વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રિય દોસ્ત

દોસ્ત,

જો હું

કાલે હોઉં ન હોઉ!

તમને જોઉં ન જોઉં!

મેં તો

વહેતી મુકેલ છે જિંદગી!

તડકો ઓઢીને,

સાંજને સરનામે,

ઘીની વાટે કપૂર સાથે,

સુગંધી પ્રકાશની પાંખે

છંદ,લય કોરે મૂકીને

મુક્ત શબ્દોને સંગાથે.

મેં તો દોસ્તીને માટે

ખુલ્લી મુકેલ છે જિંદગી.

દોસ્ત,

ચાલ ઉજવીએ આ

પળ પળને, જેમાં

ભેટમાં મળેલ આપણી

રૂડી દોસ્તી.

મેં તો તારી માટે

વહેતી મુકેલ છે જિંદગી.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ