વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાંપણનાં પ્રાંગણમાં,અદાલત હવે ભરાશે.

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે.

અશ્રુ ને સરેઆમ,-

એ પ્રશ્ન પુછાશે છે.

કોના માટે વહ્યાં હતા.?

ફરેબ ને નામે વહ્યાં,

કે વફામાં સર્યાં.!!  !!

પાંપણ નાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે...................


પરસેવો ઓઢી પરિશ્રમીઉભા.

કાપડનાં તાકા ને તર્ક તે કરાશે.?

રક્તથી ખરડાયેલાં લાખો જીવો.

શું તમારાથી શણગારાશે.??

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે..................


પવન ને ફાકતો ભિખારી ધરા પર,

આમ જ ભટકશે ક્યાં સુધી,??

પ્રશ્ન એ હવે એરકન્ડીશન ને કરાશે?

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે......................


કુવારી કન્યાની કીકી એ,-

કરી,આત્મહત્યા.

એ ગુત્થી માતા-પિતાની,

બુદ્ધિમા ન આવી.

કેમ થયો વિલંબ વિદાય કરવા,કન્યાને,?

એ પ્રશ્ન હવે પેઢીને પુછાશે,!! !!

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે...................


પુરુષનાં બધા અધિકાર.

સ્ત્રીની બધી ફરજો.

આ ગોઠવણીની,જોગવાઈ, -

કોના થી ગોઠવાઈ.???

હળહળતો પ્રશ્ન દરેક,

સમાજને,હવે પુછાશે,

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે..................


મોહ માં રહેલી,'માં'ને પુત્ર મોહ નો

પ્રશ્ન પણ હવે પુછાશે,!! !! !!

સ્ત્રી થઈને સ્ત્રીના અસ્તિત્વનો,

નાશ થયો તારા હાથે.

દીકરા-દીકરીનાં અસંતુલનનો,

પ્રશ્ન લાખો વાર 'માં'ને હવે પૂછાશે???

પાંપણ નાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે.....................


થર થરતી જાંઘે જાયાને,જન્મ દીધો.

એ કાળજાયે બુઢાપાને ધક્કો દીધો.

ક્રુરતા ની કરત કન્યા પર યુગોથી ફરતી રહી.

દીકરી,પત્ની,"માં" નારીનાં રૂપ,

કાળ ચક્ર માં પીસાયા શાં' ?

સમાજને સવાલ આ હવે પુછાશે,

પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે..................


ત્યકતા,વિધવા,અનાથ,અસહાય.

બાળકી,બુઢી,કુવારી કન્યાની,

​અશ્રુ પુકાર ગુંજશે આજ,-

પાંપણની અદાલતમાં.-


પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે..................

સ્ત્રીનાં નામ નો ચોપડો, 

ટેબલ પર મુકાશે.

ન્યાય-અન્યાયનો ચુકાદો હવે થશે.

વર્ષો જૂની વેદના બોલશે આજ,-

પાંપણની અદાલતમાં.


પાંપણનાં પ્રાંગણમાં,

અદાલત હવે ભરાશે.....................


✍️જયા.જાની.તળાજા.  "જીયા"


        🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ