાગ્યા ?"

મેં કહ્યું." બેટા તું હજી સૂતો નથી.જો પોણા બાર થવા આવ્યા છે."

તે ઘડીક વાર પથારીમાં આળોટી ફરી મારી પાસે આવ્યો: "પપ્પા હવે કેટલા વાગ્યા ?"

"બેટા શું કામ મને હેરાન કરે છે? જા સુઈ જા, હું થોડું લખીને  આવું છું"

તે પથારી તરફ વળ્યો કે મેં કલમ ફરી હાથમાં લીધી. અને વાર્તા વિશે કંઈક વિચાર કરું તે પહેલા તો આદર્શ મારી પાસે આવ્યો.

"પપ્પા કેટલા વાગ્યા ?"

એકબાજુ વાર્તાનો અંત મને મથાવી રહ્યો હતો, અને ઉપરથી મારો પુત્ર વારા ઘડીયે કેટલા વાગ્યા કેટલા વાગ્યા પૂછી શતાવી રહ્યો હતો. હું મારા  ગુસ્સા પર નિયંત્રણ ન રાખી શક્યો  અને એક તમાચો મેં તેન ગાલ ઉપર લગાવી દીધો.. " ક્યારનો કહું છું શૂઈ જા પણ સમજતો નથી.. "

આદર્શ ડહકા ભરી રડી રહ્યો હતો ત્યાં ઘડિયાળમાં બારના ટકોરા સંભળાયા..

"લે રાતના બાર વાગ્યા, હવે તો સુઈ જા !"

ત્યાંતો આદર્શે તેની નાની આંગળીઓથી આંખના આંશુ સાફ કરતા બોલ્યો : " પપ્પા હેપ્પી બર્થડે ?"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ