વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્પર્ધા.

સ્પર્ધા
--------

  ભરતભાઈનો કોલ આવ્યો 'ને મેં તેની વાત સાંભળી તો હું આશ્ચર્યચકિત થઈ ગયો.મને પણ એ જોવાની તાલાવેલી થઈ.ભરતભાઇ પણ નારાજ લાગ્યા.મને કહે,"આવું તે હોય ? તમે ઉમંગભાઈને કંઇક કહેજો."પણ મેં કહ્યું મને પહેલા જોઈ તો લેવા દો. એટલે એ જાહેરાત shopizen એપ્સના હોમપેજપર જ છે.?"

  "તો હું ખોટું બોલું છું રાજેન્દ્રભાઇ ?"

  "ઠીક છે ભરતભાઇ,હું થોડીવારે કોલ કરું છું."કહી મેં કોલ બંધ કરી તરત શોપીઝેન એપ્સ ઓપન કરી નજર ફેરવી તો ત્યાં ભરતભાઈની મોજીસ્તાનની કલીપ આવીને તરત ચાલી ગઈ.તરત બીજી કલીપ આવી.મેં જોયું તો પંદરવીસ ઘોડા દોડતા દેખાયા. મનમાં વિચાર્યું, ભરતભાઈની વાત તો સાચી લાગે છે,

  " શોપીઝેન પ્રસ્તુત કરે છે એક નવી જ સ્પર્ધા.ઘોડાદોડ."અશ્વદોડ સ્પર્ધા."

  મેં તરત ક્લિક કર્યું કે,તેના નિયમો દેખાયા.

  "મિત્રો શોપીઝેન લાવ્યા છે આપ સૌ માટે એક નવી જ અનોખી સ્પર્ધા.ઓનલાઈન એપ્લિકેશનપર લખતા લેખક લેખિકાઓ માટે  આ ઘોડાદોડ (અશ્વદોડ)ઇતિહાસ સર્જશે."

  આટલું ઉપર ઉપરથી વાંચી તરત ભરતભાઇ યાદ આવ્યા. મનમાં થયું એની વાત તો સાચી છે.આવી તે સ્પર્ધા હોય ? લેખકોને થોડી ઘોડેસવારી આવડે ?.ફરી મેં ઊડતી નજરે નિયમો વાંચ્યા.

1:  શોપીઝેન ઘોડાદોડ સ્પર્ધા શોપી સંમેલન બાદ બપોરે 3-30 વાગે શરૂ થશે.

2: આ સ્પર્ધામાં ફક્ત શોપીઝેનના લેખક લેખિકાઓ જ ભાગ લઈ શકશે.

3: શોપીઝેન અને સફારી ઇન્ફોસોફ્ટના કર્મચારી અને તેમના ફેમિલી મેમ્બર્સ તેમા ભાગ લઈ શકશે નહીં.

4:સ્પર્ધાના દિવસે ઘોડાઓ શોપીઝેન તરફથી આપવામાં આવશે અને સ્પર્ધા પુરી થયે જમા કરાવવાના રહેશે.

5: શોપીઝેન આપને જે ઘોડો આપે એજ સ્વીકાર કરવો.હા આપ અન્ય સ્પર્ધક સાથે તમારો ઘોડો અદલ બદલ કરી શકો છો.પણ એની સંપૂર્ણ જવાબદારી જે તે લેખકોની રહેશે.

6:સ્પર્ધાનું રિઝલ્ટ તે જ વખતે આવવાનું હોઈ ઈનામી રકમોના ચેક એજ વખતે ત્યાં વિતરણ કરવામાં આવશે.

7::-સ્પર્ધામાં કોઈપણ લેખકે ઘોડાપર કોઈપણ જાતના જાહેરાતના ચોપાનીયા ચોડવા નહીં, એ હક શોપીઝેન પાસે સુરક્ષિત રહેશે.જેની નોંધ લેવી.

8::-શોપીઝેન ખાતરી આપે છે કે,આ સ્પર્ધા એકદમ નિષ્પક્ષ રીતે યોજાશે.

9::-જો સ્પર્ધા દરમિયાન કોઈ વિવાદ થાય તો એનું જ્યૂરીશડિકસન અમદાવાદ(ગુજરાત) કોર્ટ રહેશે.

       પહેલું ઇનામ:-

ત્યાંજ ઉપરથી ટપ કરતોકને જ્યોતિન્દ્રભાઈનો કોલ આવ્યો.મનમાં થયું આ વાત માટે જ કોલ કર્યો હશે.ઓન કરી હલ્લો કહ્યું કે,સામેથી તેઓએ જૈશ્રીકૃષ્ણ કે,ગુડમોર્નિંગ કહેવા વગર ડાયરેકટ પૂછ્યું,

  "રાજુભાઇ,તમને ઘોડેસવારી આવડે છે ? મને ભરતભાઇએ કહ્યું,"કહી તે ખડખડાટ હસી પડ્યા.હું કંઈ જવાબ આપું તે પહેલા જ તેણે કહ્યું,

  "મજાક કરું છું હો રાજુભાઇ, પણ યાર આવી સ્પર્ધા હોય ? આ ઉમંગભાઈએ તો હદ કરી.આ બાબતની કોઈ ગ્રુપમાં ચર્ચા જ નથી કરી."

  "જુઓ જ્યોતિન્દ્રભાઈ, મને હમણાં જ ભરતભાઈનો કોલ આવ્યો હતો એ પણ એમ જ કહેતા હતા.અને મને કહે યાર તમે એને સમજાવો.લેખકને વળી ઘોડેસવારી?."

  "હા,રાજુભાઇ ઘોડેસવારી હોય તો ઠીક છે કે,આપણે બીચપર ગયા હોઈએ ત્યારે કોઈવાર ઘોડેસવારી કરી હોય પણ આ તો સ્પર્ધા છે યાર."

  "પણ જ્યોતિન્દ્રભાઈ, છો સ્પર્ધા ગોઠવતા આપણને ભાગ લેવો ન લેવો એતો આપણી મરજીની વાત છે,તે છતાં હું ઉમંગભાઈને કોલ કરું છું."

  "ઇ માનવાના નથી,મેં જાહેરાત જોઈ કે તરત કોલ કરેલો તો હંમેશની જેમ હસીને કહ્યું,આ નવતર પ્રયોગ છે.આપ જરૂર ભાગ લેજો.ઓનલાઈન એપ્સમાં આપણી એપ્સ ઇતિહાસ સર્જવા જઈ રહી છે.તમે યાર નનઇયો ન કરો."

  "એમ કહ્યું ! પણ ઇતિહાસ બીતિહાસ તો ઠીક,આમા એકેયના હાડકા સાજા નહીં રહે."

  "તમે તો ભાગ જ ન લેતા રાજુભાઇ,ભલે યુવાન લેખકો ભાગ લે,અને હા મુકું છું.ઓલા બકુલનો કોલ આવતો લાગે છે.પણ તમે ઉમંગભાઈને વાત તો કરો કે,આ શું માંડ્યું છે ?"

  "હા,હા, કરૂં છું".કહી કોલ કટ કર્યો.મનમાં વિચાર્યું કે,નવલકથા, ટુંકીવાર્તા, પ્લોટ આધારિત,અને વેનીલા જેવી સ્પર્ધા એતો ઠીક,અને લેખન કાર્યની કોઈપણ સ્પર્ધા જ ગોઠવી શકાય. મારી કાલીચરણ વાર્તાની થીમપર સ્પર્ધા ગોઠવવાના છે પણ,સાલ્લુ આ ઘોડાદોડ સ્પર્ધા ! અને એમા ભાઈઓ બહેનો બધે સાથે ભાગ લઈ શકે એ વળી !!!!.મનમાં થયું ઉમંગભાઈને જ પૂછું કદાચ એની ટેવ પ્રમાણે મશ્કરી કરતા હોય.પણ એતો વોટ્સએપ ગ્રુપમાં હોય.સાલ્લુ ગજબ કહેવાય.કોલ તો કરું વિચારી મેં કોલ કર્યો તો ઉપાડ્યો નહીં. કદાચ બિઝી હશે.મારો મિસકોલ જોઈ વળતો કોલ કરશે જ એમ વિચારી હું વિચારે ચડ્યો.

  નિમિષાબહેનને કોલ કરું ? ના,ના,એમ કરું,મનહરભાઈને કોલ કરું.ત્યાં જ આબીદભાઈનો કોલ આવ્યો.

  "હલ્લો,રાજેન્દ્રભાઇ, આબીદ બોલું છું.શોપીની જાહેરાત જોઈ ?"

  "અરે,જોઈ શું ! વાંચી આબીદભાઈ.આ ગજબ કેવાય સાલ્લુ ઘોડાદોડ ! મને હમણા ભરતભાઇ અને જ્યોતિન્દ્રભાઈનો કોલ આવેલા.આવો આઈડિયા કોણે આપ્યો હશે !,ના કોઈ ગ્રુપમાં ચર્ચા કે,ના પર્સનલમાં !"

  "અરે,શું વાત કરું રાજેન્દ્રભાઇ, મને પણ બે ત્રણ કોલ આવી ગયા.સબીરભાઈ તો કહે છે એમા આપણું કામ નહીં."

  "તે આપણું એમા કામ છે ? હું તો જિંદગીમાં કોઈ 'દી ઘોડે નથી બેઠો સિવાયકે લગ્ન વખતે.અને હજુ પસ્તાઉ છું."આબીદભાઈ હસી પડ્યા અને કહ્યું,

  "ભાઈ આપણે તો પ્રેક્ષક ગેલેરીમાં બેસીશું, પણ યાર આ ઉમંગભાઈ!"

  "આબીદભાઈ,ઉમંગભાઈનો કોલ આવતો લાગે છે,તમને પછી કોલ કરું."

  "ઓકે,રાજેન્દ્રભાઇ ઓકે".કહી તેણે હસીને કોલ કટ કર્યો.મેં ઉમંગભાઈને લગાવ્યો કે,

"બોલો ,બોલો સરજી, જાહેરાત વાંચી ? "

"હા,વાંચી પણ આવી સ્પર્ધા હોય.આમા બહુ રિસ્ક છે ભાઈ .....આવું તુત સારું લાગશે ?"

"તમે પણ યાર ઢીલી વાત ન કરો,તમે તો અમારા આપણા માર્ગદર્શક છો."

"તમે યાર,માર્ગદર્શક માર્ગદર્શકની પત્તર ખાંડો માં,મને તો ઠીક તમે બીજા કોઈને કે,વોટ્સએપ ગ્રુપમાં પણ કોઇને પૂછ્યું ?"
"આ વાત લોકો માનશે ?,મારી તો હિંમત નથી ચાલતી અને તમે...!"

   "તો આપણે મનાવી લઈશું.અને હા તમે પણ આમા ભાગ લેજો,રસ લઈ સૌને સમજાવજો.ઘણા લેખકો ભાગ લે તો કંઈક ઠીક દેખાય,તમારું શું માનવું છે ?"

  મનમાં વિચાર્યું, હવે આને શું જવાબ આપવો ? કંઈક કહું ત્યાં ફરી એ બોલ્યા.

  "રાજેન્દ્રભાઇ આપણને અગાઉથી ખૂબ તૈયારી કરવી પડશે.તમે વહેલા આવજો.બને તો માંડવીથી હાર્દિકભાઇ અને નાનો નીકળવાના છે જ તેની સાથે જ આવજો."

  "એ નાનો બ્રિજેશ 'ને ? મને તો આ આઈડિયા એનો લાગે છે પણ ઉમંગભાઈ એમા".

  "જુઓ રાજેન્દ્રભાઇ, તમારે તો ના જ નથી પાડવાની. જ્યોતિન્દ્રભાઈનો પણ કોલ આવેલો.એણે પણ ઢીલી વાત કરી.પણ આપણે તેને મનાવી લઈશું.અરે,તમે જો જો તો ખરા શોપિંઝન સંમેલન ખૂબ સફળ થશે.અને ત્યારબાદ ઘોડાદોડ સ્પર્ધા. હાર્દિક અને નાનો તો ખુશ થઈ ગયા છે."

  "તે બને ખુશ તો થાય 'ને,એ બંનેને ઘોડેસવારી આવડે છે.બને દરરોજ માંડવી બીચપર ઘોડા દોડાવતા હોય છે."

  મનમાં વિચાર્યું,આ આઇડીયો એ રાયચંદા બ્રધર્સનો તો નહીં હોય ? અને આ ઉમંગભાઈ આટલા ઉત્સાહથી વાત કરે છે તો એને નિરાશ કેમ કરવા.મેં  હા માં હા કહી વાત આટોપી.મનમાં થયું કે,હવે કોઈનો કોલ ન આવે તો સારું.નહીંતર ઉમંગભાઈનું શું કહેવાનું છે એમ પૂછશે.મનમાં થયું હાર્દિકને કોલ કરું.નંબર જોડ્યા કે,તરત,

"બોલો,બોલો,રાજુકાકા."

"આ શું માંડયું છે ?"

"શેની વાત કરો છો ?"

"અરે,ઘોડાદોડની વાત છે.ઉમંગભાઈને આવો તે આઈડિયા કે,સૂચન અપાય ?"

"ઓહો,તમને ગેરસમજ થઈ લાગે છે.મેં એવો કોઈ આઈડિયા નથી આપ્યો મારાભાઈ.હા,ઉમંગભાઈનો કોલ આવેલો કે,તમને બને ભાઈઓને ઘોડેસવારી આવડે છે ?.મેં હા પાડી હતી બસ એટલુંજ .ત્યારે સ્પર્ધાની કોઈ વાત જ નહોતી થઈ."

  "તો નાનકાએ,મતલબ બ્રીજેસે તો ?"

"એણે પણ કંઇ નથી કર્યું.એ મને પૂછ્યા વગર કોઈને સલાહ ન આપે."

"ઠીક છે,ઠીક છે,પછી નિરાંતે કોલ કરું છું"

"અરે કાકા,સાંભળો તો ખરા,ઉમંગભાઈએ કહ્યું છે કે,તમે વહેલા આવો ત્યારે રાજેન્દ્રભાઈને સાથે લેતા આવજો."

"મારો તો વિચાર નથી હાર્દિક,પણ સંમેલનમાં જવું પડશે.એની તો મોજ અલગ જ હશે.પણ આ ઘોડેસવારી યાર.ઓકે"કહી મેં કોલ કટ કર્યો.

  મેં વોટ્સએપ એપ્સપર નજર ફેંકી કે,હું ચોંકી ગયો.સાલ્લા 632 મેસેજ ઓપન કરી જોયું તો બીજા ગ્રૂપ કે,અંગત મેસેજ તો ચાલીસેક ,ઓહો તો એકલા શોપીઝેન ડિસ્કસ ગ્રુપના જ પાંચસો છનું .!! ત્યાં તો સત્તાણું, અઠાણું..... ઓ..બાપરે ....છસો બાર.મનમાં વિચાર્યું એજ વાત ને લઈને ચર્ચા હશે.મને ઓપન કરતા બીક લાગી કે,આમા બે પક્ષ પડી ગયા હશે.નથી ખોલવુ.રાત્રે મોડેથી જોઈ લઈશ.પણ મન માન્યું નહીં. ખોલ્યું ત્યાં અનરીડ મેસેજ 645.

  મીરુ પટેલ,
વાહ,મોજ પડી ગઈ.હું તો ઘોડાદોડની રાહ જોઉં છું.

ભરતભાઇ ચકલાસિયા.
અરે છોરી હાડકા એકેય હાજા નઈ વધે.એક તો સુકલકડી પાછી ઘોડે ?????

હાર્દિક રાયચંદા.
????????
બ્રિજેશ રાયચંદા.
????????હવે ખરી મોજ પડશે.

ભરતભાઇ ચકલાસિયા.
એ...લા એ મોજવાળા ,આ કલમના ઘોડા નથી,હાચા ઘોડાની વાત છે.

પ્રકાશ પટેલ::-
"ખરી મર્દાનગીવાળી થીમ ગોતી લાવ્યા મોટાભા."

જતીન પટેલ.
ભરતભાઇ કલમના ઘોડા તો ઘણા દોડાવ્યા,આ સાચા ઘોડા દોડાવવાની મજા જ કંઈક ઔર હોય યાર.

માનસી પટેલ.
મીરુ,તો તું ભાગ લઈશ ? માય ગોડ.????

ભરત રબારી,
ભરતભાઇ,અબ આયેગા મજા.

અમિષા પી.શાહ.
કંઈક ગરબડ કે,સમજફેર લાગે છે મને.

ભરતભાઇ ચકલાસિયા,
હા,હા,લ્યો મજા,ખૂબ મજા લો.પાછા આવસો ત્યારે તમારી ભેહુ વિયાઈ ગઈ હશે.????

miru patel::-
  "હા પ્રકાશભાઈ,મર્દાનગીની સ્પર્ધા. તમે પણ ભાગ લેજો.

ઉમંગભાઈ;-
અમિષાબેન કોઈ ગરબડ કે,ગેરસમજ નથી.ઘોડાદોડ એટલે ઘોડાદોડ જ રાખી છે.અને આમા દરેકે ભાગ લેવાનો જ છે.
ખુલી ધમકી સમજો.????????

મીરુ પટેલ,
હોવે માનસી,અને તું પણ રેડી રહેજે.અતિકા દીદી ઠેઠ બોમ્બઈથી આવવાના છે.જ્યોતિન્દ્રભાઈ પણ આવશે જ.અને પિતાજી (ભરતભાઇ)આપ ગરમ ન થાઓ.તમે નહીં આવો તો કોઈને પાનો નહીં ચડે.

પલ્લવી કોટક.
એ..લા.બ્રિજેશ શેની મોજ ? આટલા મેસેજ ? વાત શું છે ?.

ભરતભાઇ ચકલાસિયા.
જતીનભાઈ,આ ખાવાના ખેલ નથી,ભાગ લઈને મારે નાથા ને ભૂલવાડવો પડે,એમા સમજી જાઓ.

માનસી પટેલ,
જોઉં ,પપ્પા રજા આપશે તો.....નહીંતર...... તો....તો...તો...
????????????????????

નિમિષાબેન દલાલ.::-
"મિત્રો,આપ શોપિંઝનના માનવંતા લેખકો છો.આપ કોઈવાતે ચિંતા ન કરો.અહીં આપ સૌ માટે ખૂબ સરસ સુંદર વ્યવસ્થા કરીશું.ઉમંગભાઈએ કહ્યું છે કે,ક્રિકેટની જેમ આપણે સૌને પેડ બંધાવીશું. અને ગ્લોઝ સાથે આખા શરીરે વીંટાય એવો કોસ્ચ્યુમ પણ તૈયાર કરાવ્યા છે.તો સૌને ભાગ લેવા હું વિનંતી કરું છું.કોઈને કંઈ પૂછવું હોય તો પ્લીઝ મને અંગત મેસેજ કરશો."

હિરલ પુરોહિત::-
"આ શું છે ! શેની વાતો ચાલે છે ?????"

ઉમંગભાઈ::-
"લ્યો,આવી ગયા કટાક્ષિકા બહેન.????.

  ત્યાંજ મારા મિત્રનો કોલ આવ્યો.
"અલ્યા,ઓટલે નથી આયો ?."

"અરે,પ્રમોદ ,હમણાં આવ્યો સમજ.બીજા સૌ આવી ગયા ?"

  "સંધાય અહીં જ ગુડાણા છીએ,આવને ભાઈ.કોઈ ટેન્શન નથી 'ને ?"

  "ના,ના,કોઈ ટેન્શન નથી.આવું જ છું."કહી મેં કોલ કટ કર્યો.એ લોકોને મારા ટેન્શન વિષે શું કહું કે,ઉમંગભાઈએ કેવી ઉપાધી આદરી છે.હું બહાર નીકળ્યો.અમારા પુસ્તકાલયની બહાર ગોઠવેલા બેન્ચો કે,જેને અમો ઓટલો કહેતા ત્યાં પહોંચ્યો.તરૂણ અને પ્રમોદ અને સુરેશ ત્યાં બેઠેલા હતા.સુરેશે મજાકમાં કહ્યું,

  "આવો આવો,લેખક મહાશય....."

  "રહેવા દેને યાર,મજાક."કહી હું બેઠો કે,ધર્મેશભાઈનો કોલ આવ્યો.મેં ઓન કર્યો કે,

"રાજેન્દ્રભાઇ, ધર્મેશ બોલું છું,કેમ છો ? મજામાં ?"

"હા,જયશ્રી કૃષ્ણ ધર્મેશભાઈ,બોલો બોલો."

"શોપી સંમેલનમાં આવો છો 'ને ?".

"હા,વિચાર તો છે પણ આ સ્પર્ધા !"

"હા અંકલ,મને પણ નવાઈ લાગી આ ઘોડાદોડ સ્પર્ધાની વાત સાંભળીને પણ,ઉમંગભાઈને ના ન પાડી શક્યો.બહુ ઉત્સાહમાં હતા."

"પણ ધર્મેશભાઈ તમે થોડો વિચાર તો કરો આવી સ્પર્ધા રાખવી યોગ્ય છે ?"

"વાત સાચી તમારી અંકલ પણ તમે પણ આવજો ચોકસ અને ભાગ પણ લેજો.એક ઔર અનુભવ થઈ જાય."

"હા,આવીશ ચોકસ,સંમેલનમાં તો આવવું જ છે."અને થોડી આડી અવડી વાતો કરી મેં કોલ કટ કરી વિચાર્યું કે,ઉમંગભાઈએ જ ધર્મેશને કહ્યું હશે કે,મને તે કોલ કરે.મને હસવું આવ્યું.મિત્રો મારી સામે જોઈ રહ્યા.અને મેં આ ઘોડાદોડ સ્પર્ધાની વાત કરી ત્યારે તો હસી હસીને બેવડ વળી ગયા.સુરેશે તો કહ્યું,

"તું તો એ ઉમંગભાઈના ખૂબ વખાણ કરતો હતો."

"વખાણ ? અરે ભઈલા,ખરેખર જેન્ટલમેન માણસ છે.મળવા જેવા માણસ છે પણ આ....."..વચમાં તરૂણે કહ્યું,"હા,તે મળીશું 'ને.ઘોડાદોડ સ્પર્ધા વખતે."

"અરે ત્યાં જવા જેવું નથી યાર.મને કંઈ સમજાતું નથી કે,આવું ઘોડાદોડ જેવું કેમ ગોઠવ્યું !".

"એ..લા..અત્યાર સુધી તું કહેતો 'તો કે,સંમેલનમાં સાથે લઈ જઈશ.હવે તો અમો ત્રણેય જરૂર આવીશું તારી સાથે."

"સાલ્લી મજા પડશે હો તને ઘોડાદોડ સ્પર્ધામાં ઘોડાપર બેસતા જોવાની".કહી તરૂણ ખડખડાટ હસી પડ્યો.આમ મિત્રો સાથે મજાક કરતા ઘેર પહોંચ્યો.રાત્રે ક્યાંય સુધી વિચારો આવતા રહ્યા.

  સંમેલનની વાત કરી ત્યારે મારી પત્ની વર્ષા પણ સાથે આવવા તરત રાજી થઈ ગઈ.એતો રાજી થાયજ ત્યાં એની બહેનને મળવાનું થાય.તેણે કહ્યું,"આમેય તે હમણાં અમદાવાદ જવાયું નથી.આપણે બે દી વહેલા જઈશું."હું મનમાં મુંજાતો હતો કે,સંમેલન બાદ સ્પર્ધાની વાત કરું કે,નહીં?. નથી જ કરવી.મારે ક્યાં ભાગ લેવો છે? સંમેલન બાદ ત્યાંથી નીકળી જઈશું.ફ્રી થઈને હું આડો પડ્યો,ફરી વોટ્સએપ મેસેજ ખોલ્યું.
            112unread mesejis.

મનમાં વિચાર્યું 112 અને મેં નજર ફેરવી

pujaben(કાલરાત્રિવાળા);--
   "તે હું કદી ખોટું નથી બોલતી,જે લેખકો લેખિકાઓ કાળરાત્રી વાંચ્યા વગર ઘોડાદોડ સ્પર્ધામાં ભાગ લેશે એનો ઘોડો રસ્તામાં જ લંગડો થઈ જાશે..

miru patel;-
  "માનસી તું આવજે ચોકસ હો,પપ્પાને સમજાવજે, તારી વગર મજા નહીં આવે.????????

vrshaji kukadiya;-
  "મીરુ,મારી વ્હાલી દીકરી,તું ઘોડાદોડમાં ભાગ ન લેતી બેટા, આપણે સંમેલનમાં આનંદ કરી પાછા આવીશું.તું જો નહીં માને તો હું સંમેલનમાં પણ નહીં આવું હો....અરે મારી દીકરીને કોઈ સમજાઓ.????

bhrtbhai chklasiya;-
"પૂજાબેન,હું ઘેરથી પૂજા કરીને નીકળવાવાળો માણસ છું હો..ઘોડો લંગડો થાય મારા હિતશત્રુઓનો...મારો નહીં.????

જયશ્રીબેન વકીલ;-
   "wow... ઇટ્સ globl aidia... hors resing.....????????????????????????????????

miru patel;-
"ઓહ,મમ્મા, વર્ષામાં. તમે પણ !!!મને મજા આવશે તો તમને પણ ગમશે.તમારે આવવાનું જ છે..... મારા સપોર્ટર તરીકે,મમ્મા પ્લીઝ."

rajusr;-
".મેં ઘણી સમજાવી પણ સમજતી નથી વર્ષાબેન.

          9995645906...is left

          8245690834...is left..

jatin patel::-
  અહીં આ ગ્રુપમાં ફાલતુ વાતો ન કરો પ્લીઝ.આવવું ન આવવું એ અંગત મેસેજમાં વાતો કરો અથવા શોપીઝેન ડિસ્કસ ગ્રુપમાં જાઓ.????????.કોઈને ન ગમે અને ગ્રૂપ છોડી જાય એ યોગ્ય નથી...જ..????.

પૂજાબેન ત્રિવેદી::-
"ઓહ,સોરી હો....હવે સૌ વંડી ઠેકી ત્યાં ચાલો.????????????"

miru patel::-હા,ત્યાં પણ આ વાતની લઈને ધમાચકડી ચાલુ છે.ત્યાંજ ચાલો.
        ----------------------------------

      મેં શોપીઝેન ડિસ્કસ ગ્રૂપ ખોલ્યું.કે,

તૃપ્તિબેન ચાવડા.::-

   ખરેખર કહું છું,જ્યોતિન્દ્રભાઈ
                        સુનિલભાઈ.
                        ભરતભાઇ.
                        વર્ષાબેન.
                        અલકાબેન.
                        અમિષાબેન.
                        રાજેન્દ્રભાઇ.
                        સબીરભાઈ.
મને પણ આ વખતે સ્પર્ધા બાબતે પૂછ્યું જ નથી.સાચું કહું છું.આમતો જ્યારે સ્પર્ધા બાબતે અમો બને ઘણીવાર ચર્ચા કરતા હોઈએ.પણ આ સ્પર્ધા બાબતે કોઈ ચર્ચા જ નથી થઈ.

પૂજાબેન::::-
  ઓહો,અહીં પણ ફૂલ ચર્ચા થઈ લાગે છે. મીરુ તું આવી !"

ભરતભાઇ ચકલાસિયા::-
  "એ..લા..પ્રકાશભાઈ, મર્દાનગી બતાવતા ક્યાંક.......????હજુ ઘોડે ચડવું બાકી છે હો."

હિરલ પુરોહિત::-
  "ઓહો આટલા બધા મેસેજ ! વાત શી છે.હું હમણાં નવરી થઈ.મારે ઉપરથી બધા મેસેજ વાંચવા પડશે.વાંચી લઉં.????????????."

ઉમંગભાઈ ચાવડા;;--
  "લો,આવી ગયા let latif.????"

  મેં પણ ચેટિંગમાં ઝુકાવ્યું.

rajendr solanki::-
  "ભરતભાઇ, પ્રકાશભાઈને ના ન પાડો, છો ભાગ લેતા. ઘોડાપર બેસવાની પ્રેક્ટિસ થઈ જશે.આમેય તેને ઘોડાપર બેસવાનું બાકી છે."????????????????????????."

       Bhrtabhai is Taiping,

હિરલ પુરોહિત::-
"બધા મેસેજ વાંચી લીધા હો હું,સૌ સાથે સહમત છું ઓકે.????????????????

પ્રકાશ પટેલ::-
"રાજેન્દ્રભાઇ, બસ તમારા આશીર્વાદ જોઈએ તો એ પણ થઈ જશે.????????

rajendra solanki::-
"આશીર્વાદ પ્રકાશભાઈ. શુભમ ભવ.????".

       આ લાબું ચાલશે વિચારી મેં લખ્યું.

rajendra solanki::-
  "ગુડનાઈટ મિત્રો.શુભરાત્રી.????????

ભરતભાઇ ચકલાસિયા::-
રાજેન્દ્રભાઇ, એના લગ્ન બાકી છે એટલે જ સલાહ આપી પ્રકાશભાઈને.ક્યાંક....????????"
          ----------------------------------
       અને એ દિવસ પણ આવી પહોંચ્યો.સંમેલન,અને એ પણ શોપીનું એટલે કંઈ ઓછું ન હોય..

  વિશાળ સજાવેલો હોલ,એવુંજ સજાવેલું સ્ટેજ.ઠેર ઠેર લગાવેલા શોપિંઝનના ચિહ્નવાળા નાનામોટા વાવટાઓ ફરકી રહ્યા હતા.હોલ બહાર પણ મોટો શમિયાણો શોભી રહ્યો હતો.બહારથી અંદરસુધી લાલ જાજમો જાણે આવકારતી હતી.અને ઉમંગભાઈનો ઉમળકો.

  ઉમંગભાઈનો ઉમળકો અને લેખક લેખિકાઓનો દબદબો.કોઈ દિવસ મળ્યા વગરના સૌ મિત્રો ભેગા થયા પણ જાણે પરિવાર ભેગો થયો હોય એવો અહેસાસ થયો.કોઈ કોઈની આંખો ભીની થતા મેં જોઈ.આનંદની એ અનુભૂતિ જિંદગીભર નહીં ભુલાય.સમય જાણે થંભી ગયો.

"હું અને મારી પત્ની વસુ જ્યારે અંદર દાખલ થયા અને હજુ આમતેમ નજર ફેરવતા હતા ત્યાંજ મીરુ દોડતી નજીક આવી પ્રેમથી ભેટી પડી.મેં મજાક કરી કે,તું કોણ દીકરી ! કે,મો ફુલાવી ભેટી પડી.તેની આંખમાં હર્ષના આંસુ મેં જોયા.તેની સાથે હિરલ ,માનસી અને વર્ષાબેન પણ પાછળથી આવ્યા.વસુને સૌ સાથે ઓળખાણ કરાવી.તે પણ આમ અતિ ઉત્સાહથી સૌને મળતા જોઈ ભાવવિભોર થઈ કે,મારી પીઠ કોઈએ થપથપાવી."

  "પાછળ જોયું તો હાસ્યના બાદશાહ."ઓહો ભરતભાઇ કહી હું તેને ભેટ્યો.ભરતભાઈએ મને કાનમાં કહ્યું,"ભાભા, આ મિરૂડીને કંઈક સમજાવજો.ઘોડાદોડમાં ભાગ તો લીધો છે.માનતી નથી.ઓ...લો...કરસનીયો ક્યાંક રખડી પડશે."મેં જવાબ આપતા પહેલા સૌ સામે હસીને જોયું કે,મીરુ સમજી ગઈ હોય તેમ ભરતભાઇ સામે જોઈ મો ફુલાવી કહ્યું,

  "તમને મારી ચિંતા થાય છે એ ખરું,પણ મજા મારી ન નાખતા.હું એ બાબતે રાજેન્દ્રકાકાની પણ વાત માનવાની નથી."

  મેં કહ્યું,"કઈ વાત !મને ખરેખર કંઈ ખબર નથી."

  "પણ મને બધી ખબર છે હો કાકા.હું ભાગ લઈશ,લઈશ 'ને લઈશ."

"રાજેન્દ્રભાઇ અચી વ્યા ઐ. કડે પુગા ?"કચ્છી લહેકો સાંભળી મેં જોયું તો પલ્લવીબેન.

  "જયશ્રીકૃષ્ણ ભેણ, હેવર જ આયાસીં.હુ નાનકો ડિસજે નતો.?".

"કેર ? હૂ બ્રિજેશજી ગાલ કર્યો 'તા ?."

  એ કઈ જવાબ આપે ત્યાં સબીરભાઈએ કહ્યું,"એ...ય તમે યાર કચ્છીમાં વાત ન કરો."

અને અમે સૌ હસી પડ્યા.અમને સૌને આમ હસતા જોઈ આજુબાજુથી અમિષાબેન,જયશ્રીબેન વકીલ  અને જ્યોતિન્દ્રભાઈ જાણે પ્રગટ થયા.સૌ આનંદથી મળ્યા.મેં જ્યોતિન્દ્રભાઈના હાથમાં ચાબુક જોઈ આશ્ચર્યથી તેની સામે જોયું કે,ભરતભાઈએ ટીખળ કરતા કહ્યું,

"આ બ્રહ્મદેવતાને ઉમંગભાઈએ અને મિરુએ સ્પર્ધા ઘોડાદોડનો ખુબ રંગ ચડાવ્યો છે.ગોરાણી આવ્યા હોત તો અબઘડી નશો ઉતારી નાખ્યો હોત."ત્યાંતો જ્યોતિન્દ્રે ચાબુક ઊંચી કરી કે,ભરતભાઇ ભાગ્યા પણ કહ્યું,"એ.. લા...રેવાદે, ઘોડેથી ભંગાશો તો આ ભરત જ કામ આવશે હો."અને ફરી હાસ્યનું મોજું ફરી વળ્યું.એ વચ્ચે મેં અમિષાબેનને પૂછ્યું.

  "કેમ છો જયશ્રીબેન,કેમ છે અમિષા ,અને મમ્મી અલકાબેન આવ્યા છે.?"

  "સૌ મજામાં છીએ રાજેન્દ્રકાકા, મમ્મી આવ્યા છે 'ને,એ હીનાબેન અને નિમિષાબેન સાથે હમણાં અહીં હતા."કહી તે વસુ તરફ ફરી એની સાથે વાતોએ જોડાયા.મેં વસુને કાનમાં કહ્યું,"સૌ ઘરજેવા જ છે હો ,કોઈ મશ્કરી કરે તો મનમાં ના લેતી.."અમિષાએ એ કદાચ મારી વાત સાંભળીને મને કહ્યું,

  "કોઈ બાત નહીં અંકલ,હું વસુકાકીને મમ્મી પાસે લઈ જઉં છું.તમે પણ ત્યાં આવો."

  "હું તેઓની પાછળ ધીરેથી આગળ વધ્યો ત્યાં થોડેદુર મેં ખુરશીઓપર બેઠેલા આબીદભાઈ, સુનિલભાઈ,શૈલેષભાઇ અને હાર્દિકને જોયા.તેઓ કોઈ ચર્ચામાં વ્યસ્ત હતા.મેં નજીક જઇ કહ્યું,"ઓહો.....સપના લીલાછમ,કે,તરત સૌનું ધ્યાન મારી તરફ ગયું કે,સૌ ઉભા થઇ ગયા.મીઠડો આવકાર આપી મજાકમાં કહ્યું,"આવો આવો કાલીચરણભાઈ,"મને હસવું આવ્યું અને તેઓ સાથે બેઠો.

  શૈલેષે કહ્યું,"એ ટુંકીવાર્તા કાલીચરણ બહુ જોરદાર હતી હો,અને એ જ થીમપર સ્પર્ધા યોજાવાની છે."

  "પણ તારી મરુભૂમિની મહોબત જેવી નહીં હો."

  "અરે,હોય ? હું તો તમારી અને આબીદભાઈ પાસે હજુ શિખાઉ છું.અને શીખું છે."......એ શૈલેષની નિખાલસતા અમને બંનેને પીગળાવી ગઈ.ત્યાં "સ્માઈલ પ્લીઝ."કહેતો બકુલ ડેકાટે આવ્યો.મેં જોયું તો માથે વિચિત્ર ફરની કેપ.ખભે ભારી ભરખમ બે ત્રણ કેમેરા.શર્ટના બે ત્રણ બટન ખુલા.અને મુખપર રમતું હાસ્ય.તેણે કેમેરા ઓન કરી હાથ ઉંચો કર્યો અને સ્ક્રીનમાં જોતો કેમેરા આમતેમ ફેરવ્યો.મેં કહ્યું"બસકર ભઈલા,"અને હસીને તેણે સૌ સાથે હાથ મેળવ્યા.મેં કહ્યું,

  "બકુલ તેં ઘોડાદોડમાં ભાગ નથી લીધો ?"

"ના...રે..અંકલ,મરવું છે ?.....આપણને આ ફાવે....આવકની આવક અને મોજેમોજ."

"તું જબરો ગણતરીબાજ નીકળ્યો હો બકુલ."અને ત્યાંજ ઉમંગભાઈને આવતા જોઈ તે નાકપર આંગળી રાખી કંઈક ઈશારો કરતો સરકી ગયો.

  "અરે સરજી, ક્યારે પધાર્યા આપ ?"ઉમંગભાઈએ એ...જ...મધુર હાસ્ય સાથે મને કહ્યું.મેં જોયું તો સુરવાલ ઝભામાં સજ્જ.ઉપર રેશમી મરૂન કલરની બંડી. માથે કેશરી સાફામાં શોભતા હાસ્ય વેરી રહ્યા હતા.હું ઉભો થયો કહ્યું કે,"હમણાં આવ્યા" ત્યાં મને બાથમાં લઈ ભીસ્યો.તેનો ઉમળકો જોઈ હું પણ ગદગદીત થઈ ગયો.તેણે કહ્યું,

  "હા,મને હમણાં કાકી મળ્યા.તેઓ સ્ત્રીઓના ગ્રુપમાં વાતોએ જામ્યા છે."
        મને મનમાં ભય હતો કે,તે અહીંના વાતાવરણથી કંટાળે નહીં તો સારું.ત્યાં ચા લઈને એકજણ આવીને ઉભો રહ્યો.અહીં બેઠેલાઓએ ચા પીધી હતી.પણ ઉમંગભાઈએ સૌને આગ્રહ કરી બીજીવાર સર્વે કરાવી. અમો ચા પીતા હતા ત્યાં.મીરુ,કિશન,જયેશ દિવ્યેશ અને બીજા બે ત્રણ યુવાન લેખકો લેખિકાઓ ધમાલ કરતા આવી પહોંચ્યા.મિરુએ મને કહ્યું,

  "અંકલ,આ રિપોર્ટરને આપ ઉઠબેસ કરાવવાના હતા 'ને ? ભૂલી ગયા ?."

  એ સૌને મજાકના મુડમાં જોઈ મનમાં હું પણ હરખાયો અને મને વોટ્સએપ ગ્રુપના મેસેજો યાદ આવ્યા. મેં પણ મજાક કરતા કહ્યું,

  "આઈલા, ઠીક યાદ કરાવ્યું,એક આ.કિશન અને બીજો ઓ..લ્યો..નાનકો ઇ ક્યાં છે દેખાતો નથી."ત્યાં ભરતભાઈએ આવીને કહ્યું,

  "અરે ભાભા,વો આપકે પીછે ખડા હૈ."હું પાછળ જોઉં ત્યાં બ્રીજેસે આગળ આવી મને પ્રણામ કર્યા."

"લ્યો હવે કરાવો ઉઠબેસ."મને યાદ આવતા કહ્યું પણ ગણતરી કરવા ઓલ્યા બાર વરહના બેનની હાજરી જોઈશે 'ને,ઇ ક્યાં ?".

ભરતભાઇ તરત બોલ્યા,"અરે કાકા એનું ક્યાં નામ લીધું.એ...ય..આવે ઇવડા ઇ...."

કહી ભરતભાઇ તો આઘાપાછા થઈ ગયા.ત્યાં એની આગવી સ્ટાઇલથી મરક મરક હસતા નૂતનબેન આવી પહોંચ્યા.અમો ઉભા થઇ તેને અભિવાદન કરવા ગયા કે,તેણે કહ્યું,

   "અરે,અરે,આપ સૌ બેસો.જયશ્રી કૃષ્ણ સૌને."અમોએ પણ તેઓને આવકાર આપી બેસવા કહ્યું કે,તે બોલ્યા,

  "ઓ....લા   ભરતભાઇ અને જ્યોતિન્દ્રભાઈને જોયા ?".મેં કહ્યું,"નુતનબેન,એ ....એ...."

વચમાં મીરુ કૂદી પડી અને બોલી,"આ રાજેન્દ્રઅંકલને ખબર હશે તો પણ નહીં કહે,"અને દૂર ભાગતા ભરતભાઈ સામે આંગળી ચીંધી નુતનબેનનો હાથ પકડી હસીને એ બાજુ દોરી ગઈ.અમો સૌ ખડખડાટ હસી પડ્યા.બ્રીજેસે કહ્યું,"આજ ભરતભાઇ અને જ્યોતિન્દ્રભાઈની ખેર નથી.અને ઉમંગભાઈ સાથે અમો સૌ ખડખડાટ હસી પડ્યા.ઉમંગભાઈએ કહ્યું,"આપ સૌ સ્ટેજ સામે ગોઠવાઈ જાઓ.થોડો સ્ટેજ પ્રોગ્રામ પતાવીએ. સૌ એકબીજા સાથે મળીને એટલા આનંદમાં છે કે,સ્ટેજની સામે કોઈ બેસતા નથી."

  "સાચી વાત,આ અવસર જ એવો છે". કહી અમો સૌ ઉભા થઇ સ્ટેજ આગળ રવાના થયા.સ્ટેજપરથી મોર્ડન ભટ્ટ એનાઉન્સર તરીકે રમૂજ સાથે વક્તાઓનો શોર્ટ પરિચય આપી ક્રમબદ્ધ બોલાવતા રહ્યા.વચ્ચે વચ્ચે તેઓ દરેક વક્તાઓને મુંજવી નાખતા સવાલો પૂછતાં તેની એનાઉન્સર તરીકેની કાબેલિયત પુરવાર કરતા રહ્યા.

     જતીનભાઈ.ધર્મેશભાઈના પ્રવચનો યાદગાર રહ્યા.ભરતભાઇ પણ પોતાના વકતત્વમાં છવાઈ જઈ હાસ્ય પીરસતા રહ્યા.

  કોઈ કોઈ વચ્ચે અજાણતાપણુ હતું જ નહીં.મનહરભાઈનું માર્ગદર્શન ખૂબ સરસ રહ્યું.સૌએ પોતાની રીતે સ્પીચ આપી.લેખિકાઓના પણ વિચારો પણ વિચારતા કરી દે એવા સાહિત્યિક હતા.એ આનંદ મસ્તીમા અને સૌને રૂબરૂ મળ્યાનો આનંદ કંઈક અનેરો જ રહ્યો.મેં પણ મારી સ્પીચમાં શોપીની શરૂઆતમાં કેવી મુશ્કેલી પડી હતી એની હાસ્ય સાથે રજુઆત કરી ત્યારે ઉમંગભાઈએ આંગળી ઉંચી કરી હાસ્ય સાથે હકારમાં ડોક હલાવી.

      અને ત્યાં જ ગરબા મ્યુઝિક ચાલુ થયું.બહેનો તો ભાવવિભોર થઈ રાસ રમ્યા.કોરોનામાં ગરબા બંધ હતા તેનું સાટુ વાળતા હોય તેમ સૌ જુમી ઉઠ્યા.છેવટે જમવાના સમયે સૌ આનંદથી જમ્યા.જમણવાર પણ પૂરો થયો એ દરમિયાન ઘોડાદોડ વિષે કોઈ સાથે વાત કરવાનો મોકો જ ન મળ્યો.મને યાદ આવતા મેં જ્યોતીન્દ્રભાઈ કે,ભરતભાઇ માટે નજર ફેરવી.કોઈ દેખાયા નહીં.

  સ્ત્રીવૃંદ ધીરે ધીરે બહાર નીકળવા લાગ્યું.અહીંથી મેદાનમાં જવા બહાર ત્રણ લગઝરી બસો તૈયાર હતી.ત્યાં સુનિલભાઈ મને શોધતા આવ્યા.મને કહે "આપણને જલ્દી મેદાનમાં પહોંચવું પડશે ચાલો.મારુ તમારું અને અલકાબેન કોઠારીનું વર્ષાબેનનું નામ નિરીક્ષકોમાં છે."

  "લો,મને તો ખ્યાલ જ નથી."

  "આમ જોવા જાઓ તો રાજેન્દ્રભાઇ, એ કામ મનહરભાઈ અને સ્પર્શ હાર્દિકનું હતું પણ આપણે ભાગ નથી લેતા એટલે અત્યારેજ આપણા ચારેયના નામ નક્કી થયા છે."

"કમાલ છે સુનિલભાઈ,પણ ત્યાં કરવાનું શું ? આપણને ફાવશે?"

"કરવાનું શું હોય ? જેનો ઘોડો ફિનિશલાઈન પાર પાડે એ પહેલો નંબર.આપણને ફિનિશલાઈનની બાજુમાં મંચપર બેસવાનું છે.તમે ચાલો તો ખરા."

  અને હા ના કરતા અમે સુનિલભાઈની કારમાં જ ત્યાં પહોંચ્યા.મંચપર ગોઠવાયા.અલકાબેને મને આવકાર આપી એક સીટી મને આપી.વર્ષાબેન સ્પર્ધાના પેપર જેવું કંઈક વાંચતા હતા.મને જોઈ જયશ્રી કૃષ્ણ કહી કહ્યું,

  "કુલ પાંત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો છે રાજુભાઇ."કહી તેણે ચશ્મા ઠીક કરી મર્મમાં હાસ્ય વેર્યું.મને થયું કે,એને પણ આ સ્પર્ધા ગોઠવાઈ એ ગમ્યું નથી.મેં કહ્યું.

  "પાંત્રીસ તો ઠીક છે વર્ષાબેન પણ,હેમખેમ બધું પાર પડે તો ગંગા નાહ્યા."

"એ..જ વાતની મને ચિંતા થાય છે.આ અલકાબેનતો મનમાં ને મનમાં પ્રભુને પ્રાર્થના કરે છે."

"હાલત તો મારીએ એવીજ છે.જોઈએ આગળ શું થાય છે.પણ આપણે આ ફિનિશલાઈનના માચડે ચડાવ્યા છે પણ કરવાનું શું છે.?"...મારી વાત સાંભળી વર્ષાબેન સાથે અલકાબેન પણ હસી પડ્યા."

અલકાબેને કહ્યું,"એ સુનિલભાઈ બધું સમજી આવ્યા છે."મેં સુનિલભાઈ તરફ જોયું પણ તેનું ધ્યાન પેપરમાં હતું.ક્યા સ્પર્ધકને કેટલા નંબરનો ઘોડો આપ્યો છે તે ચકાસતા હતા.ત્યાં વર્ષાબેને કહ્યું.

  "મને તો મિરુની ચિંતા થાય છે.એક એનું શરીર પાતળું.મેં ના પાડી પણ માની નહીં. ભરતભાઈએ પણ સમજાવી હતી."

  "ચિંતા ન કરો કંઈ નહીં થાય.જુવાની છે.ભલે મજા કરે."

  મનમાં સાલ્લુ મને કુતુહલ થતું હતું.મેદાનમાં નજર ફેરવી તો ઉમંગભાઈ સૌ સ્પર્ધકો પાસે જઈ જઈને કંઇક સમજાવતા રહ્યા.અમુક લેખકો લેખિકાઓ તો ઘોડેસવાર થઈ જાણે પ્રેક્ટિસ કરતા હોય તેમ આમથી તેમ ઘોડા દોડાવતા હતા.

  દૂરથી જોયું તો ભરતભાઇ મિરુને કંઇક સમજાવી રહ્યા હતા.બ્રિજેશ, હાર્દિક તો ઘોડેસવાર થઈ આમતેમ ઘૂમી રહ્યા હતા.હિરલને અને માનસીને ઘોડાપર આસ્તેથી બેસવા અતિકાબેન સમજાવી રહ્યા હતા સ્પર્શહાર્દિક અને બકુલ ડેકાટેએ વિડીયોનું કામ માથે લીધું હોવાથી મનમાં ખુશ હતા કે,એ બહાને સ્પર્ધામાં ભાગ ન લીધો.હરિભાઈ તો જાણે જોકી જ હોય તેમ માથે પનામાહેટ પહેરી ઘોડાને પંપાળી રહ્યા હતા.અલકાબેને મને પૂછ્યું,

  "પેલા ભાઈ કોણ છે ?."મેં તે તરફ નજર કરી પૂછ્યું,"કોની વાત કરો છો ?"

  "ઓ....પેલા સાફાવાળા..... કાળાઘોડા ઉપર બેઠા છે તે.".  ઘોડાઓની હણહણાટી અને લોકોના અવાજોથી અલકાબેનને જરા જોરથી બોલવું પડતું હતું.પાછું હું સાંભળું થોડું ઓછું.

  "એને ન ઓળખ્યા ? એ જ્યોતીન્દ્રભાઈ છે.એની બાજુમાં સબીરભાઈ.?

  "ઓહો...ઓળખાતા નથી હો.સાફો ચડાવીને આવ્યા છે તે.સબીરભાઈ તો તેની હાઈટને લીધે ઓળખાઇ ગયા."

  ત્યાંતો અમારી સામે નીચેથી બે ઘોડેસવાર ઝડપથી નીકળી ગયા.મેં પાછળથી જોયું પણ ઓળખાયા નહીં. સુનિલભાઈ મારી મૂંઝવણ સમજી ગયા અને કહ્યું,

  "એ..જતીનભાઈ અને બ્રિજેશ હતા."

  "બહુ ઝડપથી નીકળ્યા.મને લાગે છે એ બે માંથી એકાદ પહેલો નંબર આવશે."

  "મને પણ એવું લાગે છે." ત્યાં ભરતભાઇ અને ઉમંગભાઈ નજીક આવ્યા.ઉમંગભાઈ અમને ચારેયને સમજાવ્યું કે,"બસ હવે રાઈટ પંદર મિનિટ પછી સ્પર્ધા સ્ટાર્ટ થશે.આ લાઈનમાં જ સૌ પોતાના ઘોડા ઉભા રાખશે.કોઈ આગળ ન જાય એ જોજો અને સીટી વાગે એ પહેલાં કોઈ આગળ વધવાની કોશિશ કરે તો તેના નામ આગળ ચોકડી મારવાની."કહી તે ઝડપથી નીચે ઉતર્યા કે,ભરતભાઈએ નીચેથી જ બૂમ મારી કહ્યું.

  "ઓ..સુનિલભાઈ,ઓ....રાજુભાઇ...અલકાબેન,ઓ..વર્ષાબેન. તમો સિટીઓ મારી સૌને લાઉડથી એક લાઈનમાં ઉભા રહેવાનું કહો નકર સાંજ અહીં જ આથમી જશે."

  "હા,હા,કહી સુનિલભાઈએ સીટી મારી.મારી સામે જોયું.હું સમજી ગયો કે,કોઈ આગળ પાછળ થાય તો તેના નામ આગળ ચોકડી મારવી પણ સાલ્લુ તેને ઓળખવું કેમ? કેમ કે,એ કોણ છે.સૌ માથે હેલ્મેટ,અથવા બુકાની બાંધેલા છે.મેં કહ્યું,"સુનિલભાઈ,આ રહ્યું લિસ્ટ,એમા ઘોડા પાછળ જે નંબર છે એ નંબરની સામે અહીં આપણી પાસે એનું નામ છે."

"ઓહો...યસ,"કહી તે ફરી લિસ્ટ તપાસવા લાગ્યા.અલકાબેને માઇક નજીક લઈ એનાઉન્સમેન્ટ કર્યું.

  "ભાઈઓ બહેનો સૌ સ્પર્ધકોને વિનંતી કે,સૌ ઘોડેસવાર ચેકપોઇન્ટની લાઈન આગળ ઉભા રહો.પ્લીઝ ....તુરંત લાઈનમાં આવો.અને બીજા સૌ આ જગ્યા છોડી દે પ્લીઝ."

  થોડીવાર થોડીવારે અમો એનાઉન્સ કરતા રહ્યા.સૌ એકલાઈનમાં ગોઠવાયા.અમુકના તો ઘોડાઓ કાબુ બહાર થનગની રહ્યા હતા.મેં ભરતભાઈને કહ્યું,"તમે અહીં ઉપર આવતા રહો...યાર...આ ઘોડાઓ.."

  "કંઈ વાંધો નહીં રાજુભાઇ."...ત્યાં સામેના મંચપરથી મનહરભાઈનો અવાજ ગુંજી ઉઠ્યો..

  "શોપીઝેન પરિવાર આપનું સ્વાગત કરે છે.આપ સૌએ અહીં આવી અને આ ઘોડાદોડ સ્પર્ધામાં ભાગ લઈ અમોને પ્રોત્સાહિત કર્યા એ બદલ શોપીઝેન ગ્રૂપ  આપનું સદાય ઋણી રહેશે.ભવિષ્યમાં પણ આવી અનોખી સ્પર્ધાઓ યોજાતી રહેશે."

   તે વખતે અને તેની પહેલા મારા જેવાઓ જે આવી સ્પર્ધા બાબતે અંદરથી નારાજ હતા તેઓ પણ અત્યારે બધું ભુલીજઈ એમા એકતાન થઈ અને આનંદમાં ગરકાવ થયેલા મેં સૌને જોયા.ભરતભાઇ હવે ઉપર આવી સૌ સામે હાથ ઊંચો કરી મારી પાછળ ઉભા રહ્યા.મેં કહ્યું,

  "ભરતભાઇ, યાર તમારે પણ ભાગ લેવો જોઈતો હતો."

  "અરે બાપલીયા,મેં ભાગ લીધો હોત તો મારી મોજીસ્તાન સિરિયલ છ મહિના પાછી ઠેલવી પડે.એટલામાં સમજી જાઓ.અમો ત્રણેય હસી પડ્યા.સુનિલભાઈએ કહ્યું,"ભરતભાઇ, મનહરભાઈને સાંભળ્યા ! દર વખતે કંઇક નવીન સ્પર્ધાઓ યોજાતી રહેશે."

  "હા સુનિલભાઈ, આવતેવર્ષે કચ્છના રણમાં ઊંટદોડ સ્પર્ધા રાખવાની આ રાજુભાઈએ દરખાસ્ત મૂકી જ છે."અમારી સાથે અલકાબેન અને વર્ષાબેન પણ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું,"એ બહાને આપણને કચ્છનું રણ જોવાનો લ્હાવો મળશે.રાજુભાઇ તમે ખરેખર દરખાસ્ત મૂકી છે !".

  "અરે હોય ! આ ભરતભાઇ મજાક કરે છે.ઊંટદોડ તો ઠીક પણ એકવાર રણોત્સવ જોવા આવો.જોવા જેવું હોય છે હો."

  "મને તો અત્યારથી ફફડાટ છે કે,આમાંથી કેટલા પડશે આખડસે.કોઈના હાડકા નો ભાંગે તો સારું."ભરતભાઈએ ચિંતા વ્યક્ત કરી.

  ત્યાંજ ઉમંગભાઈનો અવાજ માઈકમાં સંભળાયો.

  "મારા,આપણા પરિવારના મિત્રો,"

  પણ વાતાવરણમાં ઘોંઘાટ શાંત ન થયો.તૃપ્તિબેન કંઈક કહેવા ઉમંગભાઈની નજીક આવ્યા.કાનમાં કંઈક   કહ્યું.ઉમંગભાઈએ હકારમાં ડોક હલાવી મેદાનબાજુ નજર ફેરવી કહ્યું,

  "મિત્રો,આ ઐતિહાસીક પળ નજીક આવી ગઈ છે.આપ સૌની ઇન્તેજારીનો અંત અને શોપિંઝનની આ યાદગાર ક્ષણોની યાદ કાયમ રહેશે."

અને એની વાત વધાવતા હોય તેમ સૌએ ચિચિયારીઓ પાડી. કોઈ કોઈએ સિટીઓ વગાડી.ઉમંગભાઈએ હર્ષથી હાથ ઊંચો કરી સૌને શાંત રહેવા ઈશારો કરી કહ્યું.

"આપ સૌએ અહીં પધારી શોભામાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે.મારુ અને શોપિંઝનનું સપનું હતું તે સાકાર થવા જઈ રહ્યું છે.આપની જાણ ખાતર કહું તો અત્યારે દુનિયાભરમાં આ નવીન્તમ સ્પર્ધાની ચર્ચા છેડાઈ ગઈ છે.સૌ શોપીઝેન વિષે ચર્ચા કરી રહ્યા છે.કંઇક નવું કરવું એ શોપિંઝનની ઓળખ બની ગઈ છે."

મેં બાજુમાં બેઠેલા નિરીક્ષકોને કહ્યું,"ચર્ચા તો થાય ભાઈ પણ હેમખેમ ઉતરે તો સારું."અને સૌ ઉત્તેજના વચ્ચે પણ હસી પડ્યા.ભરતભાઈએ કહ્યું,"હવે તૈયારી લાગે છે.જલ્દી કરે તો સારું.આ ઘોડાઓ હવે કોઈના કાબુમાં નથી."

ત્યાં મોર્ડનભટ્ટભાઈએ લીલી ઝંડી ફરકાવી જોરથી માઈકમાં સીટી મારી કે.........અમારો માચડો થોડો હલબલયો.ઘોડાઓની હણહણાટી સંભળાઈ.મારો હાથ.....

   "દાદા,ઉઠો 'ને,ઓ દાદા,બા એ ચા મૂકી છે.ચાર વાગ્યા.નાનો મારો હાથ ખેંચતો હતો.હું આંખ ચોડતો ઉભો થયો.ત્યાં તે ચા લાવી.હું તેની સામે જોઈ હસતો બાથરૂમ બાજુ ગયો.મનમાં વિચાર્યું સાલ્લુ ગજબ કહેવાય.હવે વામકુક્ષીમાં પણ શોપીના સમેલનના સપના આવે છે.આ નાનકાએ ઉઠાડ્યો ન હોત તો કોણ જીત્યું,કોણ પડ્યું એની પણ ખબર પડી જાત.હું ફ્રેશ થઈ બહાર આવી બેઠો.ચાનો કપ હોઠે લગાવ્યો ત્યાં મનમાં વિચાર આવ્યો કે,આ સપનાવાળી વાત ઉમંગભાઈને કહું.પણ મન ન માન્યું.  મેં જોયું તો નાનો મારા મોબાઈલમાં ગેમ રમતો હતો.મેં કહ્યું,"પાછો મારો મોબાઈલ ?...લાવતો જોઉં.
***********************************

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ