વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી યાદ

વ્યસ્તતા વચ્ચે વારંવાર કનડતી

તારી યાદને

કોરાણે મૂકીને જ્યારે

કામે વળગુ છું

ત્યારે પણ

એ યાદ જ્યાં મુકી હોય

ત્યાં

સતત ધ્યાન દોરાયા કરે છે

ને પછી

યાદ ખોવાઈ જવાની બીકે

દોડીને પરત લઇ આવું છું

ત્યારે

હાશકારો અનુભવાય છે

   

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ