વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલને ફરી

ચાલને ફરી એકવાર શાળાએ જઈએ,

દોડીને પ્રથમ બેન્ચ પર બેસી જઈએ.


ચાલને શરૂવાત માં પ્રાથના માં જોડાઈ જઈએ,

ફરથી નવી નોટ - ચોપડીની સુગંધ લઈએ,

સુંદર અક્ષરે પ્રથમ આપણું નામ લખીયે.


ચાલને ફરી એકવાર શાળાએ જઈએ,

દોડીને પ્રથમ બેન્ચ પર બેસી જઈએ.


રિશેસ પડતાં વોટરબેગ ને ડબ્બો લઈને નાસ્તો કરીએ,

ચાલને નળ નીચે હાથ ધરી હાથ અને મોઢું ધોએ.

મિત્રો સાથે ગપ્પા મારીને વાતોના વડાં કરીએ,


ચાલને ફરી એકવાર શાળાએ જઈએ,

દોડીને પ્રથમ બેન્ચ પર બેસી જઈએ.


કાલે જો વરસાદ પડે તો રજા પાડી દઈએ,

અવનવા બહાના કરી ઘરે ચાલ્યા જઇએ,

બુક ઘરે પડી છે તેવું બહાનું કરી સજાથી બચી જઈએ,



ચાલને ફરી એકવાર શાળાએ જઈએ,

દોડીને પ્રથમ બેન્ચ પર બેસી જઈએ.


Writer - Ashish panchal

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ