વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પિયર

'પિયર' શબ્દ પૂરતો છે, આ શબ્દ સાંભળતાં જ  મન ભરાઈ જાય છે ...


.. દરેક સ્ત્રીને આવું એક ગામ હોવું જોઈએ.


'પિયર' તેનું નામ હોવું જોઈએ ....


.. વર્ષમાં એકવાર તો પિયર જવા મળવુ જોઈએ


એકવાર જવા માટે મન આતુર થવું જોઈએ


તબિયત માં  સારી હોવા છતાં 'કેમ પતલી થઈ ગઈ?' એમ કહેવા વાળા એક પિતા હોવા જોઈએ


આંખો ના એક્સરે માંથી મન જાણવા વાળી એક માં હોવી જોઈએ


'તમે બેસો હું કામ પતાવીને આવું' આવું કહેવા વાળા એક ભાભી હોવા જોઈએ


લોટ બાંધવો કે ગોળ પલાળવો આવું  કોઇ કામ ન હોવું જોઈએ


બસ ભત્રીજા ભત્રીજીને ફઇબા એ ખુબ પ્રેમ કરવો જોઈએ


અને ભાણેજળાઓને ફેરવવા મામા કાંતો માસી હોવી જોઈએ


ધર હોઇ નળીયાનુ કે મુંબઈ જેવા ફ્લેટ


પિયરમાં ગયેલી દિકરી ને તો ઇન્દ્રપ્રસ્થ ની થાટ


જુના ફોટા જોઈ ખુશ થઈ જતાં ખુબ હસવું


અને હસતા હસતા અચાનક આંખો નું ભીનું  થવું


સુખ દુખ ની વાતનો તો હજુ રંગ જામે


અને અચાનક પાછા જવાનો સમય નજીક આવે


સાસરીયા અહીયાં યાદ ન  આવે


એટલેજ પિયર અને સાસરીયા મા થોડું અંતર અલગ હોવું જોઈએ


.. દરેક સ્ત્રીને આવું એક ગામ હોવું જોઈએ.


'પિયર' તેનું નામ હોવું જોઈએ ..


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ