વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ને પછી..

ને પછી...
મારી આંખમાં ઉતરી આવેલા...
સાંજના સુના આકાશને...
તારા સ્વપ્નના રંગથી ભરવાની...
હજુ કોશિશ કરું છું ત્યાં તો...
આધી આવવાનો અણસાર વર્તાયા..
અચાનક એકલતાના વાદળ ઘેરાયા...
ખાલીપાની ડમરીઓ ઉઠી...
અંતર ...આંખો... ને દિમાગમાં
  અટવાયેલા અહેસાસ મૂંઝાયા...
વેદનાના વાદળ ઘેરાયા...
પછી તો...
ઘનઘોર અંધારૂ છવાયું..
ખાલીપણાનો ખડખડાટ...
ગમ ની ગાજવીજ....
 ધોધમાર વરસાદ....
સંયમ સાથેના સગપણ તુટી ગયા....
પાંપણે બાંધેલા બંધ તૂટી ગયા....
બધું જ જળબંબાકાર....
ત્યાં દૂર તારી યાદો નો દીવો ટમટમ્યો...
ને પછી જોયું તો ...
હૃદય હલકું....
એકમેકના હૃદયનુ આલિંગન...
શબ્દના મીઠા સૂર...
વાણી ના વધામણા...
આંખોના ઈશારા..
આહ્લાદક સ્પર્ષ..
શ્વાસનો મધુર લય...
તનની ઝણઝણાટી...
છાતીનો થડકાર...
હૈયે હરખની હેલી...
ને પછી...
ધરતી ને એકલી જોઈને..
બાઝી રે પડ્યો વરસાદ...
અને એને ધરતી ને ચૂમી એક શ્વાસ..


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ