વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રિયે કેવા?

મારા પરમમિત્ર ભરતભાઈ રાઠોડની હજી એક રચના પ્રસ્તુત કરું છું. જે તેમના જન્મદિવસ નિમિતે રચવામાં આવી હતી.

 

આ રચના વિશે ટૂંકમાં કહેવું હોય તો એક જ વ્યક્તિ પ્રત્યે મનમાં જે ભાવ છે તે પણ રજૂ થાય છે અને સાથે સાથે મનમાં ઉદ્દભવતા પ્રશ્નો પણ. આ રચના અંત્યાનુપ્રાસ અલંકારમાં રચેલી છે.

 

‘પ્રિયે કેવા?'

 

પાઠવીએ સંદેશો કાંઇક કહેવા

કર્યા કસૂર આ હૃદયે કેવા ?

 

મૂલવિએ શબ્દો અશ્રુ જેવા,

મળ્યા અમને તો મિત્રો કેવા ?

 

રહો છો મૌન સરવર જેવા,

આ તો શાંત ઝરણાં કેવા ?

 

તમે સમુદ્ર કિનારાની લહેર જેવા,

તો પછી મધદરિયાના તુફાન કેવા ?

 

તમે તો બાગના સુંદર ફૂલ જેવા,

પણ સ્પર્શ કરું તો કંટક કેવા ?

 

નિહાળું રણમાં મૃગજળ જેવા,

મન મૂંઝાય અહીં નીર કેવા ?

 

રહો છો સાથ ચાંદની જેવા,

તો અધવચ્ચે આ અંધારા કેવા ?

 

ભરબપોર જાણે કે પડછાય જેવા,

સમી સાંજના થતા આભાસ કેવા ?

 

વનમાં ફરતી જાણે હરણી જેવા,

છતા શિકાર કરતા શિકારી કેવા ?

 

પ્રભાતના ઝાકળ બિંદુ જેવા,

આંખ સામે આ ધુમ્મસ કેવા?

 

પ્રીત કરી અજાણ બનતા પ્રિયતમ જેવા,

મળ્યો જો સાચો પ્રેમ તો ‘રાધેય' એકલા કેવા ?

 

-​ભરત રાઠોડ ‘રાધેય'



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ