વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિયતિનો સ્વીકાર

 

            શિયાળાની ઠંડી સવારમાં બાલ્કનીમાં બેસી ,સૂર્યના પ્રકાશની કુમાશને અનુભવતાં, ચાની ગરમીનો સ્વાદ માણતાં બંને પતિપત્નીની નજર બાજુના ઘરની બખોલમાં એક ચકલીનાં માળા પર પડે છે. ચકલી થોડાં દિવસો પહેલાં જ જન્મેલાં પોતાનાં બચ્ચાં સાથે ગેલ કરી રહી હતી. ચીં ચીં ચીં નો મધુર કલબલાટ કાનને જેટલો આહલાદક લાગ્યો એટલો જ દિલમાં દર્દની ટિશ આપી ગયો.એક નિસાસા સાથે.....

 

​​વિશ્વા:  આ ભગવાન પણ કેવા રીસાયા છે.... લગ્ન ના પાંચ વર્ષ પછી પણ આ ખોળો ખાલી છે. નાની સી ચકલીને પણ માતા બનવાનું સુખ છે, તો મને કેમ નહિ? આ મન હવે તો બાળક માટે ઝૂરે છે.

વિરલ: આટલું તડપે છે તો તારી શ્રધ્ધા સાથે ટેકનોલોજીનો પણ સહારો લઈએ તો શું ખોટું છે? આઈવીએફ માટે કેમ નથી માનતી?

 વિશ્વા: ડર.... વિપ્પુ.... ડર.... ક્યાંક આશાનો દુઃખદ અંત ન આવે? મારી શ્રદ્ધા મને જીવવાનુ બળ પૂરું પાડશે અને તારી ટેકનોલોજી કદાચ મને મરી મરીને જીવવા મજબુર કરશે. મન નકારાત્મકતાથી ઘેરાયું છે. કોઈ નિર્ણય લઈ શકું એવી મારી મનોસ્થિતિ છે જ નહિ.

વિરલ: વધુ ન વિચાર... શ્રદ્ધા અને ટેકનોલોજીનો સુમેળ સફળતા જ આપશે, બસ એકવાર મારી વાત પર પણ ભરોસો રાખી જો.

વિશ્વા: ઠીક છે જેવી તારી ઈચ્છા.

આઈવીએફ ટ્રીટમેન્ટ........ ખુશીના સમાચાર.

ખુશી, સપનાં અને કાળજી સાથે એક ઈંતજાર... બાળકનાં જન્મ સાથે, માતા-પિતાનાં જન્મનો પણ....

૬ અઠવાડિયા પછી......

વિશ્વા(આંસુ સાથે): વિરલ જોને આ નાનો સો જીવ તોફાન કરી કેટલું દર્દ આપે છે. આ દુનિયામાં આવવાની ના પાડે છે, એને કાયા સ્વરૂપે બહાર નથી આવવું. જોને.... વિરલ અને વિશ્વાના શ્વાસ સમો વિશ્વાસ બસ લાલ રંગમાં જ વહી ગયો?!

વિરલ વિશ્વાને પોતાની બાહોના વિશ્વમાં સમાવી કહે છે.... આ ખાલીપા સાથે જીવન કેવી રીતે વીતશે.....?

વિરલને દુઃખી અને હિંમત હારતો જોઈ બીજી જ ક્ષણે વિશ્વા દુઃખ અને નિરાશાને ખંખેરી વિરલને આશ્વાસન આપે છે.

વિશ્વા: હેય પતિ! આમ કંઈ હાર ના મનાય, આમ જો.... મારા ચહેરા તરફ..... ક્ષણભર નિરાશા આવી અને ચહેરાની સુંદરતા છીનવવાની કોશિશ કરી પણ મેં એને ગેટ આઉટ કહી દીધું.

વિરલ: જૂઠો દિલાસો ના આપ વિશુ, જાણું છું કેટલી ઉદાસ છે તું.

વિશ્વા: તને વિશ્વાસ હતો માનવ સર્જિત ટેકનોલોજી પર અને મને વિશ્વાસ છે માનવના સર્જનહાર પર. તારી આશમાં નિરાશા ભળી છે, મારી શ્રધ્ધા હેમખેમ છે. એનું કંઈ પણ આપવું ન આપવું એમાં આપણી જ ભલાઈ હશે.

વિશ્વાની સમજણ ભરી વાતો સાંભળીને વિરલ તેના કપાળ પર પ્રેમથી ચુંબન કરે છે અને કહે છે, "તું સાચું કહે છે વિશુ... ઉપરવાળો જે કરે છે એ આપણાં સારા માટે જ કરે છે. તારો પ્રેમ અને આ હસતો ચહેરો હશે તો જીવનમાં ક્યારેય કોઈ કમીનો અહેસાસ નહિ થાય.

 

​CCDD

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ