વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આઝાદી

કોરોના ના આ કપરા કાળ માં,

ખુલી ને જીવવાની, આઝાદી જોઈએ છે મારે !




વગર મુખોટા ના સહારે,

ખુલ્લી હવા માં શ્વાસ લેવાની, આઝાદી જોઈએ છે મારે!




મિત્રો ના ખભે હાથ મૂકીને,

ખીલખીલાટ હસવાની, આઝાદી જોઈએ છે મારે !




પહેલાની જેમ જ હળીમળીને,

બધા તહેવારો ઉજવવાની, આઝાદી જોઈએ છે મારે !




કોઈ પણ જાત ના ડર વગર,

મન મૂકીને જિદંગી જીવવાની,આઝાદી જોઈએ છે મારે !





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ