વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આગ

                       “માં ભૂખ લાગી સે  કાંય ખાવાનું આલ ને” નાનકી એ ફરી ખાવાનું માંગ્યું આ વખતે શું જવાબ આલવો ઈ ન સૂઝતા સવલી ઊભી થઈને ચૂલા પાંહે જઈને ચૂલો પેટાવવાનું ત્રાગું કરવા લાગી .

                         “બે દા’ડાનાં ભૂખ્યા સોકરાંને કેટલીય વાતોનાં વડા ખવરાવી દીધા પણ ઈનાથી પેટ થોડું ભરાય ? ને નાથો શે’રમાં  ચાર દા’ડાનો  ગ્યો સે હજુ લગણ નય આયો” મનથી  ઉલેચાતી સવલી વિચારતી હતી.

                         “મૂઓ આ કેવો ટે’મ આયો કે કામ પણ નય મલતું બચારો નાથો કરે તો કરે સું ? આ બળ્યું કોરોના… સું કોરોના આંયા અમને કોરોના કાંય નય કરતો ને શે’ર વાળા ઇનાથી ફફડી મરે સે , પેલા તો એટલું કામ તો મલી જ જાતું કે આ ટાબરાંનાં પેટની આગને ટાઢી તો કરતાં  હવે તો…” સવલી ચૂલા પાસે બેઠી મનમાં ગણગણાટ કરતી હતી.

                           “માં ચેટલી વાર સે’ મોટા એ પૂછ્યું. સવલી એ તપેલીમાં પાણી ઉકળવા મૂક્યું .એક પછી એક ડબ્બા ખોલીને જોયું ;એક ડબ્બા માં જરા અમથો ગોળ હતો  અને બે ચપટી લોટ નાંખીને બેય ટાંબરિયાંને થોડું થોડું આલી દીધું.

                          “માં આ તો પાણી જ સે” નાનકી ફરિયાદનાં સ્વરમાં બોલી . “ના રે બેટા આ પાણી નથ આ તો રાબ કે’વાય બેટા  પી લે મારી સોડી” આંખોમાં આવતાં ઝળઝળીયાં રોકતાં સવલી બોલી.

                          “નાનકી બાપુ આવશે તો બવ બધુ ખાવાનું લાવશે અતારે આ ખાય લે”. મોટાએ નાનકીને સમજાવ્યું.

                             “એ ય સવલી આ તારો ધણી તો રેલ્વે સ્ટેશને પડ્યો’ સે” બાજુમાં રે’તો ભીખલો બોલ્યો . એના પર ભરોસો ન પડ્યો હોય એમ સવલી સ્ટેશન તરફ દોડી.

                         સ્ટેશને  નાથાને પડેલો જોઈને જાણે  તેના ભૂખથી બળતા પેટમાં વધુ એક અંગારો ચંપાયો.

                        


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ