વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીદ રાખી છે.

જીવનને સારી રીતે  ગાળવાની જીદ રાખી છે;

હંમેશાં  સતના રસ્તે ચાલવાની જીદ રાખી છે. 


કદી  ના  જિંદગીમાં  હારવાની  જીદ રાખી છે; 

ગમે તેવા  સમયમાં  જીતવાની  જીદ રાખી છે. 


ખબર છે આપવાથી પ્રેમ વધશે સો ગણો એથી;

અહમ  નેવે  મૂકીને  ચાહવાની  જીદ રાખી છે.


ભલેને  લાખ મુશ્કેલી હવે  એક સામટી આવે;

છતાંયે  મેં તો મંઝિલ પામવાની જીદ રાખી છે. 

 

હૃદયને  ઠેસ  પહોંચાડી છે  કાયમ દોસ્તો તેથી;

બધી  પીડાને  ફાંસી આપવાની જીદ રાખી છે. 


- ઉમેશ તામસે 'ધબકાર', 

  વ્યારા (તાપી) 





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ