વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ!!




????????



???? અઢી અક્ષર ના આ પ્રેમ એ

રચી છે મોટી માયા ની જાળ.

વાચકો જ સમજાવો મુજને હવે...

મતલબ આ બેમતલબી પ્રેમ તણો..



કોને કહું / માનું  સાચો પ્રેમ!!!


???? મારા સાથ ને ચાહે એ પ્રેમ કે ....

મારી ખુશી માટે મારા વિરહને પણ

મન લગાડી સરાહે  એ સાચો પ્રેમ!!!

કોને કહું / માનું હું સાચો પ્રેમ!!




 ????  મારી પાસે છે જે હમેંશા થી ....

જાણકાર છે મારી રૂહ રૂહ ને...

છે એ સાચો પ્રેમ કે....

મારું દિલ જેના સંગ મીલનઅર્થે તરસે...

ચાહત છે જે સહુથી મોટી!!

 ????  કોને કહું / માનું હું સાચો પ્રેમ!!

બોલ્યા પહેલાં સમજી જાય

મારા મનને કે....,

શબ્દો માટે તરસે એ સાચો પ્રેમ

કોને કહું / માનું હું સાચો પ્રેમ!!

મારી દરેક ભૂલો ને મનથી અપનાવે

એ સાચો પ્રેમ કે......,

એને સુધારી મને આગળ

મને આગળ વધારવા ઈચ્છે

એ સાચો પ્રેમ!!!

કોને કહું / માનું હું સાચો પ્રેમ!!!

 ????  મારા કદમ થી કદમ મિલાવે..

રસ્તા ના કંકડ-પથ્થર મારી

સાથે ઝીલી જાણે 

એ સાચો પ્રેમ કે...!!

 ????  મારી આગળ ચાલી મને બચાવે...

અટકાઈ જાઉં ક્યારેય ,

તો પીઠબળ બની પાછળ થી

વિશ્વાસ ભરી હૂંફ આપે એ સાચો પ્રેમ!!

કોને કહું / માનું હું સાચો પ્રેમ!!!        



????????

Thankyou


-JanviPatel

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ