વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાન ભંભેરણી


કાન ભંભેરણી


રાધીના લગ્ન માધવપુર નાં નવીન સાથે થયા, નવીનનો પરિવાર સજ્જન સમજુ અને સંપત્તિવાન હતો.

તેમણે રાધીને વહુ નહિ પણ દીકરીની જેમ રાખી. રાધી પણ દોડી દોડી ને ઘરના કામ કાજ કરતી. આથી સૌ કોઈ રાધીના વખાણ કરતા થાકતાં નથી,

રાધી પણ સુશીલ અને સંસ્કારી હતી.

"પંખીના માળા જેવું પરિવાર સૌ સુખથી હળીમળી ને રહે."

રાધી સાસરામાં બધાંની સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ. આખાયે પરિવારમાં તેનાં ખૂબજ વખાણ થવા લાગ્યાં. આખા ઘરમાં રાધી સૌની માનીતી હતી. આમ રાધી અને નવિનનું ઘર સંસાર સુખમય વીતી રહ્યું હતું.

          આ જોઈ બાજુ વાળી લખીબેન ના પેટમાં તેલ રેડાયું. આ નવવધૂ રાધી નો આવો પ્રેમભાવ, કુટુંબ પ્રત્યેની ભાવના એનાથી જોવાતી નહિં.તેણે રાધીની સાસુ ના કાન ભંભેરણી કરી અને સતી જેવી નવવધૂના જીવનમાં આગ ચાંપી. હવે રોજ રોજ સાસુ વહુના ઝગડા થવા લાગ્યાં.હસતા ખિલતા બાગમાં જાણે અચાનક પાનખર આવી ગઈ અને ગમગીની ફેલાઈ ગઈ.

    બાપની આબરૂ જવા બીકે રાધી એ અગન પછેડો ઓઢીને સદાને માટે મોતની ચાદર ઓઢી લીધી.


દીપક રાજગોર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ