વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું છું તારી પાસે!



ચમકતી મીઠી સાંજમાં,

તારી ભીંજાયેલી આંખમાં,

આથમતા સૂરજની આડમાં,

હું છુંને તારી પાસે.



લહેરો વચ્ચે તારી નાવમાં,

તારી ભંગાયેલી આશમાં,

હાથમાં ઝાલેલી પત્વારમાં,

હું છુંને તારી પાસે. 


સૂજેલી તારી પાંપણમાં,

તારા અંધારાનાં આંગણમાં,

શ્વાસોની ગૂંચવાયેલી માળમાં,

હું છુંને તારી પાસે.


દરેક નિષ્ફળ ઉડાણમાં,

તારી ઘવાયેલી પાંખમાં,

હજુ જીવંત તારા વિશ્વાસમાં,

હું છુંને તારી પાસે.


તારા અંત ,તારા આરંભમાં,

તારા ભીતર અને આસપાસમાં,

વાસ્તવિકતાઓ અને આભાસમાં,

હું છુંને તારી પાસે,


તારા આજ ,અને ભૂતકાળમાં

અનંત લગી તારા શ્વાસમાં,

તારા એકાંત અને સહવાસમાં,

હું છુંને તારી પાસે.


ધૂંધળા દેખાતા માર્ગમાં,

લેવાતા દરેક પગલાંની છાપમાં,

તારી હિંમતનાં અણસારમાં,

હું છુંને તારી પાસે.


તારા મૌન, તારા નાદમાં,

અંધકાર તેમજ ઉજાસમાં,

દરેક ઈન્દ્રિયોનાં દૃષ્ટાંતમાં,

હું છુંને તારી પાસે.


તારી કટુતા, તારી મીઠાશમાં.

તારા પ્રશ્ન, તારા જવાબમાં,

તારા પુણ્ય, તારા પાપમાં,

પ્રત્યેક કર્મનાં સિદ્ધાંતમાં,

હું છુંને તારી પાસે,


~આતેકા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ