વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અભિનંદન શોપીઝન

શોપીઝન ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન. 

ઘણી બધી એપ છે, જ્યાં તમે અન્ય લેખકોની કૃતિઓ વાંચી શકો છો અને તમે તમારી રચનાઓને રજૂ કરી શકો છો. પરંતુ શોપીઝનની એપને જ અગ્રિમતાનો તાજ પહેરાવવામાં આવ્યો. કારણ કે શોપીઝન માત્ર એક એપ બનીને નથી રહી. અહીં બધા લેખકો એક પરિવાર બનીને એક બીજાને પુરેપુરો સહકાર આપે છે. અહીં દરેક વખતે નવી સ્પર્ધા યોજાય  છે. બધા સભ્યો ભાગ લે છે. પણ અહીં કોઈ એક બીજાનાં હરીફ નથી પણ સહકાર્યકર્તા  બની રહે છે. એટલે જ શોપીઝન માત્ર એપ નહિ પણ એક પરિવાર છે. અને આવા સુંદર પરિવાર ની સભ્ય હોવાની મને અત્યંત ખુશી છે. 

મને બાળપણથી જ વાર્તાઓ વાંચવા નો શોખ છે અને હવે એ આદત બની ગઈ છે. જેની પૂર્તી શોપીઝન પર થાય છે. 

મને આજે પણ બરાબર યાદ છે એ દિવસ જ્યારે અમિષાની વાત સાંભળીને ઉમંગભાઈએ મને (માત્ર એક વાચકને) 'ઉમંગ'ભેર અને માનપૂર્વક આ પરિવારની સભ્ય બનાવી. જ્યાં રોજ મારો દિવસ 'તૃપ્તી' થી પુર્ણ થઈ અને 'ઊર્જા ' સાથે શરૂ થાય છે. કોરોના કાળ દરમિયાન થયેલા લોકડાઉનનાં સમયમાં જ્યારે પણ મારા સગા સંબંધીઓ સાથે ફોન પર વાતચીત થાય તો માત્ર એકજ વાત હોય, હવે તો ઘરમાં રહીને થાકી ગયા છીએ. ખબર નહીં ક્યારે પુરૂ થશે બધું? તો કોઈની ઉંઘ ઉડી ગઇ હતી. જેના કારણે ડોક્ટર પાસે જવું પડે. તો કોઇને ગભરામણ થવા માંડી હતી એટલી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ મને બધા પુછે કે તમે બધા બરાબર છો ને?અને મારો એક જ જવાબ રહેતો, એકદમ બરાબર છીએ. પિયર, સાસરીમાં સબંધ ખુબ સરસ અને પ્રેમાળ રહ્યા છે. પણ અહીં તો અજાણ્યા લોકો (હવે નહિ) સાથેનો સબંધ પણ એટલો જ સમૃદ્ધ  રહ્યો છે. અને એટલે જ મારા હસબંડ હંમેશાં કહે છે કે " જો કોરોના કાળ દરમ્યાન તુ ખુશ અને ફ્રેશ રહી શકી હોય તો માત્ર અને માત્ર ઉમંગભાઈને, અને શોપી પરીવારને આભારી છે." 


થેંકયુવેરીમચ શોપીઝન પરિવાર, મારા યાદગાર મિત્રો બનવા માટે. અને સ્પેશ્યલ થેંક્સ ટુ ઉમંગભાઈ, મારી જીંદગીને એક અલગ ઓળખ અને દિશા આપવા માટે. જ્યારે મારા હાથમાં મોબાઇલ ફોન અને હોઠો પર હાસ્ય હોય ત્યારે મારો પરિવાર આપોઆપ સમજી જાય છે કે અત્યારે હું શોપી પરિવાર સાથે છું. કારણ કે મારા જીવનમાં મારા બાળકો જેટલુંજ શોપીઝન નું સ્થાન છે. 

અને લાગણીનાં સબંધથી બંધાયેલાં શોપીઝનને અગ્રીમતા ન મળે એવુ બને જ નહીં. બસ આવી જ રીતે શોપીઝન ખુબ ખુબ આગળ વધી સિધ્ધિ ના દરેક શિખરો સર કરી એક અલગ ઉંચાઈ હાંસલ કરે એવી હ્રદય પુર્વકની શુભેચ્છાઓ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ